SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૪૬ ) D વેદની - શુભ કે અશુભ, એ તો બાંધ્યાં પ્રમાણે ઉદય આવે; પણ જો સમભાવ રાખે તો નવાં કર્મ ન બંધાય. ખમી ખૂંદવાનો રસ્તો છે. જે કંઈ થાય તેમાં રાગ-દ્વેષરહિત પરિણામે - સમભાવે સહન કરવામાં આવે તો બધાં શાસ્ત્રોનો સાર સમજ્યો કહેવાય. ભલેને બોલતાં ન આવડે, પણ કરવાનું એ જ છે. નિશ્રય કરવાની જરૂર છે કે મારું બાંધેલું મારે ભોગવવું છે. નવીન ન બંધાય તો ભોગવ્યા પછી એ તો એની મેળે નાશ થઈ જાય છે. માટે આજ્ઞામાં ચિત્તને રોકી, સમભાવ કરવાનો છે. (બો-૧, પૃ.૩૭, આંક ૯). D આપની ભાવના આશ્રમમાં આવવાની છે, એમ પત્રમાં હતું. તે પુણ્યનો ઉદય થાય ત્યારે જ બને છેજી; પણ સત્સંગની ભાવના તો નિરંતર કર્તવ્ય છેજી. ઉપાધિના પ્રસંગો પણ પોતે જ બાંધેલા છે, પોતાને જ ભોગવવાના છે; પણ બને તેટલી સમતાથી ભોગવવાની ભાવના કર્તવ્ય છે. તેને બદલે વ્યાકુળ થઈ જઇ, ખોટા વિચારોના પ્રવાહમાં તણાઈ રાગ-દ્વેષની વૃદ્ધિ કરે, તેને અત્યારે નથી ગમતાં તેવાં કે તેથી આકરાં કર્મ બંધાય, તે પણ આ ચાલુ કર્મ ઉપરાંત પોતાને જ ભોગવવાનું ભાથું તૈયાર કરે છે. માટે નવાં કર્મ બંધાય છે, તે ભાવના આધારે બંધાય છે એવી સમજ રાખી, સમભાવથી કર્મ બંધાતાં નથી તે અર્થે, જે જે સાધનો ઉપયોગી લાગે તે આ ભવમાં કરી લેવા યોગ્ય છે. પછી બીજા ભવમાં કંઈ બની શકે તેમ નથી, માટે “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) એ પરમકૃપાળુદેવનું વચન વિચારવા વારંવાર ભલામણ છેજી. (બો-૩, પૃ.૪૯૩, આંક પ૨૮). “સંસારાનલમાં ભલે ભુલાવી, વિપ્નો સદા આપજો, દારા સુત તન ધન હરી, સંતાપથી બહુ તાવજો; પણ રે પ્રભુ ! ના ધૈર્ય મુકાયે, હૃયે સદા આવજો, અંતે આપ પદે શ્રી સદગુરુ, સમતાએ દેહ મુકાવજો.'' ઉપાધિ છે તે મુમુક્ષુની કસોટી છે. તે પ્રસંગમાં સમતાભાવ રહે તો ઘણાં કર્મ ખપે છે. માટે કૃપાળુદેવનું દ્રષ્ટાંત લક્ષમાં રાખી, બને તેટલી સમતા ભણી ખેંચ રાખવી, એ જ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૨૯, આંક ૭૩૭) * | મુમુક્ષુ: સાંસારિક પ્રસંગો સંભારવા નથી ધારતા, છતાં પણ સાંભરે છે અને ક્લેશિત પરિણામ થાય છે. પૂજ્યશ્રી : સાંભરે ભલેને, પણ જીવ જો તેમાં ઇષ્ટ-અનિષ્ટ પરિણતિ કરે તો ક્લેશ થાય. જો ઇષ્ટ-અનિષ્ટ પરિણતિ ન કરે અને વિચાર કરે કે મારે તો છૂટવું છે અને મોક્ષે જવું છે, તો ક્લેશ નહીં થાય. મોક્ષે તો સમભાવ આવે ત્યારે જવાય તેવું છે. સમભાવ આત્માનું નિજ-ઘર છે. ઈષ્ટ-અનિષ્ટ કર્યું પાર આવે તેમ નથી. જે સાંભરે તેમાં માથું નહીં મારતાં, સમજ વડે તેનો વિચાર કરી, સમપરિણતિ જીવ રાખી શકે છે. સાંભરે છે તેમાં, જીવને મીઠાશ હોય છે ત્યારે પરિણતિ બગડે છે. મીઠાશ ન હોય તો પરિણતિ બગડે નહીં. જો સાંભરવાથી પરિણતિ બગડતી હોય તો મોક્ષ થાય નહીં, કારણ કે પૂર્વકર્મ છે ત્યાં સુધી
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy