SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૦૩) રોકવામાં પરમ સાધન સ્મરણ છે. તેનું વિશેષ-વિશેષ આરાધન કરતા રહેવાની જરૂર છેજી. તેમાં વિક્ષેપ કરનાર ““વચન નયન'' છે, તેનો “યમ'' એટલે સંયમ કરવો ઘટે છેજી. (બી-૩, પૃ.૫૭૮, આંક ૬૫૧) વેદનીયકર્મ “વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર જો.” આપ વેદનાથી કંટાળી ગયેલા જણાઓ છો અને વેદનાને અંતરાયકર્મ જેવું ગણો છો પણ તેમ યોગ્ય નથી. વેદનીયકર્મને બળ આપનાર મોહનીયકર્મ છે એટલે દેહાધ્યાસને લીધે વેદનીયકર્મ જેમ છે તેમ સમજાતું નથી. સમજણની ખામી છે ત્યાં સુધી એકને બદલે બીજું સમજાય છે. વેદનીયકર્મને દેહની સાથે સંબંધ છે; અને મોહનીયકર્મ, દેહ પોતાનો નથી તેને પોતાનો મનાવે છે; તેથી દેહ પોતાનો મનાયો ત્યાં દેહમાં જે થાય તે પોતાને થાય છે, એમ મનાય છે. આત્મા અને દેહ બંને પદાર્થ ભિન્ન છે એવી દ્રવ્યવૃષ્ટિ થયે દેહના ફેરફારો કે અવસ્થાઓ પોતાનાં મનાતાં નથી. પોતાનો સ્વભાવ સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર છે તેને બાધા કરનાર કારણો દુઃખરૂપ લાગે છે; પણ શરીરને બાધા કરનાર રોગાદિક આત્માને બાધા કરતાં નથી, એમ જાણી મહામુનિઓ તેની ઉપેક્ષા કરે છે એટલે તેમાં તણાતાં નથી. ધર્મસાધનમાં શરીર પણ એક સાધન છે, એમ જાણી તેની સારવાર કરવા, દવા કરવા જરૂર પડયે પ્રયત્ન કરે, તોપણ લક્ષ બીજો છે. શરીર પ્રત્યે મમતા નથી, પરંતુ પરમાર્થનું સાધન જાણી તેમ કરે છે. જ્ઞાની પુરુષોએ વેદનાને અઘાતી કર્મ કહ્યું છે એટલે આત્મગુણનો તે ઘાત કરી શકતું નથી. કેવળજ્ઞાન થયા પછી પણ વેદનાનો ઉદય સંભવે છે. વેદનાની હાજરી આત્મગુણોને કાંઇ બાધા કરતી નથી, પરંતુ કેટલો દેહાધ્યાસ છે તે વેદનાના અવસરે જણાય છે. એવા દોષ જાણ્યા પછી મુમુક્ષુજીવ દેહાધ્યાસ ઓછો કરવાનો પ્રયત્ન કરે છે, કારણ કે - છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. (બી-૩, પૃ.૬૫ર, આંક ૭૬૯) | વેદનીયકર્મ જ્ઞાનને અડચણ કરનાર નથી પણ કસોટીરૂપ છે, ચેતવણી આપી જાગ્રત રાખનાર પણ છે. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો.'' (૧૪૩) એ અભ્યાસ બહુ અગત્યનો છેજ. (બી-૩, પૃ.૬૨૩, આંક ૭૨૪) T માંદગી એ સમજણની ખરી કસોટી છે. જેમ, સગાંવહાલાંમાં મરણ આદિ પ્રસંગે, વ્યવહારમાં ખાસ પ્રસંગે, નિકટનાં સગાં હોય, તે મુશ્કેલી વેઠીને પણ મદદ કરવા તૈયાર થાય છે અને પોતાનાથી થાય તેટલું કરી છૂટે છે, તેમ આપણો નિકટનો સગો તો આત્મા છે, તેને દુ:ખના પ્રસંગે આર્તધ્યાન કરી માઠી ગતિમાં જતાં બચાવવો અને ધર્મધ્યાન ભણી વૃત્તિ કરાવવી, એ આપણી પહેલી ફરજ છેજી. શરીરનાં કામ, તેની સંભાળ તો બીજાથી બને; પણ ભાવ, ધર્મ પ્રત્યે વાળવા, વેદનામાં જતી વૃત્તિ પાછી વાળી સપુરુષ, સત્સંગ, સદ્ધોધ અને ભક્તિમાં રોકવી અને સદ્ગુરુશરણ મરણપર્યત જીવને
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy