SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ (O૫ ) પાસે હોય તેમને મંત્ર બોલવા કહેવું અને આ અવસર ખરી કસોટીનો છે એમ ગણી, વેદનાને નમતું ન આપવું. ઊલટું એવી ભાવના કરવી કે આથી બમણું આવવું હોય તો આવો, મારું કામ સહન કરવાનું છે. સદ્ગુરુશરણે કંઈ પણ સુખની ઇચ્છા રાખ્યા વગર, મરણપર્યત ધીરજ રાખવી છે. પાછા હઠવું નહીં, હિંમત હારવી નહીં. જે થાય તે જોયા કરવું. આત્મા છે, તે નિત્ય છે. તેનો નાશ થવાનો નથી, દુ:ખનો નાશ થવાનો છે. કરેલાં કર્મ છૂટે છે. હિંમત રાખી બધાંય સારા-માઠાં કર્મ છોડી મોક્ષે જવું છે. ઘાણીમાં ઘાલીને પીત્યા હતા તેવા મુનિઓ મોક્ષની ભાવનામાં લીન થવાથી મોક્ષે ગયા છે; તેટલું બધું તો દુઃખ મને નથી ? માટે આ દુઃખથી મન ડોલાયમાન ન થાય અને ““સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રમાં ભાવ રહે, પરમકૃપાળુદેવની સહનશીલતા, ધીરજ, સમાધિ લક્ષમાં રાખી રાતદિવસ સમય વિતાવવો છે, એ લક્ષ રાખશો. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યક્રમકારે અહિયાસવા (દવા) યોગ્ય છે.” (૪૬૦) એ પત્ર વારંવાર વાંચવા-સાંભળવાનું કરશો તથા સમાધિમરણનું પ્રકરણ સમાધિસોપાનમાંથી વાંચવાનું બને તો કરશો. કંઈ ન બને તો પરમકૃપાળુદેવને શરણે જે થાય છે, તે ભલાને માટે જ થાય છે એવો વિશ્વાસ રાખી, સહન કર્યા કરવું. ગુરુને શરણે આત્માનો વાંકો વાળ થાય તેમ નથી. સંયોગ તો છૂટશે, તેમાં રાગ રાખવો નથી. (બી-૩, પૃ.૭૪૬, આંક ૯૨૨) પાપકર્મના ઉદયને લીધે જીવને પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થાય છે, પરંતુ જો વેદનીયકર્મના ઉદયમાં શરીરનું સ્વરૂપ વિચારે કે હું દેહથી ભિન્ન છું, દેહ નાશવંત છે, મળમૂત્રની ખાણ છે, તેમાંથી સુખની આશા રાખવી વ્યર્થ છે, પ્રગટ દુ:ખ દેનાર દેખાય છે છતાં જીવ દેહ પ્રત્યેની મમતા - સુખરૂપ માન્યતા છોડતો નથી, તે સમજણ પ્રાપ્ત થવા આ વેદના આવી છે. આટલાથી જો સમજીને દેહને અન્ય, પરપદાર્થ માની આત્માને અર્થે દેહ ગાળવાનું શીખી લઉં તો આ વેદના ભોગવાય છે તે લેખે આવે. આત્મા છે, નિત્ય છે, કર્મ કરે છે તે તેને ભોગવવા પડે છે, તેથી મુક્ત થઈ શકાય છે અને મોક્ષનો ઉપાય પણ છે; આ વાત જો દૃઢ થઈ જાય તો મળેલી નિવૃત્તિ અને વેઠેલી વેદના સાર્થક બને. તે થવા અર્થે તમારી પાસે પુસ્તકો છે તે વાંચશો, વિચારશો અને સત્સંગે મને અપૂર્વ લાભ થવા યોગ્ય છે એમ વિચારશોજી. પરમપુરુષ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રને શરણે વૃત્તિ રહે, તેના આધારે મનુષ્યભવની સફળતા સાધવી છે, એવી વૃત્તિમાં કાળ વ્યતીત કરશોજી. (બો-૩, પૃ.૭૩૭, આંક ૯૦૩). જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય; જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રોય.'' બાંધેલાં કર્મ કોઈ નિમિત્ત પામીને, પૂર્વના પાપના ફળરૂપ અશાતા વેદનીયરૂપ ફળ ચખાડે છે. તેને પ્રસંગે જે જ્ઞાની પુરુષો હોય છે, તેમણે દેહનું સ્વરૂપ નાશવંત, અસાર, વેદનાની મૂર્તિરૂપ પ્રગટ જાણી તેના ઉપરનો મોહ છોડયો છે, તેથી ધીરજ ધારણ કરી, દેહમાં થતી વેદનાને વેદે છેજી; સમભાવ કે આત્મભાવના, વેદના વખતે પણ તજતા નથી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy