SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) | શાતાવેદનીય કે અશાતાવેદનીય હોય, તેથી આત્માના પ્રદેશોમાં કંઇ વધારો-ઘટાડો થતો નથી. ફક્ત તે વખતે એમ લાગે કે સુખ થયું કે દુ:ખ થયું. શાતાવેદનીમાં મરણનો અભ્યાસ એટલો દ્રઢ કરી દેવો કે અશાતાવેદની આવે ત્યારે તે જ આવીને ઊભું રહે. ઉપયોગ ફેરવતાં આવવો જોઇએ. જો તેમ થયું તો પછી વેદનીમાં દુ:ખ લાગશે નહીં. મહાત્મા પુરુષોને ઉપસર્ગ આવે છે ત્યારે તેઓ પણ તેમ જ કરે છે, એટલે દુઃખ લાગતું નથી. ઉપયોગ બીજે હોય તો કંઈ વાગ્યું હોય તે માલૂમ પડતું નથી. તેમ શાતાવેદની હોય ત્યારે ઉપયોગ આત્મામાં રાખવાનો પુરુષાર્થ કરવાનો છે. ચેતવા જેવું છે. આખરે તો શાતા અને અશાતા, બંને સરખાં જ છે. અશાતામાં મંત્ર યાદ આવે તો મંત્ર, “હે પ્રભુ' યાદ આવે તો તે, પણ બોલ્યા કરવું; બીજું કંઈ પેસવા દેવું નહીં. માનસિક દુઃખ કે શારીરિક દુઃખ હોય, પણ ઉપયોગ ફેરવી લેતાં આવડતો હોય તો તેને દુઃખ માલૂમ પડે નહીં. (બો-૧, પૃ., આંક ૭) પૂ. ....ને વેદનીયકર્મ ભારે હોવા છતાં તેમનો પુરુષાર્થ તેને હઠાવે તેવો ભારે છે, તેથી તેમને માંદગીને કારણે ભાવવ્યાપારમાં ખોટ જાય તેવું તેમણે રાખ્યું નથીજી. બહારની ઉપાધિ, સગાં-ઓળખીતાં ઘણાં હોવા છતાં, તે સર્વ તરફ પૂઠ ફેરવી, પરમકૃપાળુદેવના માર્ગનું આરાધન એકનિષ્ઠાએ તેમણે કરવા માંડ્યું છે. સપુરુષના આશ્રિતને સદ્ગુરુદેવની કૃપાથી, બીજા જીવોને આધ્યાન થાય તેવા પ્રસંગે ધર્મધ્યાન થયા કરે છે, એ ચમત્કાર આ કળિકાળમાં પ્રત્યક્ષ નજરે જોવાય તેમ છે. લગભગ આશ્રમના ક્રમે યથાશક્તિ, સેવામાં રહેલાઓની મદદથી, તેઓ વર્યા જાય છે અને શ્રદ્ધા જે વૃઢ થયેલી છે તે તો સદાય સાથે જ રહે. ‘ફિકરકા ફાકા ભર્યા, તાકા નામ ફકીર.' એવી દશા સહજ કરી મૂકવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવ તથા પ્રભુશ્રીજીના જણાવ્યા પ્રમાણે, તેમનો વાંચન વગેરેમાં લક્ષ છેજી. (બો-૩, પૃ. ૨૧૧, આંક ૨૦૯) D પરમકૃપાળુદેવનું શરણ અને તેનો આશ્રય મરણ વખતે પણ મદદરૂપ છે; તો વ્યાધિના પ્રસંગે પણ તે અત્યંત ઉપકારી જાણી, તે પરમપુરુષે જણાવેલો મંત્ર, ભક્તિના વીસ દોહરા, યમનિયમ, છ પદનો પત્ર, ક્ષમાપનાનો પત્ર અને આત્મસિદ્ધિ મુખપાઠ હોય તો તેમાં વૃત્તિ રાખવાથી ઘણો લાભ થવા સંભવ છે. જ્યારે ખાવું ભાવે નહીં, બોલવું ગમે નહીં, સંસારના ભોગ અપ્રિય લાગે એવા માંદગીના પ્રસંગમાં મોહનું બળ હોતું નથી; તે વખતે પુરુષનો બોધ, તેની આજ્ઞાએ જે જે વચનામૃતો મુખપાઠ થયાં હોય તેનો વિચાર અને તે પુરુષ જેવો પરમ ઉપકાર કરનાર ત્રણ લોકમાં મને દેખાતો નથી, એવો વિશ્વાસ જીવને સમ્યફ વિચારનું કારણ થાય છે. માટે સધર્મનું અવલંબન, સપુરુષની વીતરાગ મુદ્રા, તેમનો સમાગમ, તેમની ભક્તિ, તેમનો ઉપદેશ, તેમની મન-વચન-કાયાની પ્રત્યેક ચેષ્ટાની સ્મૃતિ, એવા વખતમાં જીવને અનેક કષ્ટો સહન કરવાનું બળ પ્રેરે છે. મને દુઃખ થાય છે કે રહેવાતું નથી, દવા સારી કરો કે મારી સેવા-સંભાળ રખાવો વગેરે કર્યા કરતા તે વખતે, મને કોઈ ભક્તિનાં પદ સંભળાવો, ચિત્રપટનાં દર્શન કરાવો, પ્રભુશ્રીજીના સમાગમની
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy