SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ) લક્ષ્મણ. આગલા ભવમાં એક રાજાના પુત્ર હતા. તેને એક પ્રધાનના છોકરા સાથે મિત્રતા હતી. તે બંને બહુ તોફાની હતા. એક દિવસ એક શેઠની છોકરીને જોઈને તેઓના મનમાં એમ થયું કે આ છોકરી સારી છે માટે આપણે ઉપાડી લાવવી. પ્રધાનના છોકરાએ કહ્યું, લઇ આવીશું. તેની તૈયારી કરી. તે વાતની શેઠને ખબર પડી ગઈ; એટલે તે રાજા પાસે આવ્યો અને બધી વાત કહી. રાજાએ આ બંને છોકરાઓને ફાંસીનો હુકમ આપ્યો, પણ પ્રધાને વિચાર્યું કે આમ ન થવું જોઇએ, પ્રધાને રાજાને કહ્યું કે હું એક માગણી કરું છું કે આ છોકરાઓને ન મારો, નહીં તો પછી રાજ કોણ કરશે ? બહ કહેવા છતાં રાજાએ ન માન્યું, અને કહ્યું કે બેયને મારી જ નાખો. પ્રધાને કહ્યું, એ કામ મને સોપો, હું મારીશ. રાજાએ કહ્યું, ભલે, તું માર. પ્રધાન બંનેને જંગલમાં લઈ ગયો. ત્યાં એક ઝાડ નીચે બંનેને બેસાડીને, એક પર્વત ઉપર ગયો અને તપાસ કરી આવ્યો. પછી છોકરાઓને કહ્યું: ‘હું તમને સિંહની ગુફામાં લઈ જવાનો છું, માટે મરવા તૈયાર થઈ જાઓ. જે તમારે સંભારવું હોય તે સંભારી લો, ઇષ્ટદેવનું સ્મરણ કરી લો. મરવા તૈયાર થઈ જાઓ. ડરશો નહીં.' છોકરા બોલ્યા : “આર્યો શાના ડરે ?'' પ્રધાન બંનેને પર્વત ઉપર લઈ ગયો. ત્યાં ગણધર પધારેલા હતા. ત્યાં જઈને ઉપદેશ સંભળાવ્યો અને બેય છોકરાઓ ગણધરદેવને સોંપી દીધા. ગણધર ભગવાને બંને જણને દીક્ષા આપી. પ્રધાન ઘેર આવ્યો ત્યારે રાજાએ પૂછયું કે છોકરાઓને ક્યાં મારી આવ્યો? પ્રધાને કહ્યું: “સિંહની એક ઊંડી ગુફા હતી, તેમાં હું નાખી આવ્યો છું; આપે કહ્યું તે પ્રમાણે જ કર્યું છે.' પછી રાજાને પશ્ચાત્તાપ થવા લાગ્યો, ત્યારે પ્રધાને કહ્યું : “સિંહની સમાન વીરતાથી આચાર પાળનારાઓને આપ્યા છે, અને તેઓ બંને દીક્ષા લઈ સાધુ થયા છે.” રાજાએ કહ્યું : “સારું.” રાજા પણ પછી વંદન કરવા ગયા. (પ્રજ્ઞાવબોધ પુષ્પ-૪૨) (બો-૧, પૃ. ૨૨૯, આંક ૧૨૦). પરમકૃપાળુદેવ/સપુરુષના યોગબળ વિષે D પરમકૃપાળુદેવનું અલૌકિક યોગબળ સમજવા તેના પ્રત્યે અનન્ય ભક્તિની જરૂર છે. તે વર્ધમાન કરતા રહેશો તો મને વિશેષ પ્રસન્નતા વર્તશે. અનેક પ્રકારના પ્રશ્નો ઊઠે, તે બધાનું સમાધાન યોગ્યતા વધે અંતરમાંથી જ મળી રહેશે. “ઊંડા ઊતરો.” એકનિષ્ઠાએ આરાધના કર્યા રહો. લૌકિકભાવોનું વિસ્મરણ કરતા રહેવાનો અભ્યાસ કર્તવ્ય છે). (બી-૩, પૃ.૫૪૭, આંક ૬૦૨) પરમકૃપાળુદેવનું યોગબળ જયવંત વર્તે છે, પણ તે મુમુક્ષુજીવો દ્વારા જ વર્તશે. માટે જેટલી પવિત્રતા મુમુક્ષજીવોના આચરણમાં પ્રગટશે તેટલું તેનું યોગબળ વિશેષ વર્ધમાન થતું જગતમાં જણાશેજી. તે માટે લોભની મંદતા કરી, સટ્ટાની બદીથી બચી, ભક્તિભાવમાં, પરસ્પર પ્રેમ, સહકાર, એકદિલીથી વર્તીશું, તો પ્રથમ તો અંતઃકરણમાં જ તેનો પ્રભાવ સ્પષ્ટ શાંતિરૂપે ઝળકશે અને જગતમાં તે ઢાંક્યો નહીં રહે. કોઇ હીરા ઉપર સૂર્યનું કિરણ પડે અને ઠીકરા ઉપર પડે, પણ હીરાના ચળકાટથી જે જુએ તેની આંખ આકર્ષાઈ દિલમાં પ્રસન્નતા પ્રગટાવે છે; પણ ઠીકરા ઉપર તેનું તે કિરણ પડતાં ઠીકરાની કાળાશ પ્રગટ કરી, ત્યાંથી દ્રષ્ટિ ખેંચી લેવા પ્રેરે છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy