SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૫ અઠ્ઠાવીસ માળા ‘‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ'' એ મંત્રની નીચેની ભાવનાસહ ફેરવવી : પહેલી ત્રણ માળા મિથ્યાત્વમોહનીય, સમકિતમોહનીય અને મિશ્રમોહનીય ક્ષય થવા એટલે ક્ષાયક સમકિત થવા, એ ત્રણ માળા ફેરવવી. પછી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ જવા ચાર માળા; અને અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ જવા બીજી ચાર માળા; અને પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ જવા ત્રીજી ચાર માળા; અને સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ જવા ચોથી ચાર માળા; એટલે સમકિતને રોકનાર અનંતાનુબંધી કષાય, દેવ્રતને રોકનાર અપ્રત્યાખ્યાની કષાય અને મુનિપણાને રોકનાર પ્રત્યાખ્યાની કષાય તથા પરમશાંતિ કે કેવળજ્ઞાનને ન પ્રગટવા દે તેવા સંજ્વલન કષાય ટાળવા, એ સોળ માળા થઇ. હવે નવ માળા નવ દોષો જવા ફે૨વવાની છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા (જુગુપ્સા), સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ (ત્રણ મલિન ભાવ) ક્ષય થવા, નવ માળા ગણવી. પાંચ માળા રહી, તે જ્ઞાન ઉપર આવરણ કરનાર પાંચ કર્મો ટાળવા ભાવના કરવાની છે : (૧) મતિજ્ઞાન નિર્મળ થવા, (૨) શ્રુતજ્ઞાન પ્રગટવા, (૩) અવધિજ્ઞાન થવા, (૪) મન:પર્યવજ્ઞાન ઊપજવા, અને (૫) કેવળજ્ઞાન પ્રકાશવા - પાંચ માળા ‘‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.’’ બંને મળી, ભક્તિ ચાર દિવસ કરશો તો ઘણો આનંદ અને ઉત્તમ ભાવ સ્ફુરશેજી. રોજ ન બને તો, પહેલો દિવસ ભેગા મળી માળા ફેરવશો. (બો-૩, પૃ.૬૦૪, આંક ૬૯૫) મોહનીયકર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિ અને પાંચ જ્ઞાન તથા ત્રણ રત્ન મળી, છત્રીસ માળાનો જે ક્રમ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ ગોઠવ્યો છે, તેનો વિચાર થવા તથા સમાધિમરણની તૈયારીરૂપ એ ક્રમ આરાધવા ઇચ્છા અને અનુકૂળતા હોય તો હરકત નથી. રોજ ન બને તો પૂર્ણિમા કે તેવો કોઇ દિવસ નક્કી કરી, અઠવાડિયે - પખવાડિયે ભાવપૂર્વક તે ક્રમ સેવવાથી, તે તે પ્રકૃતિઓનું ઓળખાણ અને કર્મરહિત થવાના ઉપાયની ઝાંખી થાય, તેવું બળ મળવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૬૨૧, આંક ૭૨૧) I ૫.પૂ. પ્રભુશ્રીજીએ દિવાળીપર્વ ઊજવવા ફરમાવ્યું છે, તેનું ફળ સમાધિમરણ છેજી. જેમ મયણાસતીએ શ્રીપાળનો કોઢ જવાનો ઉપાય ગુરુમુખે સાંભળી આદર્યો તો ઇચ્છિત પ્રાપ્તિ થઇ; તેમ જેને સમાધિમરણ પ્રાપ્ત કરવું હોય તે આ દિવાળીપર્વ, વર્ષમાં એક વખત આદરે તો સમાધિમરણની પ્રાપ્તિ થાય, તેવું તેમાં દૈવત રહેલું છેજી. સામાયિક લઇને બેઠા હોઇએ તેમ સામટી છત્રીસ માળા ન ફેરવાય તો અઢાર માળા કે બાવીસ માળા પ્રથમ ફેરવી, થોડો વખત જવા દઇ અનુકૂળતાએ ફરી અઢાર માળા કે બાકીની પૂરી કરવી. મૃત્યુ મહોત્સવરૂપ લાગશે. (બો-૩, પૃ.૬૦૫, આંક ૬૯૬) દિવાળી ઉપર સમાધિમરણ વ્રતની છત્રીસ-છત્રીસ માળા ચાર દિવસ ફેરવી હશે”. જપ‚ તપ, ક્રિયા, કમાણી બધું કરીને છેવટે સમાધિમરણ કરવું છે, એ લક્ષ મુમુક્ષુના અંતરમાં હોય છે. એક વાર સમાધિમરણ થાય તેને કોઇ ભવમાં પછી અસમાધિમરણ થાય નહીં એવો નિયમ છે; તો એ
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy