SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૫૮) લૌકિક રિવાજમાં માંદાને જોવા જાય છે, તેને બદલે “ધર્મ આરાધવા જાઉં છું' એ ભાવ કરી, પોતાના આત્માને એટલી વાર સંસારભાવથી દૂર કરી, ધર્મભાવના વાતાવરણમાં રાખવાતુલ્ય છે.જી. માંદાને, વૃદ્ધને જોઈને સામાન્ય રીતે મરણ સાંભરે, સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય; તો આ તો સાધર્મિક, વયોવૃદ્ધ, છેવટની સેવાને યોગ્ય છે. જેનાથી જેટલો બને તેટલો લાભ લેવા યોગ્ય છે. ઘરના માણસોએ પણ તેમની બનતી સેવા, ખાસ કરીને ધર્મની વાત તેમના કાનમાં હરઘડીએ પડયા કરે તેમ કર્તવ્ય છે. લગ્નના પ્રસંગમાં જીવ રજાઓ લઇને નોકરી-ધંધામાંથી વખત મેળવી ખોટી થાય છે; તેથી વધારે અગત્યનો આ પ્રસંગ છે તે જણાવવા આ લખ્યું છે, તે લક્ષમાં લઈ દરેકે પોતાની બનતી મદદ માજીના નિમિત્તે કર્તવ્ય છેજી. પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા, બાળાભોળાનાં કામ થઈ જાય તેવો આ માર્ગ છે, અને માજી પણ તેવા જૂના જમાનાનાં ભોળા છે. તેમની સેવા, તે આપણા આત્માની જ સેવા છે. (બો-૩, પૃ.૬૧૯, આંક ૭૧૯) પુરુષાર્થ D પરમપુરુષ પરમકૃપાળુ સદ્ગુરુદેવને ક્ષણવાર પણ ન વીસરવા, એ જ ખરો પુરુષાર્થ સમજાય છે. તેનું સ્વરૂપ સમજાય તેમ બનવા યોગ્ય છેજી. પરમપુરુષની ઓળખાણ થયે, તેના વિના એક ક્ષણ પણ જીવવું, એ મરણ કરતાં પણ વિશેષ અસહ્ય લાગે, એવી દશા આવ્ય, જીવને માયા મૂંઝવતી નથી; એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે, તે વિશેષ વિચારવા યોગ્ય છેજી. બીજા કોઈ ન હોય તો આપણે પોતે, પોતાને જ સંભળાવવાની જરૂર છે. વાંચી શકાય ત્યાં સુધી વાંચવું, વાંચેલું વારંવાર વિચારવું અને તે પરમપુરુષની નિષ્કારણ કરુણાને નિરંતર લક્ષમાં રાખી, યોગ્યતા વધાર્યા જવું, એ જ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૭૩૪, આંક ૮૯૮) 1 જ્ઞાની પુરુષોનો બોધ પરિણામ પામે, સુવિચારણા જાગે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ પરિભ્રમણદશા ટળે, એવો પુરુષાર્થ કર્યા કરવો છે. તેમાં પ્રમાદ શત્રુ છે. મરણને સમીપ સમજી બને તેટલો વૈરાગ્ય વધારી, ‘તું િતુહિ'ની રટણા જાગે તેવી પરમકૃપાળુદેવની ભક્તિ કર્તવ્ય છે. કરવાનું છે તે આ ભવમાં કરી લેવું છે, પરમકૃપાળુદેવમાં ભાવથી સમાઈ જવું છે એ જ ઉત્કંઠા રાખી, પરમ પ્રેમની વૃદ્ધિ કરવા સર્વને ભલામણ છે). (બી-૩, પૃ.૭૪૯, આંક ૯૨૮) | ભાવના એ મોટી વસ્તુ છે. પરમકૃપાળુદેવ સમીપ જ છે, એમ હદયમાં રાખી તેમની ભક્તિ અને વીતરાગપંથનું સેવન, આરાધન વારંવાર સ્મૃતિમાં લાવી, તે જ આપણો માર્ગ માની તે અર્થે પુરુષાર્થ-સપુરુષાર્થ સેવવો યોગ્ય છે. (બો-૩, પૃ.૭૯૫, આંક ૧૦૨૩) || પરમકૃપાળુદેવે ઉપશમસ્વરૂપ થઇ ઉપશમસ્વરૂપ વચનામૃતોની વૃષ્ટિ કરી છે, તે ઉપશમ અર્થે (આત્માર્થે) ઉપશમરૂપ અંતઃકરણમાં સ્થિર થાય તેમ પરમાર્થ-સન્મુખ પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૬૦૯, આંક ૭૦૩) 0 આત્મા જ પરમાનંદરૂપ છે, એવો નિશ્રય કરવો; તે જ પુરુષાર્થ છે. (બો-૧, પૃ.૨૮૪, આંક ૨૭) રાગ-દ્વેષ ન થવા દેવા, એ જ ખરો પુરુષાર્થ છે. (બો-૧, પૃ.૨૮૫, આંક ૩૦)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy