SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૯) શરીર અને શરીરના આશ્રિતમાં મોહ-મમતાભાવ છે. તે દુર થાય તેવો, પોતે પોતાને બોધ કરવા યોગ્ય છે. આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં.' ઉત્તમ નિમિત્તે પણ પોતે જાગ્રત થશે, ત્યારે કામ થશે. (બો-૩, પૃ.૪૬૪, આંક ૪૮૮) :] જેણે સાચા ભાવથી ગુરુનાં દર્શન કર્યા છે, તેને તો જન્મમરણરૂપ સંસાર ત્રાસરૂપ લાગ્યા વિના રહે નહીં; અને (તેને) દેહ વેદનાની મૂર્તિ સમજાવા યોગ્ય છે. દેહરૂપી કેદખાનામાં કે પાંજરામાં જીવરૂપી પક્ષીને પૂરવાથી, તે નિરંતર દુઃખ વેદે છે, પણ મોહને લઈને જીવ દેહરૂપ જ પોતાને માને છે. દેહના દુઃખે દુઃખી અને દેહના સુખે સુખી માનવાની આ જીવને ભૂંડી ટેવ પડી છે, તે જ્ઞાનીપુરુષના ઘણા સમાગમે ટળે છે. જ્ઞાની પુરુષો તો “વેઢ ટુર્વ મહા’ - દેહ-દુઃખને કલ્યાણકારી સમજે છે. નીરોગી શરીર હોય તો ઉપવાસાદિ કાયક્લેશનાં સાધનોથી દેહ-દુઃખ પ્રગટાવી દેહની સામા પડે છે, અને દેહનો સ્વભાવ દુ:ખ આપવાનો છે, એ વાતની વિસ્મૃતિ ન થાય, એમ વર્તે છે. જ્ઞાનીઓ દુઃખને બોલાવીને, તેને ભોગવી લઈ મુક્ત થવા મથે છે; તો આપણને સહજે દુઃખ આવી પડ્યું છે તેમાં સમભાવ રાખી, જ્ઞાનીનાં શરણમાં બુદ્ધિ રાખી, જો ધીરજથી આટલું દુઃખ સહન કરી લઈએ તો ઘણા આકરા તપનો લાભ આપણને મળે તેવો અવસર આવ્યો છે. ખેદ, શોક કે ક્લેશ મનમાં લાવીને વેદીશું તો ફરી અશાતા વેદની, આવી કે આથી આકરી, બાંધી દુઃખને આમંત્રણ આપવા જેવું થશે. આત્મસિદ્ધિમાંથી ૧૧૫થી ૧૨૭, ૧ અને ૧૪૨ - આ ગાથાઓનું વારંવાર રટણ કરતાં રહેશો તો દુ:ખ વેદવામાં ઘણું બળ મળશે, ચિત્ત પુરુષનાં વચનોમાં ગૂંથાયેલું રહેશે અને તેમાં આનંદ આવશે તો પરમ દુર્લભ એવી શ્રદ્ધારૂપ આત્મગુણ પ્રગટવાનું નિમિત્ત થશે. માટે મનને ન ગમે તોપણ, પરાણે પણ, જો બળ કરીને ચિત્તને તે વચનોમાં રોકવામાં, વિચારવામાં, બોલવામાં, સાંભળવામાં, ઇચ્છવામાં, ભાવના કરવામાં કાળજી રાખશો તો તેનો અભ્યાસ પડી જશે અને તે જ સુખરૂપ લાગશે. મહામંત્રરૂપ તે ગાથાઓ છે; શ્રી આત્મસિદ્ધિના સારરૂપ છે; સમાધિમરણ પ્રાપ્ત કરાવે તેવું તેમાં બળ છે; એવું સપુરુષ પાસેથી સાંભળ્યું છે, શ્રધ્યું છે તે જ તમને માત્ર તમારા આત્મહિતને અર્થે જ જણાવું છુંજી; તો હીરાના હાર કરતાં પણ અમૂલ્ય ગણી તેટલી ગાથાઓ કંઠે કરી, ફેરવતાં રહેવા ભલામણ વારંવાર કરું છુંજી. (બો-૩, પૃ.૭૩૪, આંક ૮૯૯) D દેહાદિ પદાર્થોને આધારે જે સુખ મળે છે તે માત્ર કલ્પનાવાળું, ક્ષણિક અને આખરે દુઃખનું કારણ થાય છે. પાંચ ઇન્દ્રિયો અને મન બાહ્ય પદાર્થોમાંથી સુખદુઃખરૂપ માલ ખરીદવા પુણ્ય પાપરૂપ મૂલ્ય આપી, જીવની પાસે વ્યર્થ વ્યાપાર કરાવે છે. મનુષ્યભવનો ઉત્તમ કાળ પરપદાર્થો અને તેની ઇચ્છાઓમાં તથા આશાઓ અને ફિકર-ચિંતામાં વહ્યો જાય છે, અને જીવ આમ ને આમ ઠગાયા કરે છે, તે સુખ-શાતાના વખતમાં જણાતું નથી. પણ દુઃખના પ્રસંગોમાં કંઈ ગમે નહીં, ચેન પડે નહીં, ક્યાંય સુખ ભળાય નહીં, તે વખતે, જો તે પરપદાર્થોની આશાનો મોહ ઓછો કરવાની ભાવના રહે તો આ સંસારનું સ્વરૂપ જ્ઞાનીપુરૂષોએ
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy