SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૪૩) T માથે મરણ છે એમ વારંવાર બોધમાં સાંભળ્યું છે; હાલ તો પ્રત્યક્ષ બોમ્બગોળા આદિ પ્રસંગોથી તથા ગોળીબાર વગેરેના સમાચારોથી સંભળાય છે. મરણ સમીપ જ સમજીને, વિચારવાન જીવે વૈરાગ્યની વૃદ્ધિ કરતા રહેવાની જરૂર છેજી. ક્ષણ-ક્ષણ આયુષ્ય ઓછું થતું જાય છે તે મરણતુલ્ય સમજી, જીવન સફળ થવા, સત્સંગ થયેલો નિષ્ફળ ન થવા દેવા, જ્ઞાનીપુરુષના શરણમાં બુદ્ધિ રાખી, નિર્ભય હવે તો થઇ જવું ઘટે છેજી. જેટલી નિઃશંકતા તેટલી નિર્ભયતા પ્રગટે; માટે “શ્રદ્ધાં પરમ ટુર્નાદ” કહી છે, તે ગમે તેમ કરી, આટલા ભવમાં કરી લેવી ઘટે છેજી. (બો-૩, પૃ.૪૨૫, આંક ૪૩૪) સમાધિમરણ T ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું છે કે આશ્રમમાં જેનો દેહ છૂટશે, તેનું સમાધિમરણ થશે. આ આપને લક્ષ રહેવા જણાવ્યું છે. ભાવના તો તે જ રાખવા યોગ્ય છે, પછી જેવો પ્રારબ્ધનો ઉદય; પણ પુરુષાર્થ-ધર્મને પ્રધાને રાખી, વર્યા જવા વિનંતી છેજી. (બી-૩, પૃ. ૨૭૦, આંક ૨૬૩) “સંયોગ સંબંધ, સ્ત્રી, પુત્ર, માતા, પિતા, ભાઈ આદિ સર્વ પર્યાય છે; કર્મજન્ય વિભાવિક પર્યાય છે અને નાશવંત છે, માટે તે કોઈ મારાં નથી. મારા તો એક સપુરુષરૂપી પરમકૃપાળુદેવ છે અને તેમણે જે આજ્ઞા કરી છે અને કહ્યો છે તેવો સહજાત્મસ્વરૂપી એક આત્મા જ છે. તે આત્મસ્વરૂપ – આત્મા છે, નિત્ય છે એ આદિ છ પદને પરમકૃપાળુદેવે કહ્યા છે, તે સ્વરૂપવંત છે - એ મારો છે, એમ માનવું. અત્યારથી તૈયારી કરી રાખવી અને ભાવના રાખવી કે હું મરણ સમયે આ આજ્ઞા જ માનીશ, બીજું કંઈ નહીં માનું; અને એમ માનવાથી જ, એ માન્યતા રહેવાથી - તે સાથે જે મરણ છે તે સમાધિમરણ છે.” (પ્રભુશ્રીજીનો બોધ) (બી-૩, પૃ.૪૮૫, આંક ૫૧૭) પ.પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું છે કે મરણ વખતે સ્મરણમાં ચિત્ત રહે અને આત્મા, જ્ઞાનીએ જાણેલો તેમાં જણાવ્યો છે, તે જ મારે માન્ય છે, તો તે સમાધિમરણ છે. મંત્રમાં તો ચૌદ પૂર્વનો સાર છે; આત્મા ભરી આપ્યો છે. તેનું અવલંબન પ્રગટ આત્મસ્વરૂપ એવા જ્ઞાનીને શરણે મરણપર્યત ટકાવી રાખવાનું છેજી. હું સમજી ગયો, એમ કરી વાળવા જેવું નથીજી. (બો-૩, પૃ.૭૦૮, આંક ૮૫૩). I પૂ. ... ની માંદગી ગંભીર છે એમ જાણ્યું. ખમી-ખમાવી, પરમકૃપાળુદેવનાં શરણમાં રહેવાની ભાવના કરી, તે જ આધારે જીવન હોય ત્યાં સુધી ભાવ દૃઢ રાખી, અંતે જ્ઞાનીને શરણે, પરમકૃપાળુદેવને આશરે દેહ છોડવા ભલામણ છેજી. મંત્રમાં મન અહોરાત્ર રહે તેવી છેવટે ગોઠવણ થાય તો જરૂર કર્તવ્ય છેજી. પોતાનાથી ન બોલાય તો જે સેવામાં હોય તેણે “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એ મંત્ર દરદીના કાનમાં પડયા કરે તેટલા ઉતાવળા અવાજે બોલ્યા કરવા યોગ્ય છે અને સાંભળનારે આ મારા સમાધિમરણની ખરી દવા છે એમ જાણી, વેદનામાંથી મને ખસેડી, પરમકૃપાળુ પરમાત્માના સ્વરૂપમાં મનને સ્થાપવા પ્રયત્ન કર્તવ્ય છેજી. એમ મંત્રની ભાવનામાં દેહ છૂટે, તેનું સમાધિમરણ થયું ગણાય, એવું ૫.૩.૫.પૂ. પ્રભુશ્રીજીએ ઉપદેશ્ય છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy