SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સમાગમનો યોગ પામવો બહુ દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુજીવનું નિરંતર ચિત્ત વર્તે છે.” (૭૮૩) આવું પરમકૃપાળુદેવે કહ્યું છે, તે સાચું છે. તેના આશ્રિતનું તો કલ્યાણ જ છેજી. તેની ગતિ વગેરે જે થાય છે, તેને કર્મ ખપાવી મોક્ષમાર્ગમાં દોરનાર જ હોય છે, એટલે તેમના સંબંધી આપણે કંઈ વિકલ્પ કરવા યોગ્ય નથી. સ્વ. ....ને જ્યારથી પરમકૃપાળુદેવનું માહાસ્ય સમજાયું ત્યારથી તે આશ્રમવાસી બની ગયા અને ઠેઠ સુધી તેમની ભાવના પરમકૃપાળુદેવના શરણમાં રહી. એ બહુ સારું બન્યું છે.જી. પૂર્વના સંસ્કારને લઇને તમારા બધાની સેવાભાવના બળવાન બનાવી, તેઓ આ ભવમાં કરવા યોગ્ય મુખ્ય કાર્ય - સાચા પુરુષની શ્રદ્ધા, તે દ્રઢ કરી સાથે લઈ ગયા છે. તેવી શ્રદ્ધા વિશેષ-વિશેષ સત્સંગના પ્રસંગ મેળવી, આપણે સર્વ નાના-મોટાએ કરી લેવાથી, આ મનુષ્યભવ મળ્યાની સફળતા માનવી ઘટે છેજી. (બો-૩, પૃ.૪૭૬, આંક ૫૦૫) | આપને ચિંતાનું કારણ ઊભું થયું છે તે સાંભળી, બે અક્ષર લખું છું કે મુમુક્ષુ જીવે સંસારના પ્રસંગોમાં કોઈ દિવસ તન્મય થઈ જવા યોગ્ય નથી. એક જ્ઞાની પુરુષ અને બીજા તેના આશ્રિત મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તેનો વિચાર કરશો કે જ્ઞાની પુરુષના આશ્રિતમાં કેવા ગુણો જોઈએ કે જેથી તે મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે એમ કહેવાય? પરમકૃપાળુદેવે એક પત્રમાં જણાવ્યું છે કે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦) જગતના તુ છ પદાર્થો કરતાં આત્મા અનંતગણો મૂલ્યવાન છે એમ સમજી, તે તુચ્છ વસ્તુમાં તન્મય થઈ આર્તધ્યાન ન થાય, તેમ મુમુક્ષુને કર્તવ્ય છેજી. ભક્તિ-નિયમમાં વિઘ્ન ન પહોંચે, તેમ બનતો પ્રયત્ન કર્તવ્ય છેજી. પત્રાંક ૩૨૧ પૂરો વિચારી, સદ્ગુરુનું આલંબન દૃઢ થાય, તેમ પ્રવર્તવા વિનંતી છે.જી. રોજ મરણનો વિચાર કરવાથી વૈરાગ્ય અને અનાસક્ત ભાવ વધે છે, એમ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા. (બી-૩, પૃ.૩૦૦, આંક ૨૯૦) આપની તબિયત વિશેષ નરમ રહે છે, તો બનતી સંભાળ રાખતાં હશો. જોકે આપણું ધાર્યું કંઈ થતું નથી; શરીર કર્મને આધીન છે અને ભાવ આત્માને આધીન છે; તોપણ જેમ શરીરની માવજત, દવા વગેરે ઉપચારોથી કરાય છે, તેમ મોટો રોગ તો મરણ નો છે અને તે અચૂક આવનાર છે, છતાં જીવ મોહવશ તેની તૈયારી કરતો નથી, ગફલતમાં રહે છે. મહાપુરુષો મરણને સમીપ જ સમજીને ચેતતા રહે છે; તો મહાપુરુષના આશ્રિતે પણ, તે જ માર્ગ ગ્રહવો ઘટે છે. (બી-૩, પૃ.૪૬૮, આંક ૪૯૩) ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નહિ; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાંહિ.” જ્ઞાની એવા હોય તો તેના આશ્રિતનો માર્ગ એ જ હોય કે બીજો ? તે ઊંડા ઊતરી વિચારવા ભલામણ છેજ. ‘ફિકરકા ફાકા ભર્યા, તાકી નામ ફકીર.” એ જ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૪૪૦, આંક ૪૬૦) D જગત જેને સુખ માને છે અને જગત જેને દુઃખ માને છે, તે જ માન્યતા જેની રહી હોય, તે જ્ઞાનીનો આશ્રિત નથી. જ્ઞાનીનું કહેલું જેને સર્વ પ્રકારે સંમત છે, તે જ્ઞાનીનો આશ્રિત અને સમ્યક્દર્શનનો અધિકારી છે'. તે વારંવાર વિચારવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૪૬૫, આંક ૪૮૯).
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy