SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૩૮) તે હવે કંઈ કરી શકે તેમ નથી. ચોરાસી લાખના ફેરામાં એક મનુષ્યભવમાં કંઈ નિરાંત છે; બાકી કીડી-મકોડી, કાગડા-કૂતરા, માખી-મચ્છર એ જીવો શું ધર્મ સમજે ? શી રીતે આરાધી શકે ? આપણે જેટલા દિવસ, આ મનુષ્યભવના જોવાના બાકી છે, ત્યાં સુધી ધર્મનું આરાધન કરી લેવું કે ફરીથી ચોરાસી લાખના ફેરામાં ફર-ફર કરવું ન પડે. (બી-૩, પૃ.૧૭૯, આંક ૧૮૨) નથી રોગોથી ધેરાયો, જરા પીડે ન જ્યાં સુધી; - નથી મૃત્યુ-મુખે પેઠો, સાઘ કલ્યાણ ત્યાં સુધી. બળતા ઘરમાં કોઈ ઊંઘતો હોય, તેને કોઇ જગાડવા હાંકો મારે; તેમ કોઇના મરણ પછી થતા અવાજો સમજવા યોગ્ય છે. ચેતવા જેવું છે; નહીં તો આખો લોક બળી રહ્યો છે; દુઃખે કરી આર્ત છે, તે હોળીમાં આપણો પણ નાશ થવાનો વખત આવી પહોંચશે. જેમનો દેહ છૂટયો, તેમને મનુષ્યભવમાં વિશેષ વખત રહેવાનું બન્યું હોત તો ધર્મ-આરાધન વિશેષ થઈ શકત, તે તક હવે તેમને મળવી દુર્લભ છે એમ વિચારી, આપણા દિવસો વિશેષ ધર્મ આરાધવામાં જાય, તેમ કરી લેવા યોગ્ય છેજી; કારણ કે કાળનો ભરોસો નથી, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે ત્યાં પ્રમાદ ઘટે નહીં. જે ગયા, તે આપણને મૂંગો ઉપદેશ આપતા ગયા છે કે અમે કંઈ લઈ જતાં નથી; જેને મારું-મારું કરી, એની એ કડાકૂટમાં આખું આયુષ્ય ગાળ્યું, તેમાંનું કશું કામ આવ્યું નહીં; કંઇક ધર્મ પ્રત્યે રુચિ થયેલી, સપુરુષ પ્રત્યે, તેનાં વચનો પ્રત્યે પ્રતીતિ થયેલ કે શ્રદ્ધા કરેલી, તે દરેકની સાથે ગઈ. માટે આ સ્વપ્ન જેવા સંસારમાં હવે મોહ-મમતા ઓછી કરી, જ્ઞાની પુરુષના માર્ગે કંઇક આગળ વધાય અને આત્મશાંતિ થાય તેમ પ્રયત્ન કર્તવ્ય છે. (બી-૩, પૃ.૧૫, આંક ૧૯૭) | પવિત્ર આત્મા પૂ....એ દેહત્યાગ આશ્રમમાં કર્યો છેજી. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની તેમણે ઘણી સેવા કરેલી, તેમની આજ્ઞા ઉઠાવેલી અને નિઃસ્પૃહપણે સાધુ જેવું જીવન ગાળેલું. તેના પ્રભાવે, તે આ ક્ષણિક દેહ ત્યાગી, કરેલાં શુભ કર્મ ભોગવવા અન્યત્ર ગયા છેજી. આપણે બધાને એવો એક દિવસ જરૂર આવવાનો છે. તેની તૈયારી કરતા રહીએ તો પુરુષના આશ્રિત યથાર્થ ગણાઇએ અને જો પ્રમાદમાં, ક્ષણિક વસ્તુઓની લેવડદેવડમાં, જે તૈયારી કરવાનો વખત મળ્યો છે તે, ગુમાવીશું અને એકાએક તેવો દિવસ આવી ચઢશે તો ગભરામણનો પાર નહીં રહે, પસ્તાવો વારંવાર થશે છતાં કંઈ વળશે નહીં. માટે બને તેટલી પળો મોક્ષ-ઉપાયમાં ગાળવાનો લોભ રાખવા યોગ્ય છેજી. ધન કરતાં ભવનું આયુષ્ય અનંતગણું કીમતી છે એમ ગણી, જતા દિવસની જેટલી ક્ષણો ધર્મધ્યાનમાં જાય તેટલી સંપત્તિ, સાચી કમાણી ગણી, તે તરફ વિશેષ વૃત્તિ વળગી રહે, તેવો અભ્યાસ પાડી દેવાની જરૂર છેજી. વચમાં કોઇ કારણે તમને લાગેલું કે હવે વધારે જીવવાનું નથી, તો કેવી ચીવટ, જાગૃતિ રહેતી હતી અને તે વૈરાગ્યની મંદતા થતાં, જાણે હવે કંઈ ફિકર નથી, એમ થતું હોય તો તેનું શું કારણ છે, તે શોધવા યોગ્ય છેજી. મરણ નથી આવવાનું એમ તો છે જ નહીં; પણ હમણાં કાંઈ એવો સંભવ નથી એમ જાણી, જીવ આંખ-મીંચામણાં કરે છે; પણ જ્ઞાની પુરુષો તો મરણને સમીપ સમજીને, કેવળજ્ઞાન થતાં સુધી
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy