SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૨૧) ગમે તેટલું ઊંડું પાણી હોય તોપણ, હોડીમાં બેસીને નદી જેમ પાર ઊતરી જવાય છે; તેમ પુરુષ ઉપર વિશ્વાસ છે, તે સંસારસમુદ્રથી તારનાર છે, માટે નિર્ભય રહેવું. આત્મા મરતો નથી. એ તો અજર, અમર, અવિનાશી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. જ્ઞાનીએ અનુભવ્યો છે, તેવા શુદ્ધ આત્માનું મને શરણું હો ! એ જ ષ્ટિ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૭૧, આંક ૫૯) 0 છ પદની દ્રઢ શ્રદ્ધા રાખી, આત્મા કદી મરતો નથી, મર્યો નથી, મરશે પણ નહીં એમ વિચારી, નિર્ભય રહેતાં શીખશોજી. વેદના ગમે તેવી આકરી લાગે, પણ તે જવાની છે, આત્માનો નાશ નથી; માટે જે થાય તે જોયા કરવું અને સદ્ગુરુનું શરણું મહાબળવાન છે. આત્માનો વાળ વાંકો કરવા કોઈ સમર્થ નથી. ધીરજ, સહનશીલતા, સમભાવની માત્ર જરૂર છે. કંઈ ન બને તો હે પ્રભુ ! મારું હવે કંઈ ચાલતું નથી, માત્ર તારું શરણું સાચું છે, તે જ મારી ગતિ અને મારો આધાર છે, તે વગર મારે ક્યાંય ચિત્ત રાખવું નથી, છતાં તે આ દેહની વેદનામાં તણાઈ જાય છે તો તેને માટે કેમ કરવું? તું જાણે, તને હવે સર્વસ્વ સોંપી હું તો નિશ્ચિંત થઈ જોયા કરું છું કે કેમ થાય છે. “જે થાવું હોય તે થાજો, રૂડા રાજને ભજીએ.'' એ અનન્ય શરણ પરમ ભક્તિએ ઉપાસવા યોગ્ય છે; અને અંતરંગમાં નિર્ભય, શીતળીભૂત રહેવા યોગ્ય છે કે, ભલું થવાનું છે તેથી જ આવા શુભ યોગ, આ ભવમાં મળી આવ્યા છે. હવે કંઈ ફિકર નથી. ઘણી મુશ્કેલીનો કાળ વહ્યો ગયો, હવે થોડો વખત ધીરજ રાખી, પરમકૃપાળુદેવની કૃપાથી તેના સ્મરણમંત્રનું બળ અંત સુધી ટકાવી રાખે તો સમાધિમરણનો અપૂર્વ લાભ થવાનો યોગ આવ્યો છે. (બી-૩, પૃ.૪૭), આંક ૪૯૬) D નિર્ભયપણે વેદનીયનો ઉદય હોય તે ભોગવી, તેથી છૂટવાનું થાય છે એમ માનશોજી. મરણ આદિ કંઈ વિકલ્પમાં ખોટી થવા યોગ્ય નથીજી. મૂંઝાવા યોગ્ય નથી. આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષના ઉપાય છે – આ છ પદનો વારંવાર વિચાર કર્તવ્ય છેજી. ભક્તિ મોક્ષના ઉપાયરૂપ છે; તેનું આરાધન કરવાનું સાધન સદ્ગુરુકૃપાએ તમને પ્રાપ્ત થયું છે તો તેમાં મંડી પડવું. બીજું બધું ભૂલી જવા જેવું છે. પૂ.....એ જે મુખપાઠ કર્યું હોય કે કરતા હોય, તેમાં ચિત્ત દેવાથી લાભ થવાનો સંભવ છેજી. તે ભક્તિ કરે, તે ધ્યાનપૂર્વક માંદગીમાં પણ સાંભળવા યોગ્ય છે અને કોઈ જ્ઞાનીએ આત્મા અનુભવ્યો છે, તેને અર્થે એ સર્વ છે એમ ભાવના કરી, જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખશોજી. (બી-૩, પૃ.૧૫૦, આંક ૧૫O) પત્ર મળ્યો છેજ. તબિયત નરમ થતી જાય છે તથા અશક્તિ રહે છે તે જાણ્યું. શરીરના ધર્મ, શરીર બધી અવસ્થામાં બજાવે છે તો આત્માએ બધી અવસ્થામાં, આત્મધર્મ શા માટે ચૂકવો જોઈએ ? એ વારંવાર વિચારી, શરીરમાં વેદના વગેરે દેહના ધર્મો દેખાય, તેને દેખનારો આત્મા પરમાનંદરૂપ જ્ઞાનીએ કહ્યો છે, અનુભવ્યો છે, તેવો જ મારે માનવો છે, તે જ મારું સ્વરૂપ છે. સદાય ટકી રહે તેવા એ અવિનાશી, અજર, અમર, શાશ્વત, અનંત સુખસ્વરૂપને હવે તો બ્દયમાં કોતરી રાખવું છે, તેમાં જ મરણપર્યંત વૃત્તિ રાખવી છે. એ સહજાન્મસ્વરૂપ જ, ભવસાગર તરવા માટે જહાજ છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy