SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૪) આત્મા જેવો છે તેવો તેનો વિચાર ન આવે, તેનું કારણ અયોગ્યતા છે. યોગ્યતા આવ્યા વિના નિર્ણય કરવા જાય તો થાય એવો નથી. (બો-૧, પૃ. ૨૭૮, આંક ૧૬) D ધિક્કાર છે આ કાળને કે તેના શત્રુરૂપ સત્વરુષનો વિયોગ સાધી, તે પોતાનું બળ પ્રવર્તાવ્યે જાય છે. જે કોઇ, રડયો-ખડયો, તેના પંજા પાસે પહોંચ્યો નથી – તેણે પુરુષનું શરણ સાચવી, ગુપચુપ પોતાનું કામ કરી લેવા યોગ્ય છે. ઘંટીમાં ખીલાની પાસે પડી રહેલા દાણા દળાતા નથી, પણ દૂર જેટલા ઢળી જાય છે, તે પિસાઈ જાય છે; તેમ પુરુષને વિસરીને કરણી થશે, તે આત્માને પીસનારી સમજવા યોગ્ય છે'. (બી-૩, પૃ.૧૫૧, આંક ૧૫૧) સપુરુષના સંગે જાગેલા ભાવો જાગતા રાખવા, હવે કેડ બાંધીને મંડી પડવા જોગ અવસર આવ્યો છે. પાછલા પહોરના આથમતા સૂર્ય જેવાં બે ઘડીનાં જીવન માટે, હવે ફિકર કરવી નથી. દેહનું જેમ થતું હોય તેમ થવા દઈ “થાવું હોય તે થાજો, રૂડા રાજને ભજીએ.” એ ભાવ નિરંતર બ્દયમાં રાખી, તેના ચરણના શરણથી નિર્ભય રહેવું, આનંદિત રહેવું અને સોનેરી ક્ષણો જે સપુરુષના યોગમાં ગાળી છે, તેનું સ્મરણ વારંવાર સ્મૃતિમાં લાવી, તે જ રંગમાં રંગાયેલા રહેવા ઉત્તમ નિમિત્તો ઈચ્છવાં. અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, દેહે પણ કિંચિત મૂછ નવ જોય જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?'' સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬) ઠેઠના ભાથારૂપ આ શિખામણ દ્ધયમાં કોતરી રાખવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૨૫૯, આંક ૨૫૩) | સત્સંગની ભાવના રહ્યા કરે છે તથા સ્મરણ કર્યા કરો છો, એમ જાણી સંતોષ થયો છેજી. આ ભવમાં સાચા પુરુષની શ્રદ્ધા તેમ જ તે પરમપુરુષનું શરણ મરણ સુધી, અનન્ય ભાવે, જે ટકાવી રાખશે, તેને આ દુષમકાળ પણ ચોથા આરા જેવો છેજી. (બો-૩, પૃ.૫૨૪, આંક પ૭૦) || જ્ઞાની પુરુષે મંત્ર આદિ આજ્ઞા કરી છે, તેના ઉપયોગમાં જીવ રહે તો તે સમ્યફદશા પ્રાપ્ત કરવાનું પ્રગટ કારણ છેજી. પરોક્ષપણે પણ જ્ઞાનીનું શરણ, જીવને પ્રત્યક્ષસ્વરૂપે પ્રગટ થવાનું સાધન છે. જેવો જ્ઞાનીએ જોયો છે તેવો જ મારો આત્મા છે. અત્યારે મને તેની ખબર નથી, પણ તેણે કહ્યો છે તેવો જ આત્મા મારે માનવો છે, એવી માન્યતા કરવી - તે અત્યારે બની શકે તેમ છે. તેવી માન્યતાથી જડભાવ પ્રત્યે વૈરાગ્ય રહે, આત્મભાવમાં ઉજમાળતા આવે, જ્ઞાનીનાં વચન વધારે સમજાતાં જાય અને કર્મ માર્ગ આપે ત્યારે સૂક્ષ્મ વિચારથી જીવ ઊંડો ઊતરે ત્યારે યથાર્થ શુદ્ધસ્વરૂપની પ્રતીતિ પ્રગટે છેજી. સપુરુષના આશ્રયે પુરુષાર્થ કરતાં, પરમાર્થદશા પ્રાપ્ત થાય છે, એ નિઃશંક વાત છેજી. (બો-૩, પૃ.૭૬૫, આંક ૯૬૮)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy