SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ (६८४ ખામી નહીં મુજ ખિજમતે, કદીય હોશો ફળદાતા રે.'' આપણામાં ખામી છે, તે દૂર કરવા દ્રઢ નિશ્ચય કર્તવ્ય છેજી. તેમ થશે તો ફળ માંગવું નહીં પડે. આપોઆપ પ્રભુ પ્રસન્ન થશે. મારે તમારે ભક્તિ પુરુષાર્થ હજી વિશેષ-વિશેષ વૃઢ કરવાની જરૂર છેજી, જે ખામીથી મૂંઝવણ થાય છે, તે ખામી પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ બતાવેલ માર્ગે પુરુષાર્થ કરતાં દૂર થશેજી. (બૌ-૩, પૃ. ૫૨૦, આંક ૫૬૫) D વીસ દોહરા ભાવપૂર્વક બોલાય તો બધા દોષો ક્ષય થઇ, આત્મા નિર્મળ થઇ જાય તેમ છે. જ્ઞાની પુરુષનાં વચનો મોઢે બોલી જઇએ પણ વિચાર ન આવે તો શું કામનું? (બો-૧, પૃ.૨૦) વીસ દોહરા બોલતી વખતે મન બહાર ફરતું હોય તો બોલવું બંધ કરવું. ફરીથી મન સ્થિર કરીને બોલવું. સાચું કરવાનું છે. મન સ્થિર કરીને કરવું. જેટલો આત્મા જોડાય તેટલો લાભ છે. ન બને તો ખોટાને ખોટું માનવું. મારે સારું કરવું છે અને સાચું માનવું છે, એમ રાખવું. (બો-૧, પૃ.૧૨૯, આંક ૨) મંત્ર નવકારમંત્ર અને “સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' એ એક જ છે. અરિહંત સહજાન્મસ્વરૂપ છે, સિદ્ધ સહજત્મસ્વરૂપ છે, આચાર્ય સહજાત્મસ્વરૂપ છે, ઉપાધ્યાય સહજાત્મસ્વરૂપ છે, સાધુ પણ સહજાત્મસ્વરૂપ છે. આ બધામાં પૂજવાયોગ્ય વસ્તુ સહજાત્મસ્વરૂપ છે; અને પાંચ પરમેષ્ઠી પરમગુરુ છે. પરમકૃપાળુદેવે આપણને ટૂંકામાં “સહજાત્મસ્વરૂપ પરમગુરુ''માં બધું કહી દીધું છે. (બો-૧, પૃ.૨૮૬, આંક ૩૪) D “સહજાન્મસ્વરૂપ પરમગુરુ'' અને નવકારમંત્રમાં ભેદ નથી. જ્ઞાનીની આજ્ઞા જેમ થઇ, તેમ કરવાનું છે. “હું જાણું છું, સમજુ છું” એમ કરવા જાય તો તે ડહાપણ છે. (બો-૧, પૃ.૧૨૩, આંક ૩૬) D પ્રશ્ન : સહજાત્મસ્વરૂપ એટલે શું? પૂજ્યશ્રી : આત્મસ્વરૂપ જેવું છે તેવું. પોતાના સ્વભાવમાં રહેવું અથવા કર્મમળરહિત જે સ્વરૂપ, તે સહજાત્મસ્વરૂપ. જેમ સ્ફટિકરત્ન અન્ય પદાર્થના સંયોગે લીલો, પીળો, લાલ આદિ જેવો સંયોગ થાય, તેવો દેખાય છે, તે તેનું સહજસ્વરૂપ નથી; પણ જ્યારે એકલો નિર્મળ સ્ફટિક રહે ત્યારે તે તેનું સહજસ્વરૂપ છે. (બો-૧, પૃ. ૨૨, આંક ૧૭૦) D મંત્રના અર્થ વિષે નીચે લખેલી દિશામાં વિચાર કર્તવ્ય છેજી : (૧) સહજાન્મસ્વરૂપ એટલે કર્મરહિત દશામાં જીવનું જે નિર્મળ સ્વરૂપ છે, તે ખરી રીતે પાંચ પરમગુરુ કે પરમકૃપાળુદેવનું સ્વરૂપ છે. તેમાં લક્ષ રાખવાથી આપણા મનની મલિનતા દૂર થઇ, ખરા સ્વરૂપની જિજ્ઞાસા વધતાં કર્મ દૂર થાય અને શુદ્ધસ્વરૂપ પ્રગટે છે. તે પહેલાં મંત્રનો અર્થ છે. (૨) આતમભાવના એટલે “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઇ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હુ આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.'' (૬૯૨) તેથી કેવળજ્ઞાન પ્રગટે છે. (૩) ત્રીજા મંત્રમાં પરમગુરુ એટલે અરિહંત - ચાર ઘાતકર્મોનો ક્ષય કરી, પરમાત્મા થયા છે તે; સિદ્ધ એટલે આઠે કર્મોનો ક્ષય કરી, મોક્ષે ગયા છે તે; આચાર્ય એટલે સર્વ સંઘના નેતા જ્ઞાની. ":
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy