SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૦૧ ) T સત્સંગ એ આત્મહિત કરવા ઈચ્છે, તેને અનિવાર્ય સાધન છે; તેની ભાવના કરતા રહેવી ઘટે છે. (બી-૩, પૃ.૩૩૬, આંક ૩૩૬). આપની ભાવના પર્યુષણ પર્વ ઉપર (અગાસ) આવવા રહે છે તે જાણ્યું. સંયોગો વિચારીને આગળ-પાછળ ક્લેશનું કારણ ન બને તેમ કર્તવ્ય છેજી. ધર્મ અર્થે જ જીવવું છે એવો જેનો આદર્શ છે, તે જ્યાં હોય ત્યાં બનતી ધર્મની આરાધના કરે છે. જોકે સત્સંગ નિરંતર ઇચ્છવા યોગ્ય છે, પણ પ્રારબ્ધાધીન તેની પ્રાપ્તિ હોય છે; છતાં પુરુષાર્થ કરતા રહેવાની દરેક મુમુક્ષુ જીવની ફરજ છેજી. શરીરાદિ કારણના યોગે અહીં આવવાનું ન બને તો સદ્ગુરુશરણે જ્યાં હોઇએ ત્યાં બનતું ધર્મધ્યાન, સત્સંગ કરતા રહેવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૫૫૧, આંક ૬૦૮) જેને સત્સંગનો યોગ અંતરાયકર્મથી ન બનતો હોય, તેને પણ સત્સંગની ભાવના નિરંતર, અહોરાત્ર રાખવાથી, સત્સંગના વિરહમાં સત્પષનાં વચન પ્રત્યે રુચિ અને તેનું માહાત્મ દ્ધયમાં વધારેલ હશે તો સત્સંગે કે પુરુષના આત્માને પ્રગટ વર્ણવતા સન્શાસ્ત્રના આધારે, અપૂર્વભાવ સમજવાની યોગ્યતા જીવમાં આવશેજી. જે પ્રસંગમાં જેટલું બની શકે તેટલું જીવ કરી છૂટે, તો તેથી વિશેષ સાધી શકે તેવા પ્રસંગને યોગ્ય, તે બને છેજી. માટે હાલ સત્સંગના વિયોગે પણ પ્રમાદ તજી, સદાચાર અને સવિચાર તથા સદ્વાંચનથી, બને તેટલો વખત સફળ કરી લેવો ઘટે છેજી. (બી-૩, પૃ.૬૧૮, આંક ૭૧૭) T સત્સંગનો રંગ લાગે તેટલું પુણ્ય તમને પ્રાપ્ત થયું, ત્યાં તો વિદેશ જવારૂપ વિપ્ન ઉદયમાં આવ્યું તે પૂર્વકર્મની રચના છે; પણ વારંવાર સત્સંગના ભાવ કરવા, તે હજી તમારા હાથની વાત છે. ફરી તેવા પુણ્યનો સંચય થયે, હવે તો સત્સંગ પ્રાપ્ત થવા યોગ્ય છેજી. સત્સંગના વિયોગમાં અસત્સંગથી દૂર રહેવું, નિવૃત્તિ મેળવવા પુરુષાર્થ કરવો. નિવૃત્તિ મળે ત્યારે સત્સંગે થયેલી આજ્ઞા - મુખપાઠ કરવાની, ભક્તિ-સ્મરણ કરવાની, સદાચાર પાળવાની, અડગપણે પાળવી. સત્સંગે થયેલી આજ્ઞા, સંસાર પ્રત્યે ઉદાસીનભાવ રાખી, આરાધે તે સત્સંગને જ ઉપાસે છે; પછી ભલે તે હજારો માઈલ દૂર હોય તોપણ તે આશ્રમમાં જ છે, એમ વિચારવું. આપણાથી સારા હોય કે આપણા જેવા હોય, તેમનો સંગ કરવો; પણ આપણાથી હલકા, ખરાબ આચાર-વિચારવાળાની સોબત આપણને હલકા આચાર-વિચારવાળા બનાવે, માટે અસત્સંગથી ડરતા રહેવું અને સત્સંગની ભાવના કરતા રહેવા યોગ્ય છેજી. દીનપણે એટલે કોઇના ઓશિયાળા રહી સત્સંગ કરીએ તો સત્સંગ સફળ થાય નહીં, તે લક્ષમાં લેવા જેવી વાત છે'. આખી જિંદગી કામ આવે, તેવી આ શિખામણ છેજી. (બી-૩, પૃ.૭૮૮, આંક ૧005) I પૂ. ...ને ભલામણ છે કે કંઈ ને કંઈ વાંચવાનું એકાદ કલાક જરૂર રાખવું. જે વાંચ્યું હોય, તે કોઇને કહી બતાવવાનું રાખવું. તેથી સમજીને વંચાય છે કે નહીં તે ખબર પડશે. સત્સંગની ભાવના રાખવી પણ ઉતાવળ કરવી નહીં. સત્સંગના વિયોગમાં સત્સંગમાં જ ચિત્તવૃત્તિ રહે તો તે સત્સંગતુલ્ય છે, એમ પરમકૃપાળુદેવે કહેલું છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy