SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આ અનુવાદગ્રંથના વાંચન પૂર્વે ધ્યાનમાં રાખવા યોગ્ય કેટલીક બાબતો : (૧) દરેક ગાથાનો ટીકા સહિતનો અનુવાદ ૪ વિભાગમાં કરાયો છે. (અ) અવતરણિકા (બ) ગાથાર્થ (ક) ટીકાર્ય (ડ) વિશેષાર્થ. (૨) ઘણી જગ્યાએ પદાર્થ સરળતાથી સમજાય એ હેતુથી ટીકાના શબ્દોના અર્થ સિવાયનો અર્થ ( ) કૌંસમાં મૂક્યો છે. (૩) કોઈક જગ્યાએ ગાથાના અન્વય પ્રમાણે ટીકાગ્રન્થનો અન્વય કરીને અનુવાદ કર્યો છે. ગાથાના અન્વયે વિના ટીકાના ક્રમ પ્રમાણે અર્થ કરવામાં ગૂંચવણ ઊભી થાય એવા સ્થળે આ રીતે અર્થ કર્યો છે. એ સિવાય લગભગ બધે ટીકાગ્રન્થ પ્રમાણેજ અનુવાદ કર્યો છે. (૪) કોઈક જગ્યાએ ટીકાના પ્રતિકોનો અનુવાદ કરીને પછી ટીકાના વિશેષ વિષમપદ, વિષમસમાસ સમજાવ્યા છે. (૫) કોઈક જગ્યાએ ટીકાગ્રન્થના અમુક શબ્દો, તાત્પર્યો વિગેરે દર્શાવવા વિશેષાર્થ જણાવાયો છે. આથી ટીકાર્યમાં અર્થ ન બેસે અથવા ટીકાના કોઈક શબ્દોનો અર્થ ટીકાર્થમાં ન દેખાતો હોય તો સૌપ્રથમ વિશેષાર્થ પર નજર કરવા સહુને ભલામણ છે. (૬) ઘણી જગ્યાએ શબ્દના અર્થને વધુ સરળ બનાવવા =' કરીને એનો જ અર્થ કર્યો છે. (૭) ઘણી જગ્યાએ આગળની પંક્તિના અવતરણનો ભાવાર્થ, હેતુ દર્શાવતો પ્રશ્ન ઊભો કરી પછી ઉત્તર રૂપે આગળની પંક્તિનો અર્થ કર્યો છે. આ સિવાય પણ અન્ય ધ્યાન રાખવા જેવી બાબતો તે-તે સ્થળે લગભગ જણાઈ જશે. ટૂંકમાં “શાસ્ત્રાભ્યાસની કળા' પુસ્તકને નજર સમક્ષ રાખીને આ ગુર્જરીનુવાદ કરવામાં આવ્યો છે. તેથી આ ગુર્જરાનુવાદનો સહારો લેતાં પૂ‘શાસ્ત્રાભ્યાસની કળા' પુસ્તકનું વાંચન આવશ્યક રહેશે. જે આ પુસ્તક વાંચીને આ ગુર્જરનુવાદનો સહારો લેશે તેને તે-તે કળાઓનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે તે જણાઈ જશે. અંતે આ અનુવાદકાર્યનાં પ્રેરક, પ્રોત્સાહક પીઠબળને કેમ ભૂલાય? પરમ તારક પરમાત્માની અચિન્ય કૃપા, પરમ પૂજ્ય યુગપ્રધાનાચાર્યસમ પંન્યાસ પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબના દિવ્યાશિષ તથા તેમને પ્રગટાવેલ શાસનરાગ, ભવોદધિનારક પૂજ્ય પંન્યાસ શ્રી કલ્પરક્ષિત વિ.મ.સાહેબ તથા ભવોદધિનારક પૂજ્ય મુનિરાજ શ્રી વિમલહંસ વિ.મ.સાહેબનો લાગણીસભર યોગ-ક્ષેમ, આ અનુવાદ કાર્યમાં અમને જોડનાર પૂજ્ય વિદ્યાગુરુવર્યશ્રી ગુણવંસ વિ.મ.સાહેબનો અમને ભણાવવાનો ભવ્ય પુરુષાર્થ, તથા સહવર્તી સર્વ મહાત્માઓની ઊની ઊની હૂંફ આ બધાથી આ કાર્ય નિર્વિબે પાર પડ્યું છે તથા આ અવસરે નામીઅનામી સર્વે ઉપકારીઓનું અમે કૃતજ્ઞભાવે સ્મરણ કરી ઋણમુક્ત થવા પ્રયત્ન કરીએ છીએ. આ આખા ગુર્જરાનુવાદમાં જિનાજ્ઞા વિરુદ્ધ-ગ્રંથકારના આશય વિરુદ્ધ પ્રતિપાદન થયું હોય તો તેનું અંત:કરણપૂર્વક મિચ્છામિદુક્કડમ્ માંગીએ છીએ. - મુ. રાજહંસ વિ., મુ. શીલરક્ષિત વિ.
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy