SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ I આત્મસિદ્ધિ મોતીના હાર જેવી છે. ભાવથી ભણે તો કોટિ કર્મ ખપી જાય. પૂનમનો દિવસ અપૂર્વ છે. આત્મસિદ્ધિ, જેને પુણ્ય હોય તેને સાંભળવા મળે. મોઢે કરી હોય તો ભૂલી ન જવી. સાચવીને રાખવી. (બો-૧, પૃ.૨૯૩, આંક ૪૨) | સર્વ શાસ્ત્રોથી આત્મસિદ્ધિશાસ્ત્ર મહાન છે. નાનું છોકરું પણ સમજી શકે એવા શબ્દોમાં છે. એમ તો, વિચારતાં બહુ ઊંડો ઊતરે ત્યારે ખબર પડે. બીજાં ઘણાં શાસ્ત્રો જોયાં પણ આત્મસિદ્ધિ જેવું કોઈ શાસ્ત્ર નથી જોયું. બીજાં શાસ્ત્રોમાં પ્રથમ કાળ, આકાશ આદિનું વર્ણન કર્યું છે. તે ભણતાં અને વિચારતાં બહુ વખત લાગે. તેમાં જગતના બીજા પદાર્થોનું વર્ણન કર્યું છે, તેમાં જ ખેંચી જાય તો આત્માનું જે કરવું છે, તે રહી જાય. અને આત્મસિદ્ધિમાં તો પહેલેથી જ મૂળ વસ્તુ લીધી છે. જેટલી યોગ્યતા હોય તેટલું સમજાય. જીવને જો પોતાનું અસ્તિત્વ સમજાય તો તેમાં લય લાગે. કામ અઘરું છે, પણ કરવું જ છે એવી જો દૃઢતા હોય તો થાય એવું છે. (બો-૧, પૃ.૪૭, આંક ૨૨) 0 આત્મસિદ્ધિ ચમત્કારી ચીજ છે. તેની શ્રદ્ધા, અભ્યાસ કરે તેમાં જપ, તપ, દાન વગેરે સમાઈ જાય છે. પોતાનાથી બનતો પુરુષાર્થ, શ્રી આત્મસિદ્ધિ મુખપાઠ કરવામાં પણ કર્તવ્ય છેજી. મુખપાઠ થઈ ગઈ હોય તો તેના અર્થ વિચારવા અને પરસ્પર એકઠા મળીએ ત્યારે ચર્ચવા, પૂછવા અને સમાધાન થતાં સુધી, તે વિચારમાં રહેવું ઘટે છેજી. છ પદની શ્રદ્ધામાં આત્મદર્શન સમાયેલું છેજી. છ પદનો પત્ર પણ તેવો જ ચમત્કારી છે'. (બો-૩, પૃ.૬૦૯, આંક ૭૦૪) ID પરમકૃપાળુદેવને જે કંઈ કહેવું છે તે મોક્ષમાળા અને આત્મસિદ્ધિમાં કહી દીધું છે, પણ તેટલો વૈરાગ્ય જીવમાં જાગે અને કષાયનું બળ મંદ પડે તો તેવી વિશુદ્ધિએ, તેમાં દર્શાવેલી અચિંત્ય સમૃદ્ધિ સમજાય તેમ છેજી. (બો-૩, પૃ.૫૫૮, આંક ૬૧૯). [ આ કાળના જીવોનું આયુષ્ય ઓછું એટલે બધાં શાસ્ત્રોનો સાર ટૂંકામાં પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિમાં ઉતારી દીધો છે. પરમકૃપાળુદેવે સોભાગભાઈને આત્મસિદ્ધિ મોકલી અને પછી પૂછયું કે કેમ લાગે છે? ત્યારે સોભાગભાઇએ લખ્યું કે “સિત્તેર ગાથા મોઢે થઇ છે અને બીજી કરું છું. તાવ આવે છે, પણ એને લઈને જીવું છું. બહુ આનંદ આવે છે.” યોગ્ય જીવને મોકલેલી એટલે એમ થયું. ખરો પરમકૃપાળુદેવનો વારસો આત્મસિદ્ધિ છે. (બો-૧, પૃ.૨૭૦, આંક ૭) જે કંઈ કૃપાળુદેવને આત્મસિદ્ધિ આદિમાં કહેવું છે, તે સમજવું, સમજવા પુરુષાર્થ કરવો અને સમજાય તે સાચું માની, તે પ્રમાણે વર્તવા ભાવ કરવો. બીજું વાંચીએ, તે પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કહ્યું છે, તે સમજવા માટે વાંચવું છે. પરમકૃપાળુદેવે બતાવેલા માર્ગે કલ્યાણ છે, તે જીવતાં સુધી ભૂલવા યોગ્ય નથીજી. (બી-૩, પૃ.૬૯૩, આંક ૮૩૨) | શ્રી આત્મસિદ્ધિ આદિમાં દર્શાવેલ છ પદ “ “ “આત્મા છે', ‘તે નિત્ય છે', “છે કર્તા નિજ કર્મ'; “છે. ભોક્તા' વળી “મોક્ષ છે', “મોક્ષ ઉપાય સુધર્મ' '' - વારંવાર વિચારી માન્ય થાય, પરિણામ પામે તેમ ઊંડા ઊતરવું યોગ્ય છે. (બો-૩, પૃ.૫૬૪, આંક ૬૩૧)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy