________________
કારણે તે સ્થાને આવેલા સોમિલ વડે તે જોવાયા. “મારી દીકરીને પરણીને આ દુષ્ટાત્માએ ત્યજી દીધી..” આ પ્રમાણે (વિચારતા) આનો = સોમિલનો ક્રોધ સમુલ્લસિત = અત્યંત પ્રગટ થયો. - ત્યારબાદ માટીથી મસ્તકને વિષે વેણન = પાઘડી-સાફો કરીને, તેમાં સળગતા અંગારાને નાંખીને એ જતો રહ્યો. ઈતર = ગજસુકુમારને પણ “અરે! મારા નિમિત્તે આ કોઈક બિચારો ઘોર = ભયંકર નરકમાં પડશે” એ પ્રમાણે શુભભાવનારૂપી પવનથી (જાણે કે) ફૂંકાયેલ એવો (મસ્તક પરનો) અગ્નિ સળગતે છતે, જાણે કે તેની = મસ્તક પરના અગ્નિની સહાયવાળો ન હોય એવો શુક્લધ્યાનરૂપી અગ્નિ વધ્યો.. (= મસ્તક પર અગ્નિ જોરમાં સળગતા મુનિ શુક્લધ્યાનની ધારા પર ચઢ્યા.) (અગ્નિ એ જેમ શરીર બાળ્યું તેમ) તUT = ગજસુકુમાર વડે ચાર ઘાતિકર્મો બળાયા. કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. શેલેશી પર આરુઢ થયા. આયુષ્ય પૂર્ણ થયું. મોક્ષને પામ્યા.
બીજા દિવસે વિષ્ણુ = કૃષ્ણ વાસુદેવ ભગવાનના વંદન માટે આવ્યા. તેના વડે મુનિઓ સહિત પ્રભુ વંદાયા. પછી “ગજસુકુમાર ક્યાં છે?” આ પ્રમાણે બોલતા તેને ભગવાન વડે કહેવાયું કે : “તેના વડે = ગજસુકુમાર વડે સ્વકાર્ય = મોક્ષ સાધી લેવાયું.” કૃષ્ણ બોલ્યા “કેવી રીતે?”
ત્યારબાદ ભગવાન વડે તેમનો વૃત્તાન્ત = પ્રસંગ કહેવાયો. કૃષ્ણ કહ્યું, “કોના વડે આ કરાયું?” ભગવાને કહ્યું, “તને જોઈને જેનું મસ્તક ફાટી જશે (તેના વડે કરાયું.)” (સમવસરણથી નીકળીને) પુનઃ દ્વારિકામાં પ્રવેશતા કૃષ્ણવડે ભયથી અત્યંત ભાગતો સોમિલ જોવાયો. કૃષ્ણના દર્શનથી પ્રગટ થતાં અત્યંત ભયવાળા તેનું મસ્તક ફાટી ગયું. પ૪ |
(આ પ્રમાણે “ક્ષમા એ મોક્ષનું કારણ છે' આ વાત મોક્ષે ગયેલ ગજસુકુમારના દૃષ્ટાંત દ્વારા ગ્રંથકારશ્રીએ જણાવી.)
एवमन्यैरपि साधुमिः क्षमा कर्तव्येत्युपनयः । तथा चाह -
रायकुलेसु वि जाया, भीया जर-मरण-गढ्भवसहीणं ।
साहू सहंति सव्वं, नीयाण वि पेसपेसाणं ॥ ५५ ॥ रायकुलेसु वि० गाहा : राजकुलान्युग्रादीनि तेष्वपि, आसतामन्येषु, जाता उत्पन्नाः साधवः सर्वं सहन्त इति योगः, किम्भूताः सन्तः?, जरा वयोहानि:, मरणं प्राणत्यागः, गर्भवसतिर्जननीजठरे वसनं, जरा च मरणं चेत्यादिद्वन्द्वः, ताभ्यो भीतास्त्रस्ताः, पञ्चम्यर्थे षष्ठी प्राकृतत्वात्, किं? सहन्ते नीचानामपि निन्द्यजातीनामपि, तेऽपि प्राप्तर्द्धयः पूज्याः स्युरित्यत आह-प्रेष्याणामपि परकर्मकृतां ये प्रेष्यास्ते प्रेष्यप्रेष्यास्तेषां सम्बन्धि दुर्वचनताडनादिकमिति गम्यते ।। ५५ ॥ ।
અવતરણિકા : આ પ્રમાણે(= ગજસુકુમાર મુનિની જેમ) અન્ય સાધુઓવડે પણ ક્ષમા કરવા યોગ્ય છે. આ ઉપનય = નિષ્કર્ષ છે. તથા = અને ગ્રંથકારશ્રી તે જ પ્રમાણે કહે છે કે :