SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯૮) ““પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.' (૬૯૨) (બી-૩, પૃ.૫૩૯, આંક ૫૯૧) આપણું પામરપણું અને પ્રભુનું અચિંત્ય માહાભ્ય ર્દયમાં સદોદિત જાગ્રત રાખી, તે તરણતારણ પ્રભુનો આશ્રય મરણની છેલ્લી પળ સુધી રાખી, તેને આશ્રયે દેહ છોડનાર સ્વરૂપસ્થિતિ પામે છે; તે ભૂલવા યોગ્ય નથીજી. (બો-૩, પૃ.૫૬૪, આંક ૬૩૧) T ૫..૫.પૂ. પ્રભુશ્રીજીના બોધમાં આવે છે કે બાળાભોળા જીવો પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનું શરણ પકડે તો કામ કાઢી નાખે અને ડાહ્યા, મોટા ગણાતા શંકામાં ગળકાં ખાતાં રખડે. તરવામાં બહુ બુદ્ધિ જોઈએ છે એમ નથી. શ્રદ્ધા પરમ દુર્લભ કહી છે. તે, જેના હૃદયમાં કોઇ સત્સંગયોગે વસી ગઈ કે “ દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.'' (૬૯૨) તો શ્રી સદ્ગુરુએ કહેલા નિગ્રંથમાર્ગનો તેને આશ્રય રહ્યો ગણાય. પૂ. .... જો મંત્રસ્મરણમાં વૃત્તિ રાખ્યા કરે તોપણ હિતકારી છે). જે કંઈ પરમકૃપાળુદેવનાં વચન તેમને યાદ હોય, તે રટયા કરે તો વૃત્તિના વિકલ્પો ટળી, એક પરમકૃપાળુદેવનું શરણ વૃઢ થાય અને સમાધિમરણનું કારણ બને. હવે તો સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો જ આધાર છે, તેને શરણે દેહ છોડવો છે, એ નિશ્ચય કર્તવ્ય છેજી. ગુરુરાજ ગુણ ઉર વિષે, સત્ય રુચિ બહુમાન; નિકટ ભવિ ભવ અલ્પમાં, પામે પદ નિર્વાણ.' (બી-૩, પૃ.૫૯૪, આંક ૬૭૫) D પરમકૃપાળુદેવે જે આજ્ઞા જન્મમરણ છૂટવા માટે આપી છે કે, મારે તે પરમપુરુષની શ્રદ્ધાએ આરાધવી છે, બીજું મારે આ ભવમાં કંઈ કામનું નથી. એ જ પુરુષને રાજી રાખવા આટલો ભવ ગાળવો છે. તેનાં વચનો જે છપાયાં છે તેનો અભ્યાસ કરી, તેણે જણાવ્યું છે તેવા ભાવ કરી વર્તવું છે, એમ જેના દ્ધયનો નિર્ણય છે અને પોતાની શક્તિ પ્રમાણે તે ભાવમાં જે વર્તે છે, તેથી વિપરીત પણે વર્તાય ત્યાં ખેદ થાય છે, તે પુરુષને તેની આશ્રયભક્તિ છે એમ સામાન્યપણે ગણાય. ખરી રીતે તો પત્રાંક પ૭રમાં જણાવ્યું છે તેમ ““જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું.” એ આશ્રયભક્તિનું ફળ છેજી. જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દ્રષ્ટિએ જોવાથી મનનું સ્થાપન થવું સુલભ થાય છે.” એમ જણાવી જ્ઞાનીપુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચ વિષયાદિ દોષો જણાવી, તેના ત્યાગનો ક્રમ જણાવ્યો છે. બહુ બહુ વિચાર કરી, અમલમાં મૂક્ય જીવને લાભ થાય છે, તીવ્રજ્ઞાનદશા પ્રગટે છે. એટલું બધું તેનું માહાભ્ય જણાવી, તેમાં જ પ્રસંગે-પ્રસંગે, કાર્ય-કાર્યો, પ્રવૃત્તિઓ-પ્રવૃત્તિએ, ફરી-ફરી લક્ષ રાખવા ચેતાવ્યા છે, તે પ્રમાણે વર્તાય તો જ જીવનું સાચું હિત સધાય, માટે નિશ્ચયની ખામી જીવમાં છે તે દૂર કરી, જીવ રોજ મરણને સંભારી, જ્ઞાની પુરુષમાં જ વૃત્તિ રાખે તો-તો આ ભવમાં ઘણી કમાણી થઈ શકે તેવો જોગ ને મળ્યો છે, તે જ સફળ કરવા સપુરુષાર્થ કર્તવ્ય છજી. (બી-૩, પૃ.૬૦૧, આંક ૬૮૯)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy