SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૮૨ ) વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ, મંત્રની અમુક નિયમ પ્રમાણે માળા ગણવી, આલોચના આદિ જે જે નિત્યનિયમ કરતા હોઈએ તે નિયમ સ્થળ બદલાતાં કે નવાં અસંસ્કારી જીવો સાથે વસવાનું બને ત્યાં લોકલાજ આદિ કારણે પડી ન મૂકવો; પરંતુ વિશેષ બળ રાખીને તથા તે જ આધારે આપણું જીવન સુધરવાનું છે એમ માનીને, ગુપ્ત રીતે પણ દરરોજ કર્યા વિના રહેવું નહીં અને લોકો ‘ભગત' એવાં ઉપનામ પાડે તેથી ડરીને કે શરમાઈને, કરતા હોઇએ તે પ્રત્યે અભાવ ન લાવવાનું પણ વિચારવું છે તે લોકોને સત્પરુષનો યોગ થયો નથી તે તેમનાં કમનસીબ છે અને ધર્મની કાળજી નથી રાખતા તેથી કર્મ વધાર્યા કરે છે. પૂર્વે પુણ્ય કર્યું હશે કે ધર્મની કંઈ જાયે-અજાણે આરાધના કરી હશે તેનું ફળ અત્યારે મનુષ્યભવ અને સુખસામગ્રી મળી આવ્યાં છે, પણ અચાનક દેહ છૂટી જાય તો તેમની સાથે જાય તેવું કંઈ તેમણે આજ સુધી કર્યું નથી અને કરવાના ભાવ પણ સત્સંગ વિના તેવા પામર જીવોને જાગવા મુશ્કેલ છે. તેથી ખાલી હાથે મરીને દુર્ગતિએ જશે. એવા જીવોનું આપણે અનુકરણ કરીશું તો આપણી પણ એ જ વલે થશે. માટે ગમે તેમ તે બોલે તો પણ તેમની દયાજનક સ્થિતિ વિચારી મારે તેમના પર હૅપ રાખવો નથી કે અહંકાર પણ કરવો નથી કે હું બહુ ભાગ્યશાળી છું; પણ તેમના પ્રત્યે દયાની નજરે જોવા જેવું છે. (બો-૩, પૃ.૩૪૯, આંક ૩૫૧) | સ્વાધ્યાય પૂરો થયા પહેલાં કુદરતી હાજત વગેરેને કારણે તે તૂટક થાય કે કેમ? એવા ભાવનો તમે પ્રશ્ન કર્યો છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે બનતા સુધી નિત્યનિયમ કરવાનો વખત એવો રાખવો કે તેવી હાજતો પતી ગયા ગયા પછી અવકાશે ઘડી ચિત્ત સ્થિર થાય તો ધર્મધ્યાનમાં વિક્ષેપ ન પડે, એટલે ચોવીસ કલાકમાંથી ગમે ત્યારે અનુકૂળ વખતે નિત્યનિયમ - વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ – આટલું એકચિત્તે કરી લેવું. પછી માળા દ્વારા મંત્રનું સ્મરણ કરવામાં પણ અમુક માળા અને ઓછામાં ઓછી એક માળા તો નિર્વિપ્ન પૂરી થાય તેવી ટેક રાખવી. જો છત્રીસ માળાનો ક્રમ રાખ્યો હોય અને આસન બહુ વાર બદલવાની જરૂર ન પડતી હોય તો તેમાં પણ અઢાર માળા સાથે-લગી એક આસને ફેરવવાની રહે તો આસનજયરૂપ ગુણ થવા સંભવ છેછે. આ બધું ઉતાવળ કરી કરવું નથી, પણ ક્રમે-ક્રમે કરી શકાશે. હવે નિત્યનિયમ ઉપરાંત મુખપાઠ કરેલાં કે બીજાં પરમકૃપાળુદેવનાં વચનો વાંચવા, ગોખવા, બોલી જવા કે વિચારવા માટે વખત મળે તે વખતે, કામ હાથમાં લીધું હોય, તેમાંથી પેરેગ્રાફ, પાન કે અમુક પદ પૂરું થયે તે કામ પડી મૂકી બીજા કામે જરૂર પડયે લાગવું ઠીક છેજી; પણ શરીરની ટટ્ટી આદિ હાજતો ન રોકવાનું શાસ્ત્રમાં જણાવ્યું છે તે પણ લક્ષમાં રાખવું યોગ્ય છેજી; એટલે ધર્મધ્યાન કરતા પહેલાં વખત નક્કી ન કર્યો હોય કે પરમકૃપાળુદેવની આજ્ઞા અમુક વખત સુધીની ન લીધી હોય તો તે કામ જરૂર લાગે બંધ કરી, બીજા કામમાં ચિત્ત દેવામાં હરકત નથી; પણ વખત એક કલાક કે બે ઘડી નક્કી કરી આજ્ઞા લીધી હોય તો તે પાળવામાં વિશેષ લાભ સમજાય છેજી. સહનશીલતા, કઠણાઈ વધવાનો પ્રસંગ છેજી. બાકી અમથું પુસ્તક વાંચતા કે વિચારતાં ગમે ત્યારે તે કામ પડી મૂકવું પડે તો કંઈ બાધ નથી. સહનશીલતા વધારતા રહે તેને સમાધિમરણ કરવામાં સુગમતા થાય છેજી. અત્યારની દશા દેખી નિરાશ થવા જેવું નથી, વૈરાગ્ય અને અભ્યાસથી સર્વ શક્ય છેજી. (બી-૩, પૃ.૪૦૩, આંક ૪૧૦)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy