SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮O (૮૦) તે તેની, માત્ર નિર્ગુણી ઉપર પણ કરુણા કરવાની, ઉદારતા જ સમજવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૪૭૮, આંક ૫૦૯) શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ (વચનામૃત) વિષે [ આપે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ વાંચવાની ઇચ્છા જણાવી. તેના ઉત્તરમાં જણાવવાનું કે એ ગ્રંથ સર્વ શાસ્ત્રના સારરૂપ છે. તેનો નિયમિત અભ્યાસ શ્રદ્ધાપૂર્વક, યથાશક્તિ થાય તો લાભનું કારણ છે તથા સપુરુષના વિયોગમાં પરમ અવલંબન તથા માર્ગદર્શકરૂપ છે. તેનાથી પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે રુચિ ઘટી, પરમપદ પામવાની રુચિ જાગ્રત થાય તેવું ઉત્તમ નિમિત્ત છે, અને તે વાંચન મુમુક્ષુજને અવશ્ય કર્તવ્ય છે. તે સદ્ધોધના શ્રવણ, મનન, નિદિધ્યાસનથી મોક્ષમાર્ગ પ્રાપ્ત થવા યોગ્ય છેજી. ઉત્તમ તો એ છે કે સત્સમાગમમાં તેનું શ્રવણ, મનન કરવા યોગ્ય છે, પણ પુરુષનો યોગ ન હોય તો પોતાના જેવી યોગ્યતાવાળા સત્સંગીઓનો આત્માર્થે સત્સંગ કરવા યોગ્ય છેજી. તેવો પણ જોગ ન હોય તો પોતાનાથી બને તેટલા ઉત્સાહથી પવિત્રતાપૂર્વક, તે પુરુષના બહુમાનપણા સહિત, સંયમપૂર્વક, યથાયોગ્ય સદ્વાંચન, મનન કર્તવ્ય છેજી. સામાન્ય જાતનાં છાપાં, પુસ્તકો વાંચવાની હાલની ઢબ પ્રમાણે સૂતાં-સૂતાં કે મુસાફરીમાં વખત ગાળવા ખાતર, અવ્યવસ્થિતપણે કે નિરાદરપણે તે વાંચવા યોગ્ય નથી; પણ જેમ સદ્ગુરુ પાસે જઈએ ત્યારે વંદન, સ્તુતિ વગેરે કરીએ છીએ તેમ જ્યારે અવકાશ હોય ત્યારે તે પુસ્તક વાંચતાં પહેલાં નમસ્કાર કરવા અને વિચારવું કે હે ભગવાન! આ કળિકાળમાં આ મનુષ્યભવને લૂંટી લેનાર અનેક સાધનો છે તેમાંથી મુક્ત થઈ, જાણે બે ઘડી મરી જ ગયો હતો એમ વિચારી, બે ઘડી આ આત્માના કલ્યાણને અર્થે આપનાં વચનોનું શ્રવણ કરવાનો, વાંચન-મનન કરવાનો મને જે અવકાશ મળ્યો છે, તે મારું અહોભાગ્ય માનું છું અને બધા વિચારો તજી, આપનો જણાવેલો બોધ જ મને શ્રેયસ્કારી છે એમ વિચારી, આપના પ્રત્યક્ષ સમાગમતુલ્ય આપના પ્રત્યક્ષ વચનનાં શ્રવણ-મનનનો આનંદ મને પ્રાપ્ત થાઓ અને મારા દોષ દૂર થઇ, મોક્ષનું કારણ જે સમ્યક્દર્શન, તેનું નિમિત્ત આપનો બોધ નીવડો, એવી ભાવના વડે, દરરોજ નાહીને કે જ્યારે બે ઘડી અવકાશ મળે અને બીજા વિચાર દૂર કરી, એકાંતમાં બેસવાનો વખત મળે ત્યારે. શ્રદ્ધાપૂર્વક શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ વાંચવાથી ઘણા લાભનું કારણ છે. કોઈ પણ પ્રકારના આ લોકના સુખની અલ્પ પણ ઇચ્છા, એમાં રાખવી ઘટતી નથી. મોક્ષ સિવાય બધી ઈચ્છાઓ તજી, માત્ર મોક્ષ માટે જે જે ઉપાય તેમાં દર્શાવ્યા છે, તેને સમજવાની અને તે પ્રમાણે યથાશક્તિ વર્તવાની ભાવના રાખી, ન્યાયનીતિપૂર્વક વર્તી, નિરાભિમાની અને વિનયી બનવાની જરૂર છે, કારણ કે ધર્મનું મૂળ વિનય છે. જ્યાં ડોળ, દેખાવ અને અભિમાન હોય ત્યાં ધર્મનાં વચન બ્દયમાં ઊતરવાને બદલે જીભ ઉપર જ જઈને અટકી જાય છે, વાંચીને કોઈને કહેવામાં, ડાહ્યો ગણાવામાં આનંદ માની લે છે; પણ તેમાં જણાવ્યા પ્રમાણે આચરણ નથી થતું ત્યાં સુધી આત્માનું કલ્યાણ થતું નથી. આટલી સૂચના લક્ષમાં રાખી, કાળજીપૂર્વક અભ્યાસ કરશો તો અમૃત કરતાં પણ વિશેષ હિતકારી, એ વચનોનો સંગ્રહ છે. તે જીવને આત્મા ઓળખવા માટે યોગ્યતા અર્પ, સદ્ગનો યોગ થતાં આત્મહિત થાય તેવી દશા પ્રાપ્ત કરાવવા સમર્થ છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy