SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૦) સમતા | તમે “ઉદાસીનતા' વિષે પૂછયું, તેનો અર્થ પરમકૃપાળુદેવે સમતા કર્યો છે અને તે થવાનું કારણ સપુરુષની ભક્તિમાં લીન થવાનો ઉપાય જણાવ્યો હોય એમ લાગે છે. જગત પ્રત્યે વૈરાગ્ય-ઉપશમવૃષ્ટિ થયે, ભક્તિ પણ યથાર્થ થાય છે અને સમભાવ પ્રગટે છેજી. (બો-૩, પૃ.૭૫૩, આંક ૯૩૯) | મહાપુરુષો અવિષમભાવે એટલે સમભાવે રહ્યા તો જ કર્મ છોડ્યાં છે. ઉદાસીનતા એટલે સમભાવ.' જેને કંઈ પ્રતિબંધ નથી, તે ઉદાસીન છે. રાગ-દ્વેષમાં ન તણાવું, તેનું નામ ઉદાસીનતા છે. ઉદાસીન એટલે ક્યાંથી ચોંટી ન ગયો હોય. આમ થયું તો ઠીક અને તેમ થયું તો ઠીક, એ ઉદાસીનતા છે. જે થાય તે ભલું માનવામાં આવે તો ઉદાસીનતા છે. “અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.'' (૭૭) ઉદાસીનતા આવે ત્યારે સુખ પ્રાપ્ત થાય. એ વગર સુખ ન આવે. વૈરાગ્ય હોય તો ઉદાસીનતા રહે. વૈરાગ્ય ઉદાસીનતાનું કારણ છે. સમભાવ કે ઉદાસીનતા એક જ છે. (બો-૧, પૃ.૩૩૫, આંક ૮૫) D આત્માનું ખરું સ્વરૂપ સમભાવ છે. સમભાવ એ જ મોક્ષ છે. હેમચંદ્રાચાર્ય લખે છે કે દેવલોક તો આગળ છે અને મોક્ષ તેનાથી પણ આગળ છે, પરંતુ સમભાવમાં રહો તો અહીં જ મોક્ષ છે. સમભાવ એ કર્મ છોડવાનું કારણ છે. સમભાવથી જેટલી નિર્જરા થાય, તેટલી કોઇ ક્રિયાથી ન થાય. ઉદય વેદતાં સમભાવ રાખવાનો છે. ગૃહસ્થાશ્રમમાં રહી સમભાવ રાખે તો મુનિ કરતાં ઘણી નિર્જરા થાય છે, કેમકે ગૃહસ્થાશ્રમમાં વધારે પુરુષાર્થ કરે ત્યારે સમભાવ રહે છે; અને જેટલો વધારે પુરુષાર્થ કરે, તેટલી વધારે નિર્જરા થાય, મુનિપણામાં અવકાશ બહુ હોય છે. તેથી થોડો પુરુષાર્થ કરે તોપણ સમભાવ રહી શકે છે. સમભાવ એટલે ઉદાસીનતા, ક્યાંય રુચિ ન રહે. પરમકૃપાળુદેવ આખા મુંબઈને સ્મશાન સમાન દેખતા હતા. (બો-૧, પૃ.૭૪) 0 પુણ્યનો ઉદય હશે તો વગર બોલાવ્યું જેમ રોગ આવે છે તેમ, નફો-સુખ-સામગ્રી પણ આવશે; અને પાપનો ઉદય હશે તો, ચોમાસામાં વરસાદ અચાનક આવે તેમ, ગમે ત્યાંથી દુ:ખ આવી પડશે. એ ક્યારે જાય ? ક્યાંથી આ આવ્યું? આમ કર્યું કાંઈ તે જવાનું નથી અને કહીએ કે આવવું હોય તેથી વધારે ભલે આવે તો કંઈ વધારે આવનાર નથી; તો પછી સમતા રાખી જે આવી પડે તે સહન કરવું યોગ્ય છે. (બી-૩, પૃ.૪૬, આંક ૩૧) “જે થાય તે યોગ્ય જ માનવામાં આવે.'' (૩૦૧) આવા પ્રકારની ભાવના, વૃત્તિથી વર્તવાની ટેવ પાડનાર મૂંઝાતો નથી; સર્વ અવસ્થામાં તેને જેમ બની આવે તેમ યોગ્ય બને છે એમ લાગ્યા કરે તો હર્ષ-શોકનું કારણ રહેતું નથી. જેમ બનવાનું હોય છે તેમ બન્યું જાય છે, તેવા આ પ્રારબ્ધજાળથી પ્રવર્તતા સંસારમાં, આપણું ધાર્યું કાંઈ બનતું નથી. આપણા ભાવ કેવા રાખવાં, તે આપણા હાથની વાત છે. તેમાં જે પુરુષાર્થ કરવા ધારે, તે, જીવ કરી શકે તેમ છે. (બી-૩, પૃ.૪૪૦, આંક ૪૬૦) 0 સમતા એ અપૂર્વ વસ્તુ છે, તે જ્ઞાનીના ઘરની વાત છે, પણ આપણને તે સમર્થ પુરુષનું શરણું મળ્યું છે; તો ચક્રવર્તીની દાસી પણ તેની રસોઈનાં ખબડાં (વાસણે ચોંટી રહેલી ખીર વગેરે) ખાઈને એટલી પુષ્ટ થાય છે કે ચપટીમાં હીરો દબાવીને ચૂરો કરી નાખે છે, તેમ તેને (શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને) આશરે
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy