SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૨) જો અવકાશ હોય તો યથાશક્તિ, તેમાંથી નિયમિત રીતે વંચાય તો હિતકારી છે. “અમૃતની નાળિયેરી” જેવા સત્પષનાં વચનોમાં જેટલો કાળ જશે તેટલો લાભકારક છે. અપૂર્વ અવસર. છ પદનો પત્ર, ભક્તિના વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ વગેરે જે મુખપાઠ કર્યું હોય તે રોજ બોલાય, વિચારાય તો સારું. જેમ જેમ સત્સંગ-સમાગમનો પ્રસંગ વિશેષ થાય, ઉપશમ-વૈરાગ્યની વૃદ્ધિ થાય તેમ તેમ જ્ઞાનને આવરણ કરનાર કર્મ ઘટવાથી સમજણ વિશેષ પડતી જાય. હાલ જેટલું સમજાય તેટલું સમજી; ન સમજાય તે આગળ ઉપર સત્સમાગમે સમજવાની ભાવના રાખવી કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૫૫, આંક ૪૦) || પરમકૃપાળુદેવના પુસ્તકમાંથી અવકાશે રોજ, નિયમિત વાંચવાનો ક્રમ રાખ્યો હશે. બહુ ન વંચાય તો ફિકર નહીં, પણ જે વંચાય તેના વિચાર રાતદિવસ રહ્યા કરે તેવી ટેવ પાડવા વિનંતી છે જી. (બો-૩, પૃ.૫૪૩, આંક ૬૩૦) I “આ જીવને ઉતાપના મૂળ હેતુ શું? તથા તેની કેમ નિવૃત્તિ થતી નથી, અને તે કેમ થાય?” (૨૭) તે વિષે આપે પુછાવ્યું છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે પરમકૃપાળુદેવે ઘણા પ્રશ્નો ઉપસ્થિત કરી વહેલામોડા આગળ-પાછળ ઉત્તર આપેલા છે, તે તેઓશ્રીનાં વચનો વિચારપૂર્વક જોવાથી જડી આવે તેમ છે.જી. (બી-૩, પૃ.૧૮૯, આંક ૧૯૨). | અમુક બાબતો તો જીવને યોગ્યતાએ જ સમજાય છે; છતાં સામાન્ય અર્થાદિ તો વારંવાર પરમકૃપાળુદેવનું વચનામૃત વાંચનારને આપોઆપ સમજાવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૫૬૫, આંક ૬૩૩) પરમકૃપાળુદેવનું પુસ્તક વાંચતા રહેવાથી, ઘણા ખુલાસા આપોઆપ થાય તેમ છેજી. આત્મહિત પોષવા માટે, પરમકૃપાળુદેવનાં વચનો મને તો સર્વોત્તમ લાગ્યાં છેજ. તેથી વારંવાર, તે જ ભલામણ કરવા વૃત્તિ રહે છેજી. (બી-૩, પૃ.૪૭૪, આંક ૫૦૧) D પરમકૃપાળુદેવના પત્રો એ જ આપણને નવજીવન અર્પનાર છે. આપણા ઉપર જ જાણે, આજે જ અમુક પત્ર આવ્યો છે એમ જાણી, જિજ્ઞાસા તીવ્ર રાખી વાંચીશું, વિચારીશું તો તેમાંથી અપૂર્વ બળ પ્રાપ્ત થશે. સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” (૪૭) એવું પરમકૃપાળુદેવનું વચન છે અને તેના વચનયોગરૂપ ગ્રંથને આધારે આપણે કલ્યાણ સાધવાનો નિશ્ચય છે, તો અવશ્ય આપણું કલ્યાણ થશે. શ્રદ્ધા દૃઢ કરીને તે પુરુષને શરણે રહેવાશે તો ભલે મરણ આવે તોપણ આપણો વાળ વાંકો થાય તેમ નથી. સગુરુના આશ્રિતને આખરે ધર્મસાધન ઉત્તમ મિત્રની ગરજ સારે છે, તે જ તેને સદ્ગતિને આપનાર ઉત્તમ ભોમિયો છે. (બી-૩, પૃ.૧૦૮, આંક ૧૦૦) ઘણા કાળને બોધે સમજાય તેવી તત્ત્વજ્ઞાનની શ્રદ્ધાની વાત છે. એક તો બોધ આપનાર આત્મજ્ઞાની જોઇએ અને બોધ ગ્રહણ કરનાર સરળ, મધ્યસ્થ, ભૂલભરેલી વિપરીત માન્યતાઓથી રહિત, માત્ર આત્મકલ્યાણની જ ઇચ્છાવાળો હોવો જોઈએ; તથા
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy