SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૭) આપણને સદ્ગુરુની કૃપાથી મંત્ર મળ્યો છે. તે વારંવાર સ્મૃતિમાં રહે તેવી ટેવ પાળવાથી, મંત્રનો પરમાર્થ પ્રગટવાનું કારણ છેજી. માટે પુરુષાર્થ કરવામાં પાછી પાની ન કરવી. તમારી નોકરીના ગામે જતાં-આવતાં મંત્રસ્મરણ કે આત્મસિદ્ધિના વિચાર કરવાની ટેવ રાખો તો રોજ જવા-આવવામાં થતો શ્રમ જણાય નહીં અને સર્વિચારનો અવકાશ એકાંત જંગલપ્રદેશમાં સારો મળે. (બી-૩, પૃ.૨૯૭, આંક ૨૮૬) 0 પૂ. ....ને જણાવશો કે ત્રણ પાઠ મુખપાઠ કરી રોજ બોલવા હોય, તેને મંત્રની આજ્ઞા મળે છે. ગરજ વિના, શ્રમ લીધા વિના, બીજાને રાજી રાખવા માળા ફેરવે તેનું કલ્યાણ થવું મુશ્કેલ છેજી. (બો-૩, પૃ.૭૯૩, આંક ૧૦૧૭) | ધર્મનો પાયો નીતિ છે, તેથી જ સાત વ્યસનનો ત્યાગ, મંત્ર લેતાં પહેલાં લેવાનો હોય છે. (બી-૩, પૃ.૬૬૯, આંક ૮૦૧) T કોઇ દવા ખાઈએ તો ચરી પાળવી જોઇએ, તેવો આ સહેલો અને પહેલો કરવા યોગ્ય ત્યાગ (સાત વ્યસન અને સાત અભક્ષ્યનો) બને તે પ્રમાણે રાખી, તેમને ““સહજાન્મસ્વરૂપ પરમગુરુ'' તે મંત્ર થોડી વાર બોલાવશો અને મુખપાઠ ચોખ્ખી રીતે થઈ જાય એટલે તેનું સ્મરણ કરતા રહેવા જણાવશોજી. પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ હાથ જોડી “હે ભગવાન ! આપની આજ્ઞાથી અમુક ઉપર જણાવેલો ત્યાગ રાખી, આપના સ્વરૂપને જણાવનારો મંત્ર હું આરાધીશ' એવું કહેવાનું કહી, ચિત્રપટને ચરણસ્પર્શ કરાવશોજી. ખરેખરું કામ તો આત્માને તારવો એ જ છે અને સત્પરુષના શરણ વિના તે બને તેવું નથી. માટે આજથી મારા આત્માને પરમકૃપાળુદેવના શરણમાં સોંપું છું અને તેણે જણાવેલો મંત્ર એ જ, મીંઢળ અને નાડું લગ્નને વખતે હાથે બાંધે છે તેમ, મારા દયમાં હવેથી રાખીશ અને તે પરમપુરુષમાં વિશ્વાસથી જ હવે હું સનાથ છું, એનું મારે શરણ છે, તો મરણથી પણ મારે ડરવાનું નથી. જે થવાનું હોય તે થાઓ. હું તો તે પરમકૃપાળુદેવની ભક્તિમાં જ ચિત્ત રાખીશ, એવી ભાવના વૃઢ થાય તેમ તેમને જણાવશોજી અને ભક્તિમાં ભાવ વિશેષ રહે તેમ, જીવતાં સુધી વર્તવા યોગ્ય છેજી, (બી-૩, પૃ.૨૧૮, આંક ૨૧૫) I પૂ. .. ની ઉત્કંઠા મંત્રસ્મરણની છે તો પરમકૃપાળુદેવની સાક્ષીએ, નમસ્કાર ન થાય તો ચિત્રપટનાં હાથ જોડી દર્શન કરી, ભાવના કરે કે હે પ્રભુ ! આપની આજ્ઞાથી ““સહજાન્મસ્વરૂપ પરમગુરુ'' મંત્રનું મારા આત્માના ઉદ્ધારને અર્થે આરાધન કરીશ. ભક્તિ કરીને બીજી કશી સંસારી વાસના પોષવાની ભાવના ન રાખવી. લોકો દીકરા માટે, ધન માટે કે દેવલોકનાં સુખ માટે ધર્મ કરે છે કે મંત્ર જપે છે; તેમ ન કરતાં જન્મમરણ ટાળવાં અને મોક્ષ થાય તેટલા માટે જ આ મંત્ર પરમકૃપાળુદેવની કૃપાથી મને મળ્યો છે, તે જેવો તેવો નથી. જ્ઞાની પુરુષે આત્મા જેવો જામ્યો છે, અનુભવ્યો છે અને કહ્યો છે તેવો આત્મા મારે માનવો છે, તે આત્મા જણાવવા આ મંત્ર પરમપુરુષે યોજ્યો છે; તે આત્માર્થે જ હું તેને જગ્યા કરીશ. જે જ્ઞાની પુરુષે માન્યું છે, તે બધુંય મારે માનવું છે; મારું માનેલું બધું ઊંધું છે, તે સવળું કરવા આ મંત્રમાં હું ભાવ રાખું છું.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy