SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯) પાંચ ઇન્દ્રિયના વિષયો, કષાય, પ્રમાદ, મિથ્યાત્વ આદિ ચોર-ઠગારા, આપણા જ દયમાં વાસ કરી, આ આત્માનું બૂરું કરવામાં કંઈ કચાશ રાખતા નથી. તે બધાને ઓળખી, તેમને હાંકી કાઢી, આત્માને શાંતિ થાય તેવો પુરુષાર્થ હાથ ધરવો યોગ્ય છે. જેને સદ્દગુરુનું શરણ, સ્મરણ, ભક્તિની પ્રાપ્તિ થઈ છે, તેણે તો સંસારનું સ્વરૂપ વારંવાર વિચારી, આવા દુ:ખરૂપ સંસારમાં ફરી જન્મવું જ ન પડે, તેવો માર્ગ આરાધવા કેડ બાંધવી ઘટે છે. મારું ગયેલું પાછું મેળવવા માટે બહુ શ્રમ લેવો પડશે એવો વિચાર મંદ કરી, જે મારું હોય તે જાય જ નહીં અને જે ગયું તે મારું હોય જ નહીં, એમ દ્રઢ વિચાર મનમાં ઠસાવવો ઘટે છે. નાશવંત વસ્તુનો મોહ જીવને નિત્ય, પરમાનંદરૂપ એવા આત્માનો વિચાર કરવા દેતો નથી. તેથી મોહ મંદ થાય તેવું “શ્રીમદ્ રાજચંદ્ર'નું પુસ્તક વાંચવા, વિચારવા તથા તેમાંથી મુખપાઠ કરવાનું રાખશો તો હિતનું કારણ છેજી. જે વખતે મંદ કર્મનો ઉદય હોય ત્યારે પુરુષનાં વચનોમાં વિશેષ વૃત્તિ રાખી, વૈરાગ્ય વધારવાથી, જીવને ઘણો લાભ થાય છે. લોભ કષાયને મંદ પાડવાનો નિશ્રય કરવાથી અને તે પ્રકારમાં યથાશક્તિ વર્તવાથી જીવ મોક્ષમાર્ગમાં ઉત્સાહી થાય છેજી. (બી-૩, પૃ.૭૩૨, આંક ૮૯૫) | દેહાદિ પ્રતિકૂળતાઓથી જીવ મૂંઝાય છે, તેથી અનંતગણી મૂંઝવણ અજ્ઞાનદશાની સાલવી લાગશે ત્યારે જીવમાં યથાર્થ વીર્ય જાગશે, અને માર્ગપ્રાપ્તિમાં મુશ્કેલી જણાય તે દૂર કરી, કાર્ય સાધયાનિ વા હું પતયામિ (કાર્ય સાધું કે દેહ પાડી નાખું) એવો નિશ્રય કરી મરણિયો બની, માર્ગ પામી મોક્ષમાર્ગ આરાધશે. દેહના કટકે-કટકા થઈ જાય તો પણ શ્રદ્ધા ન છૂટે, સપુરુષનું અવલંબન ન તજે અને મરણાંતે પણ તેણે અનંત કૃપા કરી આપેલું સ્મરણ આદિ સાધન આરાધ્યા કરે, તેને અવશ્ય અજ્ઞાન દૂર થશે. લાંબા-ટૂંકા કાળની ગણતરી કર્યા વિના, સહનશીલતા અને ધીરજ વડે સન્દુરુષનો માર્ગ આરાબે, તેની દશાને જીવ પામે છે. સાચું સાધન પામ્યા પછી પુરુષાર્થની વૃદ્ધિ કર્યા કરવી. ઘણા કાળે જે ફળ આવવા યોગ્ય છે, તેને તુરત લાવવા તેવા પુરુષાર્થની જરૂર છે. તેટલો પુરુષાર્થ બને તેમ હાલ ન લાગતું હોય તો યથાશક્તિ પુરુષાર્થ કરતા રહી ભાવના તેની જ રાખ્યા કરવી, પણ શ્રદ્ધા મંદ ન થવા દેવી, એ ભલામણ છેજી. (બો-૩, પૃ.૧૬૦, આંક ૧૬૧) જેને પરમ પ્રેમ કરવાનું સાધન મળ્યું છે, તેણે તો પોતાના દોષો દેખી, દોષો ટાળવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૫૯, આંક ૭૮૪). || શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં જણાવેલ મતાર્થી અને આત્માર્થીનાં લક્ષણો વારંવાર વિચારી પોતાના દોષો દેખાય તેટલા દૂર કરવાનો પુરુષાર્થ હાલ તો કર્તવ્ય સમજાય છેજી. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ, અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ.' યા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.'' પરમકૃપાળુદેવે કહેવામાં કાંઈ બાકી રાખ્યું નથી, તેણે કહેલે રસ્તે ચાલીશું તો જરૂર મોક્ષ મળ્યા વિના નહીં રહે, એટલો વિશ્વાસ અટળ કરી, તેની આજ્ઞા ઉપાસ્યા જવાનું કામ હવે આપણું જી. (બી-૩, પૃ.૪૧૭, આંક ૪૨૩)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy