SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૨૫ તેનો મારે વિચાર કરવો. જે પુત્ર કહેવાતો, તે આત્મા હતો; તેના તરફ મોહબુદ્ધિ કરી, મને તે મદદ કરશે એવી આશા હું ધારતો હતો, તે મારી ભૂલ હતી; તે ભૂલ મરણ સ્વીકારીને તે બાળકે, ગુરુરૂપે મને બતાવી કે કોઇ કોઇનું નથી, સર્વ કર્માધીન પરવશ છે; મરણ વખતે માતાપિતા કે ભાઇબહેન કોઈ બચાવી શકે તેમ નથી, માત્ર જેટલો બોધ અને વૈરાગ્ય જીવમાં પરિણામ પામ્યો હશે, તેટલો જ ત્યાં બચાવ થાય તેમ છે. તે કર્મબંધથી મુકાવનાર છે. આવા દુ:ખના, શોકના પ્રસંગે પણ બોધ અને વૈરાગ્ય, સદ્ગુરુકૃપાએ જેટલો અંતરમાં ઉતાર્યો હશે, તે આર્તધ્યાન કરતાં અટકાવશે કે ખાતર પાછળ દિવેલનો ખર્ચ કરવા જેવું મરણ પાછળ દુઃખી થવું નકામું છે. નથી ગમતાં તેવા કર્મો, નવાં બાંધવાનું કારણ, મહાભયંકર તિર્યંચગતિના બંધનું કારણ આર્તધ્યાન છે. સમજુ જીવો આવે વખતે ચેતી જઈ સદ્ગુરુનાં વચનોનું અવલંબન અને આશ્વાસન શોધી, સત્સંગ શોધે છે કે મુમુક્ષુજનોનો સહવાસ ઇચ્છે છે, યાત્રા વગેરેના બહાને જે જે વસ્તુઓ જોઇને આર્તધ્યાન થાય, તે તે વસ્તુઓ કે તે તે સ્થળોથી દૂર વિચરે છે, કંઈક ચિત્તની સ્થિરતા થયે ઘેર આવે છે; પરંતુ મારવાડમાં તો વિલાપ કરવાનો છ-છ માસ સુધીનો રિવાજ છે, તેથી તો તે ભુલાઈ જતી હોય તો તાજી કરી આર્તધ્યાન ઊભું કરવાનો ઊંધો રિવાજ છે, ત્યાં મુમુક્ષુજીને કેવી રીતે આર્તધ્યાનથી બચવું, તે બધા મુમુક્ષુજનો મળી વિચાર કરશો અને કર્મબંધનાં કારણો ઓછો થાય તે સન્માર્ગ, કેમ વર્તમાન પ્રસંગે આદરવો, તે યથાશક્તિ વિચાર કરી, સર્વને સંમત કોઈ રસ્તો લેવા યોગ્ય લાગે, તે લેવો ઘટે છેજી. ગમે તે રસ્તે પણ શોક ઘટાડવો. જ્યાં નિરૂપાયતા ત્યાં સહનશીલતા એ જ ઉપાય છેજી. (બો-૩, પૃ.૧૪૦, આંક ૧૪૧) D આપનું કાર્ડ, ખેદજનક પ્રસંગનું મળ્યું. જેણે પુરુષનાં દર્શન કર્યા છે, તેમનો બોધ સાંભળ્યો છે, ભક્તિભાવ જાગ્યો છે તેણે સંસારના ખેદકારક પ્રસંગોમાં આર્તધ્યાનમાં ચિત્ત જતું રોકી, ભક્તિભાવમાં, સદ્વાંચન-વિચારમાં મન પરોવવું ઘટે છેજી. જે બનનાર હતું, તે બની ગયું. તે વિષે નૂરી મરે તોપણ અન્યથા થવાનું નથી એમ વિચારી, જ્ઞાની પુરુષો જે ત્યાગવાની વારંવાર ભલામણ કરે છે, એવા સંસારનું અસારપણું વિચારવું ઘટે છે તથા આપણે માથે પણ મરણ ઝપાટા દઈ રહ્યું છે, તેનો વારંવાર વિચાર કરતા રહી, સમાધિમરણની તૈયારીમાં મારો કાળ મુખ્યપણે ગાળવો છે, એવો નિશ્રય કરવાથી અને તેનો લક્ષ રાખવાથી, ખેદ પલટાઈને વૈરાગ્ય ઉદ્ભવશે. સંસારનાં ફળ દુ:ખદાયી છે, વિષયભોગ ઝેર જેવાં છે અને દેહ રોગનું ઘર છે એમ ચિંતવી, બ્રહ્મચર્ય, સાસ્ત્રનું વાંચન કે શ્રવણ તથા પરભવ સુધારવાનો નિશ્ચય હિતકારી જાણી, પરમકૃપાળુદેવનું શરણ વૃઢપણે ગ્રહી, તેમનાં અધ્યાત્મરસપોષક વચનો મુખપાઠ કરવાના પુરુષાર્થમાં પ્રવર્તવા ભલામણ છેજી છ પદનો પત્ર, આત્મસિદ્ધિશાસ્ત્ર તથા પત્રાંક ૬૮૯, થોડું-થોડે મુખપાઠ કરવાનો પુરુષાર્થ લઈ મંડશો તો બધું વિસારે પડશે અને વૈરાગ્યની વૃદ્ધિ થતાં સમ્યક્ત્વનું કારણ થશે. (બો-૩, પૃ.૭૬૫, આંક ૯૭૦)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy