SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭૮) 0 પૂ. ... ના નિમિત્તે તમારા બધા કુટુંબીજનોને પરમકૃપાળુદેવની ભક્તિ પ્રાપ્ત થઇ છે, તે હવે વર્ધમાન કરી, તેમની પેઠે પરમકૃપાળુદેવની અડગ શ્રદ્ધા સહિત દેહત્યાગ કરી, સમાધિમરણ કરી લેવા યોગ્ય છેજી. તેમની માંદગીમાં તમને બધાને, જે પરમકૃપાળુદેવની ભક્તિનો લાભ મળ્યો, તેવો લાભ આશ્રમમાં અવકાશ લઈ અવાય ત્યારે જ બને તેવું હવે છેજી. બીજાં સંસારનાં કામ કરવા પડે તોપણ ઉદાસીનતા વધારતા રહી, બાર માસથી જે ભક્તિના યોગે શ્રદ્ધા-ભાવના વર્ધમાન થઈ છે, તે મોહમાં લૂંટાઇ ન જાય, માટે વારંવાર પરમકૃપાળુદેવનાં વચનોનું વાંચન, ભક્તિ, સ્મરણ બધા કુટુંબમાંનાં નાનાં-મોટાં એકઠા મળી કરતા રહેવા ભલામણ છે, તથા પૂનમ કે એવાં શુભ પર્વ ઉપર આત્મસિદ્ધિશાસ્ત્રની ભક્તિ-ભજન આત્માર્થે કર્તવ્ય છે. જેમ માંદગી વખતે, વખત બચાવી સ્વ. ...ની સેવાભક્તિ બજાવી તેમ જ પૂ. માજીની સેવા સાજાં હોય તો પણ તેમને કંઈ-કંઈ સમાધિસોપાન, તત્ત્વજ્ઞાન વગેરેમાંથી રોજ સંભળાવતા રહી, સ્મરણ વગેરે કરાવતા રહી, કરી લેવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૪૭૭, આંક ૫૦૫) તમારાં પૂ. માસીએ આખી જિંદગી બ્રહ્મચર્ય પાળી ભક્તિભાવમાં આટલો ભવ ગાળવાનો વિચાર રાયો છે, તેમ હવે તમારે પણ આ દુર્લભ મનુષ્યભવ સફળ થાય તેમ વિચારી, અનાદિશમાંથી છૂટી, ભક્તિ થાય તેવા સ્થળમાં રહેવાનો નિશ્રય કરવો ઘટે છેજી. ભક્તિ એ જ સર્વોત્તમ સુખનો માર્ગ છે; તે જ દયમાં સારું લાગે તો જેમ બને તેમ વહેલું હિન્દુસ્તાનમાં આવી જવાય તેમ કરવું. જ્યાં રહેવાનું બને ત્યાં મંત્ર, ભક્તિ, વાંચન, વિચાર તથા કંઈ કંઈ મુખપાઠ કરવાનું મોક્ષમાળા આદિમાંથી રાખવાનો નિયમ કર્તવ્ય છે'. ‘નવરો બેઠો નખ્ખોદ વાળે” એમ કહેવાય છે તેમ મનને કામ નહીં આપો તો કર્મના ઢગલા બાંધશે. માટે આત્માની દયા લાવી, ભક્તિમાં મનને રોકવું એ જ ભલામણ છે. (બી-૩, પૃ.૭૨૪, આંક ૮૮૧) T ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પાસેથી શ્રીમુખે ઘણી વખત આપણે સાંભળ્યું છે કે એક આત્માને મૂકીને તમે સભામાંથી બહાર જઈ આવો જોઇએ, તેના વિના કશું બન્યુ છે ? જેણે તેને જાણ્યો છે, તેની ભક્તિ કરવા માટે પણ દેહાદિ પ્રવે ઉદાસીનતા આણવી જોઇશે, નહીં તો દેહની પંચાતમાં ગૂંથાઈ રહેવાથી, નહીં ભક્તિ થાય કે નહીં વિચાર થાય તો પછી કલ્યાણ શી રીતે થઇ શકશે ? માટે પળ-પળે તે પરમપુરુષનો ઉપકાર સ્મૃતિમાં આણી, તેણે આપેલું સ્મરણ, ભજન આદિ કરતા રહેવા વિનંતી છે. એ મહાપુરુષની કૃપા વિના મારાથી કંઈ બને તેવું નથી એમ વિચારી, તેને ભૂલ્યા વિના, સર્વ કરવી પડે તે પ્રવૃત્તિ કરવા યોગ્ય છજી. ભક્તિ એ જ સર્વોત્તમ માર્ગ પરમકૃપાળુદેવે કહ્યો છે, તેમાં જેટલો ભાવ પ્રેરાશે તેટલું કલ્યાણ છે. ત્યાં પણ સાથે રહેતા ભાઇઓ સંપ રાખીને ભક્તિનું નિમિત્ત રાખતા રહો તો હિતનું કારણ છે. (બી-૩, પૃ.૯૮, આંક ૯૦)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy