SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯) તમે મુશ્કેલીમાં ફસાઓ એવી ઇચ્છા શત્રુ સિવાય કોઈ ન કરે, પરંતુ કર્મના ફળરૂપે તેવા પ્રસંગમાં આવી ફસાયા હો ત્યારે, મુમુક્ષુને ઘટે તેવી રીતે તે પ્રસંગે વર્તન રાખી, તમારી મુમુક્ષુતા દીપાવો એમ આપના ઓળખીતા સર્વ સજ્જનો ઇચ્છે. પોતાની ફરજ સમજી જે મદદ કરે, તે તેના આત્માની ઉજ્વળતાનું કારણ છે; પરંતુ કોઈને ફરજ પાડવારૂપ ઇચ્છા પણ ન કરવી, એમાં આપની મહત્તા છે. શ્રી સદ્ગર દ્વારા જેને યથાર્થ સમજણ પ્રાપ્ત થઈ હોય, તેને આવા પ્રસંગો આગળ વધારનારા થઇ પડે છે. શ્રી અનાથી મુનિરાજને અસહ્ય શારીરિક વેદનાનો પ્રસંગ પ્રાપ્ત થયો, તેમને મદદ કરવા તેમના પિતાએ પોતાનું સર્વ ધન આપવા તત્પરતા બતાવી, તેમની માતા તથા પત્નીએ તનતોડ મહેનત અને ઉજાગરા કરી સેવા બજાવી, નિપુણ વૈદ્યોએ સર્વ પ્રયોગો અજમાવી જોયા; પણ પુત્રપ્રેમ, પતિભક્તિ કે વિદ્યાબળ ત્યાં નિષ્ફળ નીવડયાં. પરંતુ શ્રી અનાથીકુમાર તો તે વખતે કોઇના પ્રત્યે દ્રષ્ટિ ન દેતાં, પોતાનું અનાથપણું વિચારી, ભૂતકાળની ભૂલથી આવી પડેલી આફતનું જેમ થવું હોય તેમ થાઓ, પણ ભવિષ્ય-જીવન કેમ સુધરે, મનુષ્યભવની સફળતા શામાં રહી છે, આ મટયા પછી શું કરવું એવા પ્રશ્નોના નિકાલ લાવતા હતા; અને પ્રતિજ્ઞા પણ કરી લીધી કે આ લપ છૂટી જાય કે સમસ્ત વ્યવહાપ્રસંગને ત્યાગી, એક પરમાર્થ અર્થે જ જીવવું. તે પ્રતિજ્ઞા પાળી તો આપણે તેમને પરમાત્મારૂપે વંદીએ છીએ, પૂજીએ છીએ, ધ્યાન ધરીએ છીએ. એ પુરાણી વાત કરતાં તાજી - શ્રી સોભાગભાઈની અનેક મૂંઝવણોમાં પરમકૃપાળુદેવે જે નિઃસ્પૃહતા ઉપદેશી છે તે, તે દરેક પત્રોમાં આપણને નિષ્કાંક્ષિત અંગે સ્પષ્ટ પ્રગટ થતું દેખાય છે'. સમ્યગ્દર્શનની જેને પિપાસા છે, તેણે તો જરૂર નિષ્કાંક્ષિત અને નિઃશંકિત અંગ ઉપાસ્યા વિના છૂટકો નથી. તેમાં કંઈ ઊંડી ખામી હશે તે દૂર કરાવવા, પરમકૃપાળુદેવે આવો પ્રસંગ મોકલ્યો છે એમ સમજી, અદીનપણે જે થાય તે જોયા કરવાની, શ્રી સોભાગભાઈને પરમકૃપાળુદેવે શિખામણ આપી છે, તે ચિંતામણિરત્નતુલ્ય છે એમ સમજી, તે ઉપાસવા આગ્રહપૂર્વક ભલામણ છેજી. મર જાઉં માગું નહીં, અપને તનકે કાજ' એવું એક કાઠિયાવાડી કવિએ ગાયું છે, તે વિચાર કૃઢતા આપનાર છે. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” (બો-૩, પૃ.૪૧૮, આંક ૪૨૫) પ્રમાદ T બિલાડી એક વખત દૂધ પી ગઈ હોય તો ફરી કાળજી રાખી બિલાડીનો લાગ ન ફાવે ત્યાં દૂધ રાખે છે; તેમ આત્માના હિતની ઇચ્છાવાળા જીવે અહિતકર્તા પ્રસંગોમાં વિશેષ ચેતતા રહેવા યોગ્ય છે; અને નથી રહેવાતું તે પ્રમાદ છે. (બો-૩, પૃ.૧૭૨, આંક ૧૭૭) ધર્મ ગમે નહીં, તે પ્રમાદ છે; ધર્મની અનાદરતા, તે પ્રમાદ છે; ઉન્માદ એટલે વગર વિચારે વર્તવું, તે પ્રમાદ છે; પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં વર્તે, તે પણ પ્રમાદ છે; પરવસ્તુઓમાં જીવને પ્રેમ છે, તે પ્રમાદ છે; ચાર કષાય, વિકથા, ઊંધ તે બધાં પ્રમાદ છે. આ બધાં ભાવમરણનાં કારણો છે. પ્રમાદ ઓછો થાય, આત્માનું હિત થાય તેમ કરવું. રોજ તપાસવું કે પ્રમાદ ઓછો થાય છે કે નહીં ? પ્રમાદથી વૃત્તિ પાછી હઠે તો વિચાર આવે. મારો દિવસ શામાં ગયો ? એ તપાસે, ભૂલ થઈ
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy