SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૨) અનાદિના અભ્યાસની સામે થવાનું, જીવમાં તીવ્ર કર્મના બળે, વીર્ય ચાલતું નથી ત્યારે ગભરાઇ જાય છે; ધર્મ-શિથિલતા તેમાંથી વખતે જન્મવાનો પ્રસંગ થઈ આવે છે, પણ હિંમત નહીં હારતાં જીવે સપુરુષને શરણે નીચી મૂંડી રાખી પુરુષાર્થ કર્યે જવું. પુરુષાર્થનું ફળ તરત ન જણાય તેથી ગભરાવું નહીં. કોઈ વખત જીવ બળવાન બને છે, તો કોઈ વખત કર્મ બળવાન બને છે. એમ લડાઈ તો ચાલતી જ રહી છે, પણ જીવ પુરુષાર્થ ન છોડે તો કર્મ મંદ થતાં, પોતાનો પ્રભાવ પ્રગટાવવા જીવ પોતે સમર્થ થાય છેજી. ઘણી વખત નિરાશામાંથી અમર આશા જન્મે છે; પણ હતાશ થનારના ભાગમાં તેનું ફળ હોતું નથી. ‘હિંમતે મરદા તો મદદે ખુદા” એ કહેવત કહેવતરૂપ નથી પણ સાચી છે. કોઈ પણ પ્રસંગમાં હિંમત હારવા જેવું નથી. (બી-૩, પૃ.૪૧૫, આંક ૪૨૨) D મારે કરવું જ છે એમ વિચારે, તો કર્મેય ફરે અને બીજું બધુંય થાય. આદ્રકુમારે કર્મ ભોગવવાનાં હોવા છતાં દીક્ષા લીધી, અને પાછા પડ્યા તોપણ ત્યાંના ત્યાં ન રહ્યા કે લો, હવે સંસારી થયા માટે હવે અહીં જ રહી જઇએ. છોકરો નાનો હતો, તેણે બાર આંટા માર્યા, તેથી બાર વર્ષ પૂરાં થયાં કે છોડીને જતા રહ્યા. થોડે થોડે પુરુષાર્થ કરે તો બધું થાય. જીવ જાણે તો ત્યાંથી ખસે. પુરુષાર્થ કરે તો બધું થાય. (બો-૧, પૃ. ૨૨૯, આંક ૧૨૦) અત્યારે દેહ છૂટે એવી વેદના જાગી હોય અને નિશ્ચય મનમાં થઈ જાય કે હવે દેહ નહીં રહે, તો અત્યારે જે ફિકર કરે છે તેની તે, જીવ કર્યા કરે ? સમજુ હોય તો જ્ઞાની પુરુષોએ અનંત કૃપા કરી, આપણા ઉદ્ધાર અર્થે જે સત્સાધન યોજયું, દર્શાવ્યું, સ્મરણરૂપ અર્પણ કર્યું, તેનો આધાર લઈ બીજી બધી વાતો ભૂલી જાય, તેમાં જ તલ્લીન રહે, બીજાને પણ તેની જ સ્મૃતિ આપવાની ભલામણ વિનંતી કરે, તેને આશ્રયે જ દેહ છોડે. આ પુરુષાર્થ ફળદાયી છે. તેને ભૂલી જવાથી વંધ્ય તરુની ઉપમા અપાય તેવા કે પાણી વલોવવા જેવા પુરુષાર્થમાં જીવ મથી મરે છે. ક્ષણે-ક્ષણે આયુષ્ય ઓછું થાય છે અને એક ક્ષણ એવી આવશે કે જ્યારે નહીં બોલાય, નહીં ચલાય, નહીં પાસું ફરે, નહીં પાણી સરખું ગળે ઊતરે; તે વખતે જીવથી શું બનનાર છે? માટે જ્યાં સુધી શરીર, ઇન્દ્રિયો, મન સાવધ છે, પરમાર્થમાં જોડીએ તો આત્મહિતમાં મદદ કરે તેવાં છે, ત્યાં સુધી બનતો, પરમાર્થમાર્ગમાં પુરુષાર્થ કરી લેવાનું જ્ઞાની પુરુષો પોકારી-પોકારીને કહેતા આવ્યાં છે. તે સાંભળી જે ચેતશે, આત્મહિત આરાધવા પોતે પોતાનો શત્રુ મટી, મિત્ર થવા સત્સાધનમાં મંડી પડશે તે બચશે, નહીં તો લોકનું સ્વરૂપ, જ્ઞાનીપુરુષે વર્ણવ્યું તેવું જ દયાજનક છે. ““આખો લોક ત્રિવિધ તાપથી બળતો છે, બળ્યા કરે છે.' એ બળતરામાં કોઈ ઠેકાણે, કોઈ ખૂણેખાંચરે સુખ શોધ્યે જડે તેમ છે ખરું? તેનું વિસ્મરણ કરી, મરણના બળથી સપુરુષની દશા, તેનું અંતરંગમાં શીતળીભૂતપણું, અડોલ સ્વરૂપ ચિંતવશો તો તે દશા પામવાનું કારણ બનશે. (બો-૩, પૃ.૫૪૧, આંક ૫૯૨) આ મનુષ્યભવના અલ્પ આયુષ્યમાં, અન્ય ચિંતાઓની બળતરામાં જીવ બળી રહ્યો છે, તેમાંથી છોડાવી જ્ઞાની પુરુષની અમૂલ્ય વાણીરૂપ કલ્પતરુની શીતળ છાયાનો આશ્રય કર્તવ્ય છે, એ જ ઉત્તમ હવા ખાવાનું સ્થાન, આ ભવરોગથી પીડાતા જીવને માટે છેજી. માટે બળતા ઘરમાંથી જેમ કોઈ ઝટ બહાર નીકળી જાય તેમ સાંસારિક ચિંતાઓ દૂર કરી, એક આત્મહિત કરી લેવામાં પુરુષાર્થ કરવા યોગ્ય છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy