SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૫૧) આ બાબતોનો વિચાર, નિર્ણય કરી તેવા અભ્યાસની કાળજી રાખી હશે તો આખરે ગભરામણ નહીં થાય, પણ જોયેલે રસ્તે નિર્ભયપણે મુસાફરી થાય, તેમ સહજસ્વભાવે આત્મભાવમાં વૃત્તિ રહે અને સમાધિમરણ થાય; માટે બીજી બાબતો બને તેટલી ગૌણ કરી, પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનાં વચનોનો વિચાર બને તો બધા એકઠા મળીને કે તેવો જોગ ન હોય તો સૌએ એકાંતે પોતાને માટે કર્તવ્ય છેજી. તેમાં ગાળેલો કાળ અલેખે નહીં જાય, બલકે એ જ ખરું જીવન છે. બાકીનો કાળ જે લોકવ્યવહારમાં જાય છે, તે તો ધમણની પેઠે શ્વાસ લેવામાં અને મૂકવામાં, વ્યર્થ વહી જાય છે. (બી-૩, પૃ.૬૦૮, આંક ૭૦૧) D આપની ભાવના સત્સંગની રહે છે તથા અહીં આવવા ધારો છો, તે જાણ્યું. શરીરનો પ્રતિબંધ ઓછો કરી, ગમે તે ભોગે આશ્રમમાં દેહ છૂટે તો મારું સમાધિમરણ થશે, એવી શ્રદ્ધા દ્રઢ કરી જો આવશો તો હિતકારી છે'. તમે તો સમજુ છો પણ જે દ્રઢતા જોઇએ, તે રહેતી નથી. મરણથી પણ ડરવું નહીં, એવી અડગ શ્રદ્ધા અને સહનશીલતા જીવ ધારણ કરે તો દુઃખના ડુંગર પણ દૂર થઇ જાય. શ્રી ગજસુકુમાર જેટલું તો આપણે દુ:ખ નથી આવ્યું છતાં મારું-મારું હોય ત્યાં જીવ તણાઈ જાય છે. તે અહંભાવ-મમત્વભાવને શત્રુ સમજી, એક પરમકૃપાળુદેવ જ મારા છે, તેને શરણે મારા આત્માનું કલ્યાણ જ થશે; ભલે દેહના દંડ દેહ ભોગવે, તે તો ના કહ્યું અટકે તેમ નથી, પણ આટલો ભવ સહનશીલતા કેળવવા અને સમાધિમરણ સાધવા ગાળવો છે, એમ દ્રઢતા કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૭૯૧, આંક ૧૦૧૨) D સમાધિમરણ કરવું હોય તેને તો વેદનીયકર્મ આવકારદાયક છે. સમાધિમરણ વખતે કેવા ભાવ રાખવા ? તે શીખવાની નિશાળરૂપ અશાતાવેદનીય છે. શાતાવેદનીયમાં દેહ અને આત્મા ભિન્ન છે એમ સાંભળેલું, દુઃખ આવ્ય ખસી જાય છે; પણ વેદના ભોગવતાં-ભોગવતાં દેહના ધર્મ અને આત્માના ધર્મ ભિન્ન વિચારીને ભાવના કરી હોય તો તે તૈયારી, આખરે સમાધિમરણ કરાવે છેજી. (બો-૩, પૃ.૪૯૧, આંક ૫૨૪) D “ધીરજનાં ફળ મીઠાં છે' એવી કહેવત છે. એ લક્ષ રાખી, જે જે કર્મના ફળરૂપે ભોગવવાનું આવી પડે, તે સમતાપૂર્વક સદ્ગુરુમાં લક્ષ રાખી, ભોગવી લેવાની શૂરવીરતા શીખી રાખેલી, મરણ વખતે કામ લાગે છેજી. સમાધિમરણ કરવું હોય તેણે કેટલી બધી તૈયારી કરી રાખી હોય તો તે પ્રસંગને પહોંચી વળાય તેનો કંઈક ખ્યાલ, વેદના સહન કરવાના અવારનવાર પ્રસંગ આવી પડે છે ત્યારે સમજાય છે; અને જે જે ખામીઓ તેવા પ્રસંગે લાગે, તે વેદનાનો કાળ પૂરો થયે કે તે દરમ્યાન, તે તે ખામીઓ દૂર કરવાના ઉપાય શોધીને આદરતા રહેવાની જરૂર જણાય છે. આત્માનો ઉદ્ધાર કરવાની ઊંડી દાઝ જેના દયમાં જાગી છે, તેણે તેવા પ્રસંગે મળેલી શિખામણ વિસરવા યોગ્ય નથી. કચાશ જેટલી છે તે દૂર કર્યે જ છૂટકો છે. માટે વિશેષ પુરુષાર્થ સ્લરાવવાની જરૂર છે. પ્રમાદમાં ને પ્રમાદમાં અનંતકાળ વહી ગયો. (બી-૩, પૃ.૩૨૬, આંક ૩૨૦) | મનને અઘરું પડે તોપણ, આંખો મીંચીને પણ, સપુરુષે જણાવેલા સસાધનમાં વિશેષ કાળજી રાખી, કંઇક તેનો અભ્યાસ પડી જાય, સહેલાઇથી તેમાં જ વૃત્તિ રહ્યા કરે એવો ઉપાય કરી મૂક્યા વિના, ભારે
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy