SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ सम्बन्धि, दुष्टचेष्टितमिति गम्यते, क्षमन्ते सहन्ते यतयः साधवो यदीत्यभ्युपगमे, इत्येवं स्कन्दकशिष्यवत्किमत्राश्चर्यं चित्रं, युक्तमेवैतत्तेषामिति ।। ४२ ॥ અવતરણિકા : તે આ પ્રમાણે આ સ્કંદકાચાર્યના શિષ્યો પ્રાણના નાશ કરનારા એવા પણ બીજા ૫૨ ગુસ્સે ન થયા. સાધુઓને આવું જ કરવાને જણાય છે = સાધુઓએ આવું જ કરવું જોઈએ. આ વાતને ગ્રંથકારશ્રી કહે છે ઃ = ગાથાર્થ : જિનવચનના શ્રવણથી કાનવાળા, જણાયો છે ઘોર સંસારનો વિચાર જેઓ વડે એવા સાધુઓ જો આ પ્રમાણે અન્નોનું સહન કરે છે (તો) આમાં આશ્ચર્ય શું છે ? ।। ૪૨ ।। ટીકાર્થ : સકર્ણ એટલે જેઓ કાનવાળા હોય તે. તે તો લોકરૂઢી વડે પણ હોય છે. (એટલે કે લોકમાં પણ જેઓ કાનવાળા હોય તે સકર્ણ જ કહેવાય છે તો પછી અહીં કાનવાળા છે એવા કથનમાં નવું શું કહ્યું?) આ કારણે લોકરૂઢીથી કાનવાળાના વ્યવચ્છેદથી = બાદબાકી કરવા વડે કષાયના વિપાકોને દેખાડતા એવા અરિહંતના વચનના શ્રવણ વડે (જેઓ) સકર્ણ = કાનવાળા છે અર્થાત્ જેમના કાનોએ આવા વચનો સાંભળેલા છે તે સકર્ણ (તરીકે અહિં સમજવાં.) આથી જ = પરમાત્માના તેવા વચનો સાંભળ્યા છે એ કારણથી જ જણાયો છે રૌદ્ર એવા સંસારની અસારતાનો વિચાર એટલે કે જણાઈ છે સંસારની અસારતા જેઓ વડે એવા સાધુઓ આ પ્રમાણે સ્કંદકના શિષ્યોની જેમ અજ્ઞો = મૂર્ખાના સંબંધિ દુષ્ટ ચેષ્ટા સહન કરે આમાં આશ્ચર્ય શું છે ? અર્થાત્ આ તેમને યોગ્ય જ છે. (કેમકે તેઓ વિવેકી છે માટે)।।૪૨ ।। = વિશેષાર્થ : (૧) અહીં જિનવચનનું શ્રવણ જેમણે કર્યું છે તેઓ જ ખરા કાનવાળા છે એવો પ્રથમ ચરણનો ભાવાર્થ લેવો. (૨) પ્રથમ ચરણનો સમાસ ટીકામાં સરળતાથી ખોલ્યો જ છે. એમાં ‘વચન’ શબ્દનો જ અર્થ ‘ભાષિત’ સમજવો. કેમકે ‘ભાષિત’ નો ‘ત’ અહિં ભાવ અર્થમાં છે. (૩) મૂળ ગાથામાં અવાયસંસારઘોરપેયાના આવું જે દ્વિતીયચરણ છે તેમાં સંસારચોરી પદનો ‘ઘોર સંસાર’ એવો વિશેષણ વિશેષ્યભાવ છે. આમ વિશેષણ વિશેષ્યની પૂર્વે મૂકાય છતાં અહીં પછી મૂકાયું છે તે પ્રાકૃતભાષાના કા૨ણે સમજવું. (૪) વાતાનાં ની ષષ્ઠી વિભક્તિનો અન્વય ક્યાં કરવો ? આ માટેનું કોઈ પદ ગાથામાં આપ્યું નથી તેથી ટીકાકારશ્રીએ તુષ્ટચેષ્ટિતનો અધ્યાહાર તિામ્યતે દ્વારા સૂચવ્યો છે. (૫) ત્રીજાચોથા ચરણનો ટીકાર્થ અન્વય કરીને કર્યો છે તેથી વિદ્યાર્થી મહાત્માઓ એ પ્રમાણે ટીકાના પદોનો અર્થ ક૨શે તો સ૨ળતાથી સમજાઈ જશે... (૬) વિ પદ અધ્યુપામે છે. એટલે કે “સાધુઓ જો સહન કરે છે.’’ આ પ્રમાણે સાધુઓની સહન કરવાની ક્રિયાના સ્વીકારમાં દ્વિ પદ મૂકાયું છે. અર્થાત્ ‘સાધુઓ સહન કરે છે એ વાત ખરેખર સાચી છે અને સહુને સ્વીકાર્ય છે.’ આ અર્થ દ્દિ દ્વારા જણાવાયો છે. (૭) ‘પેયાન' શબ્દ દેશી ભાષાનો છે. તેથી તેનો અર્થ સંસ્કૃતમાં ‘પેટાન’ ન કરતાં ‘વિદ્યાર’ એવો અર્થ સમજવો. 099 -
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy