SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૩૧ ) પોતાની ઇચ્છા પ્રમાણે અનુકૂળ સામગ્રી મળતી રહે અને વિપ્નો ન આવે તેવા પુણ્યના ઉદયમાં વૈરાગ્ય રહેવો મુશ્કેલ છે, એમ વિચારી સમજુ પુરુષો વેદનાદિ પ્રતિકૂળ પ્રસંગોને હિતકારી માને છે. પરમકૃપાળુદેવનાં વચનો વાંચવા કે સાંભળવાનું વારંવાર બને તો વેદનાનો કાળ આર્તધ્યાનમાં જવાને બદલે, ધર્મધ્યાનમાં ગળાય. તેમ ન બની શકતું હોય તો મંત્રસ્મરણમાં દિવસનો ઘણો ભાગ વ્યતીત થાય, તેમ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૫૮, આંક ૭૮૩) આપને વિશેષ અશાતાનો ઉદય વર્તે છે તે સમાચાર જાણ્યા; તો હવે ચેતી લેવા ભલામણ છેજી. જેમણે આત્મા પ્રગટ કરી, નિરંતર આત્મામાં રહી, કર્મનો ઘાણ કાઢી નાખ્યો તે મહાપુરુષનું અવલંબન, તેનો આશ્રય, મરણની છેલ્લી પળપર્યત ટકાવી રાખવા યોગ્ય છે. પત્રાંક ૬૯૨ અને ૮૪૩, કોઇ પાસે વંચાવી, સાંભળ્યા કરશોજી. દેહની ચિંતા રાખવા યોગ્ય નથી. દેહને તો પરમકૃપાળુદેવે વેદનાની મૂર્તિ કહી છે, તે સત્ય છે. શાતા કે અશાતા, બંને વેદના છે; તે સિવાય ત્રીજી વસ્તુ, દેહ આપી શકે તેમ નથી. માટે દેહની દરકાર રાખીએ છીએ. તેના કરતાં દેહમાં રહેનાર જે ચેતન, જાણનાર તત્ત્વ છે, તેની સંભાળ લેવી ઘટે છેજી. ઘર બહુ બળી જવા આવ્યું હોય ત્યારે જેમ ઘરમાંથી રત્ન, જણસો કે ચોપડા કાઢી લઇ પછી, ઓલાય તેમ ન હોય અને બળવાનું હોય તે બળી જવા દે છે; તેમ સમ્યક્દર્શન એટલે જ્ઞાનીએ જોયો છે તેવા શુદ્ધ આત્માની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં રમણતારૂપ ચારિત્રની ભાવના રાખી, બીજી બધી ચિંતાઓ તજી દેવા યોગ્ય છે. થોડા દિવસ પછી બળવાનું છે, તેને બદલે જાણે અત્યારથી મરી ગયા છીએ એમ માની, હર્વે જેટલી ક્ષણો મળી છે તે મફતિયા છે, માત્ર પુરુષે આપેલા મંત્રમાં ચિત્ત રાખવા માટે છે, એમ ગણી મંત્રમાં બહુ ભાવ રાખશો. “ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર એટ; વિમલજિન દીઠાં લોયણ આજ.' પરમકૃપાળુદેવ જેવા ધણી જેને માથે છે, તેને કશો ભય નથી. ગભરાવું નહીં, આત્મા મરવાનો નથી. (બી-૩, પૃ.૧૧૯, આંક ૧૧૫) એ દુઃખના પ્રસંગે જેમ દવા લઈએ, ચરી પાડીએ અને અપથ્ય આહાર તજી દઇએ છીએ; તેમ જો દુઃખ ગયા પછી વર્તાય તો માંદગીના ઓછા પ્રસંગ આવવાનો સંભવ છે; તેમ જો માંદગીમાં ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ અને દીનતા તથા પરમાર્થ-સંબંધી જે વિચારો આવે છે તે માંદગી ગયા પછી ટકી રહે તો જીવનું હિત થવામાં વધારે કાળ ન લાગે; પણ શરીર સુધરતાં વિચારો પણ પલટાઈ જાય છે, મરણનો ડર રહેતો નથી, વર્ધમાન થયેલી ભાવનાઓ ઓસરી જાય છે; પણ જેને કલ્યાણ કરવું છે તે, રોજ, તે પ્રસંગ અને તે ભાવનાઓને યાદ કરે છે અને મરણને સમીપ જ સમજીને આત્મહિતને અર્થે વિશેષ પુરુષાર્થ કરતા રહે છે. (બી-૩, પૃ.૧૨૬, આંક ૧૨૫) I પૂ. ....ની તબિયત દિવસે-દિવસે નરમ રહ્યા કરે છે એમ લખ્યું, તે જાણ્યું. પ્રારબ્ધકર્મ પ્રમાણે વેદનીય આવેલી, ભોગવ્યા વિના છૂટકો નથી. “જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુ:ખ રહિત ન કોય; જ્ઞાની વેદ વૈર્યથી. અજ્ઞાની વદ રોય.'' એ આપ સમજો છે, છતાં વિશેષ સાવધાની રાખી, આ વખતની વેદની વેદી લેવાય તો જીવને સમાધિમરણનું કારણ બને તેમ છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy