SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૦૯) સ્મરણમંત્રનો અભ્યાસ પાડી મૂકવા જેવું છે. તેથી દેહ છૂટતી વખતે પણ પરમકૃપાળુદેવ અને તેમણે આપેલા મંત્રમાં જ વૃત્તિ રહે, તે સમાધિમરણ કરે છે. જીવ ધારે તો કરી શકે એમ છે. મનુષ્યભવ છે ત્યાં સુધી જ્ઞાની પુરુષની શિખામણ લક્ષમાં રાખી શકાય છે. ભવ બદલી ગયા પછી બધું ભૂલી જવાય છે. માટે કોઈ પણ પદાર્થમાં મોહ નહીં રાખતાં, નિર્મોહીદશા, સમભાવના, આત્મભાવનામાં વિશેષ-વિશેષ ઉપયોગ રહે તેમ પોતે કરવું. પોતાથી ન વંચાય તો બીજા પાસે તેવું વાંચન કરાવવું અને સાંભળવું. બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી.' (૪૭) માટે ભવિષ્યની ચિંતા નહીં કરતાં તથા મરણનો ડર નહીં રાખતાં, મનુષ્યભવની જે ક્ષણો આપણને મહાપુણ્યથી મળી છે તે દરેકનો સદુપયોગ થાય, જ્ઞાની પુરુષના આશ્રયે ગળાય, તે પ્રમાણે સાવધાનીથી વર્તવા યોગ્ય છે. જ્ઞાની પુરુષને આશ્રયે, આયુષ્ય હોય ત્યાં સુધી જીવવું છે અને અંત કાળે પણ તેમનું શરણ સુકાય નહીં તેવા પુરુષાર્થમાં રહેવું છે, એ નિશ્ચય કર્તવ્ય છે. કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૦) એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે તેવો લક્ષ રહ્યા કરે તેમ કરશોજી. (બી-૩, પૃ.૫૩, આંક ૭૭૩) વેદનીયકર્મ આપણે જ બાંધ્યું હતું, તે મે'માનની પેઠે આવ્યું છે, તે સદા રહેવાનું નથી. મે'માનનો સત્કાર કરીએ તેમ તેને હાથ જોડી વિનંતી કરવી કે ભલે પધાર્યા. સદ્દગુરુશરણે અમે તો નિર્ભય છીએ. તમને નોતર્યા હતા તે તમે આવ્યા, હવે જમી-કરીને ચાલ્યા જાઓ, ભૂલમા તમને બોલાવ્યા હતા. હવે તમારું કામ નથી. અમારે તો હવે બીજું, મોક્ષ સાધવાનું કામ કરવું છે, તે તમારે માટે ખોટી થવાય તેમ નથી, માટે માફ કરજો. એમ વિચારી મરણ, ભક્તિ, વાંચન, વિચાર વગેરે સદ્ગુરુની આજ્ઞાનાં નિમિત્તોમાં જોડાઈ જવું. બહુ વેદના જણાય અને ચિત્ત ત્યાં ખેંચાય તો પાછું સ્મરણ વગેરેમાં ખેંચી લાવવું અને મનને સમજાવવું કે દેહમાં ને દેહમાં ભાવ રાખીને આવી વેદના ઊભી કરી છે. હવે જો આ વેદના જેવી ગમ્મત વધારે જોઈતી હોય તો હજી દેહની દરકાર કર્યા કર, નહીં તો દેહરહિત જેની દશા છે એવા જ્ઞાની પુરુષમાં, શુદ્ધ, નિત્ય, પરમાનંદરૂપ આત્મામાં દ્રષ્ટિ દેવાશે તો ફરી દેહ ધરવો નહીં પડે અને સ્વપ્ન પણ દુ:ખ નહીં આવે. તે હવે કર. (બી-૩, પૃ.૧૦૮, આંક ૧૦૦) D તમને અશાતાનો ઉદય તીવ્રપણે આવ્યો છે, એ લક્ષમાં છે. ઉપચાર આદિ તો બને તે કર્તવ્ય છે; પણ મુખ્ય લક્ષ, જન્મમરણથી છૂટવાનો, ચૂકવા યોગ્ય નથી. બાંધેલું છે તે જ આવે છે. હવે નવું ન બંધાય તે અર્થે પરમકૃપાળુદેવના આશ્રયે સમભાવની ભાવના કર્તવ્ય છે. તે તમને લક્ષમાં છે. તે લક્ષ જેમ જેમ બળવાન થાય તેવો પુરુષાર્થ કર્તવ્ય છે. જ્યાં આપણું કંઈ ન ચાલે તેવી નિરપાય દશા વિષે વારંવાર વિચાર ન આવે અને જે નિમિત્તે ભાવ પલટાવી શકાય અને આત્મહિત થાય, તેવા નિમિત્તો જોડતા રહેવા ભલામણ છે. પરમકૃપાળુદેવમાં વૃત્તિ વારંવાર રહે, તે પરમાત્મસ્વરૂપ છે એવી દૃઢ માન્યતા વર્ધમાન થાય એવી તે કરુણામૂર્તિ પ્રત્યે પ્રાર્થના કર્તવ્ય છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy