SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ – ઉત્તર ઃ વિરુદ્ધ = અનેષણીય = દોષિત એવા ભોજન - ઉપધિ વિ. ગ્રહણ કરતાં નથી (ગાથાના પ્રથમ ચરણનો છેલ્લા ચરણ સાથે આ રીતે સમ્બન્ધ કરવો.) પ્રશ્ન ઃ કઈ જગ્યાની જેમ સાધુઓ જંગલાદિમાં પણ અનેષણીય ગ્રહણ કરતાં નથી? ઉત્તર ઃ ઋદ્ધિથી ભરેલા, નિર્ભય એવા રાજ્યમાં વર્તતા છતાં જેમ અનેષણીય ગ્રહણ કરતાં નથી તેમ જંગલાદિમાં પણ અનેષણીય ગ્રહણ કરતાં નથી. અર્થાત્ સમૃદ્ધ શહે૨માં તે એષણીય પૂરતું મળતું હોવાને લીધે ત્યાં અનેષણીય ગ્રહણ કરવાનો અવસર ન આવે. પણ જંગલાદિમાં વિહાર દરમ્યાન અનેષણીય ગ્રહણ ક૨વાનો અવસર ઉપસ્થિત થાય. છતાં સાધુભગવંતો જે રીતે શહેરોમાં નિર્દોષ વસ્તુઓ ગ્રહણ કરે તે જ રીતે જંગલાદિમાં પણ નિર્દોષ જ ગ્રહણ કરે. જાણે કે બાહ્ય પરિસ્થિતિથી એમના જીવનમાં ફરક જ ન પડતો હોય, એવું એઓનું સામર્થ્ય હોય છે. ત્રીજા ચરણની શરૂઆતનો પ શબ્દ આ અર્થ સૂચવે છે કે - (ઉલટું) આ સંભવી શકે. શું સંભવી શકે ? તે ગ્રંથકારશ્રી કહે છે કે - તે સાધુ ભગવન્તો શરીરની પીડાને સહન કરે... એટલે કે અનેષણીય ગ્રહણની વાત તો દૂર રહો પણ પૂરતાં ઉત્સાહ સાથે જંગલાદિમાં શરીરાદિની પીડાને સહન કરે પણ અનેષણીયને ગ્રહણ ન કરે. આ કારણે નિશ્ચય કરાય છે કે તે સાધુઓને આહારાદિને વિષે પ્રતિબન્ધ = આસક્તિ હોતો નથી. પણ ધર્મકાર્યોમાં જ તેઓને પ્રતિબંધ હોય છે. પ્રશ્ન : ગુરુજી ! ‘શારીરિક પીડામાં પણ અનેષણીય ગ્રહણ ન કરે' એ વાત ગ્રંથકારશ્રીએ કરી. તો એમાં માત્ર ‘પીડા’ લખવાની જગ્યાએ ‘શારીરિક પીડા’ એવો વિશેષ ઉલ્લેખ કેમ કર્યો? ઉત્તર ઃ શિષ્ય ! ગ્રંથકારે શારીરિક પીડાનું જે ગ્રહણ કર્યું છે એ “જો માનસિક પીડાનો સદ્ભાવ થાય તો તેમાં યતના વડે = વિધિ વડે (અનેષણીય) ગ્રહણ કરનાર પણ ભગવાનની આજ્ઞા પાળનારા જ છે તેથી = ભગવાનની આજ્ઞાના પાલક હોવાથી અનેષણીય ગ્રહણ કરતાં હોવા છતાં પણ તેઓને આહારાદિને વિષે પ્રતિબંધ = આસક્તિ હોય નહિં.'' આ વાત જણાવવા માટે છે. ।।૪૦|| ஸ்ஸ்ஸ் तदनेनाऽऽपत्स्वपि दृढधर्मतोक्ता, सा च यैर्भगवद्भिरनुष्ठिता तद्द्वारेणाह जंतेहिं पीलिया वि हु, खंदगसीसा न चेव परिकुविया । विझ्यपरमत्थसारा, खमंति जे पंडिया हुंति ॥ ४१ ॥ .. जंतेहिं० गाहा : यन्त्रैः पीडिता अपि, हुः पूरणार्थे, स्कन्दकशिष्याः स्कन्दकाभिधानाचार्यविनेयाः, न चेवत्ति नैव परिकुपिताः क्रोधं गताः, च शब्दादाविर्भूतकरुणाश्च जाता उपसर्गकारिणीति गम्यते । एवमन्येऽपि विदितपरमार्थसारा ज्ञाततत्त्वगर्भा ये पण्डिता भवन्ति, ते क्षमन्ते सहन्ते, प्राणात्ययेऽपि न मार्गाच्चलन्तीति समासार्थः, व्यासार्थः कथानकगम्यः ।
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy