SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ [] ૬૦૭ જીવે સામાન્ય કરી નાખ્યું છે, નહીં તો સત્પુરુષનું એક વચન પણ સાચા અંતઃકરણથી માન્ય થાય તો કલ્યાણ થઇ જાય તેવું છે, પણ અનિત્ય પદાર્થોના મોહ આડે, રત્નચિંતામણિ જેવા સત્પુરુષનાં વચનોનું માહાત્મ્ય લાગતું નથી. (બો-૩, પૃ.૭૪, આંક ૬૨) ‘શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઇ અન્યે લઇ ના શકાય; એ ભોગવે એક સ્વઆત્મ પોતે, એકત્વ એથી નય સુજ્ઞ ગોતે. સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય, આરાધ્ય, પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઇ ન બાંહ્ય સ્થાશે.’’ વેદનાથી મૂંઝાવું નહીં, ગભરાવું નહીં. પૂર્વે બાંધેલાં કર્મનો ઉદય છે, તે જાય છે, જવા આવ્યું છે. ગયા પછી તે આવવાનું નથી. જેટલું જાય છે, તેટલું દુઃખ ઓછું થાય છે એમ જાણી, ધીરજ રાખવી. સમભાવે સહન કરવું. ખમી ખૂંદવું. આર્તધ્યાન, રૌદ્રધ્યાન ક૨વાથી ઊલટું એવું બીજું, ભવિષ્યમાં ભોગવવું પડે તેવું કર્મ બંધાય છે, માટે ફિકર-ચિંતા, ખેદ-શોક કરવો નહીં. વગર બોલાવ્યે કર્મ આવ્યું છે, તેમ તેની મેળે તે જતું રહેશે. ધીરજ, શાંતિ, સમતા, ક્ષમા રાખી, ખમી ખૂંદવાથી ધર્મ નીપજે છે અને પૂર્વે બાંધેલું કર્મ ચાલ્યું જાય છે. હાયવોય કરીએ, ગમે તેટલો ઉચાટશોક કરીએ, માથું ફૂટીએ તોપણ, કર્મ કંઇ ઉદયમાં આવ્યા વગર રહેવાનું નથી. દુઃખ ભોગવ્યા વગર છૂટકો નથી. આપણે બાંધેલાં, આપણે જ ભોગવવાં પડશે; પણ તે વખતે સમજણ રાખીને ધીરજ રાખે, તેને નવાં કર્મ ન બંધાય. રોગ અને વ્યાધિ વગેરે શરીરમાં થાય છે. દેહનો ધર્મ સડી જવાનો, પડી જવાનો છે; કોઇનો અજર, અમર દેહ રહ્યો નથી, તો પછી આપણે એ વેદનાની મૂર્તિ જેવા દેહમાંથી સુખ ઇચ્છીએ, તોપણ મળે એવું નથી. આખરે દેહ દગો દેનાર છે. માટે એ દેહ ઉપરનો મોહ તજીને, આત્માનો વિચાર કરવો યોગ્ય છે. આત્મા નિત્ય છે, કદી આત્મા મરતો નથી, સડતો નથી, રોગી થતો નથી, ઘરડો થતો નથી. તે અછેદ્ય, અભેદ્ય, જન્મમરણથી રહિત છે, અસંગસ્વરૂપ છે. જ્ઞાન, આત્માનો સ્વભાવ હોવાથી, દેહમાં જે જે વ્યાધિ થાય છે, તેને જાણે છે; પરંતુ મને થાય છે, મારાથી ખમાતું નથી, મને આ નથી ગમતું, ક્યારે મટી જશે વગેરે થાય છે, તે દેહ ઉપરના મોહને લઇને અને સહન કરવાનો અભ્યાસ નથી પડયો, તેને લઇને લાગે છે. હવે આ દેહનો વિશ્વાસ કરવા યોગ્ય નથી. દેહ, પુત્ર, કુટુંબ, ખેતર, ઘર એ કંઇ મારું નથી, એમ વિચારી બધા ઉપ૨થી મન ઉઠાવી, એક પરમકૃપાળુદેવનું શરણું ગ્રહણ કરી, જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી, સત્પુરુષ દ્વારા મળેલો મહામંત્ર ‘‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ''નું સ્મરણ કર્યા કરવું યોગ્ય છે. (બો-૩, પૃ.૭૮, આંક ૬૮) D આપને દરદનો ઊથલો મારેલો સાંભળ્યો. બનનાર તે ફરનાર નથી એમ ગણી, આ પૂર્વે બાંધેલું કર્મ જવા માટે આવ્યું છે, તે ભોગવતાં સ્મરણમાં ચિત્ત રાખવાનો પુરુષાર્થ કરવો. શ્રી ગજસુકુમાર આદિ, મહા ભયંકર વેદનાને સમભાવે ભોગવનાર મુનિવરોનાં અદ્ભુત પરાક્રમને સ્મૃતિમાં લાવી, તે વખતે દેહ અને આત્માની ભિન્નતાનો અખંડ નિશ્ચય તેમણે ટકાવી રાખ્યો, તે ધ્યેય લક્ષમાં રાખી, સમભાવની
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy