SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪) પૂ. ... ની અચાનક વેદની સંબંધી સમાચાર જાણી ખેદ થયો છજી. મનુષ્યભવ અત્યંત દુર્લભ છે. તેમાં સપુરુષનો યોગ થયા પછીનો કાળ તો જીવે અત્યંત મૂલ્યવાન ગણવા યોગ્ય છે. ભલે સ્ત્રી હો, પુરુષ હો, અભણ હો, ભણેલો હો, ગરીબ રંક હો કે રાજા હો, સાજો હો કે માંદો હો; પણ મનુષ્યભવ હશે તો સત્પષે આપેલા પરમ હિતકારી, પરમ અમૃતસ્વરૂપ સ્મરણમંત્રમાં ચિત્ત દેવાશે. તે મંત્રનું બને તેટલું રટણ કર્યા કરવા યોગ્ય છેજી. તે સ્મરણમંત્ર પૂ. ... ના કાનમાં પડતો રહે તેવી ગોઠવણ કરવાથી, તેમને અને તેમને મદદ કરનાર, બંનેને લાભનું કારણ છેજી. ખરી ચાકરી એ છજી. ભક્તિ વગેરે કરીએ તે પણ તેમની પાસે કરવાથી તેમના ભાવ ભગવાન તરફ વળવાનું નિમિત્ત છેજી. (બો-૩, પૃ. ૧૮૩, આંક ૧૮૭) T માંદગીના વખતમાં મંત્રનું સ્મરણ અને પ.૧.૫.પૂ. પ્રભુશ્રીજીએ કરેલા ઉપકારનું સ્મરણ, ખરી દવા છેજી. (બી-૩, પૃ.૪૪૮, આંક ૪૬;) | ભક્તિને અર્થે આ દેહ છે તેથી બનતી સંભાળ રાખી જરૂર પડે તેવા ઉપચાર કરતા રહેશોજી; પણ ખરી દવા પ.પૂ. પ્રભુશ્રીજીએ આપેલો મંત્ર છે, તેનો લક્ષ ચકાય નહીં તેવા પુરુષાર્થમાં રહેવા ભલામણ છે.જી. શાતા-અશાતા સરખી ગણવાનો જ્ઞાનીનો ઉપદેશ છે; તેવો અભ્યાસ થાય, તે અર્થે આ વેદની આવી છે, એમ ગણવા યોગ્ય છે. (બી-૩, પૃ.૭૪પ, માંક ૯૧૯) D શરીર તો રોગનું પોટલું જ છે. તે ભક્તિના કામમાં આવે તે અર્થે દવા વગેરે કરવી ઘટે છે, પણ કોઈ રીતે દુઃખ સંબંધી ફિકર કરવી ઘટતી નથી. “કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦) એમ પરમકૃપાળુદેવનું વચન છે, તે વિચારશોજી. બનનાર તે બની રહ્યું છે, તેમાં સમભાવ રહે તેવો પુરુષાર્થ કર્તવ્ય છેજી. કોઈના વાંક જેવો ઘટતો નથી. આપણાં કર્મ અનુસાર જે બને છે તે જોયા કરવું. ભક્તિ-સ્મરણ રાતદિવસ કરવાની ભાવના રાખવી. (બો-૩, પૃ.૭૧૭, આંક ૮૬૯). D ધર્મધ્યાનમાં વૃત્તિ રાખતા હશો. દવા કરવી પડે તો નિર્દોષ દવા કરવી. વેદનીયકર્મની મંદતા વખતે દવા કંઈ અસર કરે છે, નહીં તો ઘણી વખત વિપરીત અસર પણ થાય છે. શરીરનું જેમ થવું હોય તેમ થાઓ, પણ આત્મઆરોગ્યતા વર્ધમાન થાય એવી ભાવના સતત રાખવા યોગ્ય છે. (બી-૩, પૃ.૬૯૦, આંક ૮૨૯) D તમે પુછાવો છો કે કોડલિવર ઓઇલ લેવું પડે તો લેવું કે કેમ ? તેનો ઉત્તર નકાર સિવાય બીજો શું હોઈ શકે ? મારાથી તેવી દવામાં અનુમતિ કેમ અપાય ? તે આપ જ વિચારી જોશો. દવા જ મટાડે છે, શક્તિ આપે છે તેમ નથી. એ તો માર્ગ અનુકૂળ કરનાર છે. બા શક્તિ તો જેમાંથી આવવાની છે, તેમાંથી જ આવશે. નિમિત્તનો નિષેધ નથી કરવો; પણ જેનું ફળ અત્યારની માંદગીથી ભારે દુઃખદાયી આવે તેમ હોય તેવી દવા, તે દવા નથી; પણ રોગની માતા છે. આટલો લક્ષ રાખી, ડોક્ટરથી દબાઈ જવા યોગ્ય નથી. બીજી નિર્દોષ દવા ન આપે તો થોડા દિવસ અમદાવાદ જઇ, કોઈ દેશી દવા જરૂર લાગે તો લેવી. વ્યાધિ વ્યાધિના કાળે ક્ષય થઇ જાય છે, તે શ્રદ્ધા આવા વખતે વધારે બળપૂર્વક ટકાવી રાખવી ઘટે છેજી. સ્મરણનો અભ્યાસ વિશેષ રાખવા ભલામણ છેજ. ખરી દવા સત્પષની કૃપાથી મળી છે, તે જ છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy