SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૨ અનંતકાળ આમ ને આમ પ્રમાદમાં ગયો; પણ હવે તે દોષ ટાળી, આત્માને શાંતિ પ્રાપ્ત થાય તેવો યોગ આવ્યો છે તો તે વખત ઊંધ આદિ લૂંટારા બહુ લૂંટી ન જાય તો જિંદગી સુખે લાંબી લાગશે. (બો-૩, પૃ.૨૯૨, આંક ૨૮૧) બને તો રાત્રે પણ જાગી જવાય ત્યારે માળા લઇને બેસવું, ઊભા રહીને માળા ગણવી કે ફરતાં-ફરતાં પણ ગણવી; પણ ઊંઘ ઓછી થતી જાય અને માળાનો ક્રમ વધતો જાય તેમ થોડું-થોડે રોજ વધારતા રહેવાની જરૂર છે. એકદમ આખી રાત જાગવાથી બીજો દિવસ ઊંઘવામાં કે ઠેકાણા વગરના કામમાં જશે, માટે ઉતાવળ નહીં કરતાં મહિને-મહિને એકાદ કલાક ઊંઘ ઘટાડતા જવું અને પાછલી રાતના ઊંધ થોડી લઇ લેવી. આમ કરતાં શું પરિણામ આવે છે તે પુરુષાર્થ કર્યે સમજાશે. જો શરીર હાલ અશક્ત હોય તો ઠીક થયે તે ક્રમ કરી જોવાનો વિચાર રાખવો પણ માંદગી તો વળી સ્મરણનો મોટો આધાર છે. સ્મરણ કરતાં-કરતાં દેહ છૂટી જાય તો ઊલટું સારું. એવું ભાગ્ય ક્યાંથી હોય ! પણ હાલ જયાં સુધી તમારે માતુશ્રીની સેવા વગેરે કરવાની છે ત્યાં સુધી શરીરની કાળજી રાખી, તેમને પણ ધર્મધ્યાનમાં મન પરોવાયેલું રહે તેવું વાંચી સંભળાવવું, કે તેમને ઊંઘ ન આવે ત્યાં સુધી સ્મરણ, ભક્તિ વગેરેમાં મન જોડાય તેમ વર્તવું ઠીક છે. ખાવામાં સાદો ખોરાક, કંઇક ઊભું પેટ રહે, ઊંધ ઓછી આવે તેવો ખોરાક લેવો એટલે ઘી, દૂધ, દહીં ઓછાં વાપરવાં. બીજી વાતોમાં ન પડવું. ન-છૂટકે અસત્સંગી જીવો સાથે બોલવાનું રાખવું. માળા ગણતાં પરમકૃપાળુદેવના ચિત્રપટ તથા તેમના ગુણો, તેમના ઉપકારનું સ્મરણ રહે, તેમની વીતરાગમુદ્રા લક્ષમાં રહે તેમ કરવું. (બો-૩, પૃ.૩૩૯, આંક ૩૪૨) નિદ્રા જીતવા સંબંધી તમે ભાવના પત્રમાં જણાવી છે તેના ઉપાયરૂપ સંક્ષેપમાં લક્ષમાં રાખવા યોગ્ય આ છે : (૧) જિતાશ(સ)ન = આહાર અથવા આસનનો જય. (૨) આરાધનામાં પ્રમોદ = માહાત્મ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષનાં વચનમાં તલ્લીનતા. (૩) સંવેગ = મુક્ત થવા સિવાય બીજી કોઇ પણ પ્રકારની ઇચ્છા - અભિલાષા નહીં. - (૪) શોક : પશ્ચાત્તાપ = જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણી થઇ; હે જીવ ! હવે થોભ. (બો-૩, પૃ.૨૭૯, આંક ૨૭૨) કામકાજ એકલે હાથે કરવાનાં હોય તો દિવસે વખત થોડો મળે, પણ રાત્રિ તો આપણા બાપની જ છે. તેમાંથી જરૂર જેટલી જ ઊંઘ લઇ લીધા પછી સત્તાધનમાં વિશેષ ભાવપૂર્વક પ્રવર્તવા ભલામણ છેજી. શરીર બગડે નહીં તેટલો લક્ષ રાખી, બને તેટલો કાળ પરમાર્થ પોષાય તેમ ગાળવો ઘટે છેજી. (બો-૩, પૃ.૩૪૪, આંક ૩૪૭) દોષ શરીર તો શરીરનો ધર્મ પડતી અવસ્થામાં જરૂર જણાવે એમાં એનો દોષ નથી; પણ પરમકૃપાળુદેવની ભક્તિ, વચનો અને સમજણ જેને પ્રાપ્ત થઇ તે દેહનાં સુખને ઇચ્છે તો તે પોતાનો દોષ છે. (બો-૩, પૃ.૭૪૭, આંક ૯૨૪)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy