SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૮ ) જાણી આત્મકલ્યાણને વિષે ઉજમાળ થાય છે, તેને કંઇ નહીં જાણતાં છતાં, તે જ વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે, અને કોઈ પ્રકારે થતું નથી એમ ભાસ્યમાન થયેલું તે પ્રગટ થવાનું તે જીવને વિષે કારણ ઉત્પન્ન થાય છે અથવા કૃતકૃત્યતાનું સાક્ષાત્ સ્વરૂપ ઉત્પન્ન થાય છે.'' (૨૨) આ વાક્યો તમે બધા મળી વિચારશો; તથા તેમાં જણાવેલ “બીજા બધા પ્રકારના વિચાર અકર્તવ્યરૂપ'' ભાસે તેવી વિચારણા-ભાવનામાં રહેવા પુરુષાર્થ કરતા રહેશોજી. વૈરાગ્ય, ઉદાસીનતા, ધીરજ, દયા, શાંતિ આદિ ગુણો જીવને ઉન્નતિમાર્ગમાં અત્યંત ઉપકારી છે, તેનું સેવન કરતાં રહેશો. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા : “તારી વારે વાર.'' યોગ્યતાની ખામી, આપણે પ્રભુભક્તિ આદિ દ્વારા પૂરી કરવાની છે). (બી-૩, પૃ.૩૮૬, આંક ૩૯૦) D જ્ઞાની પુરુષ કહે કે આત્મા નથી મરતો, પણ જીવની યોગ્યતા ન હોય તો અવળું સમજે કે હિંસા કરવાથી આત્મા ક્યાં કરે છે? એમ કહે છે. (બો-૧, પૃ.૧૧૩, આંક ૨૭) નીતિ D બીજા જીવો પ્રત્યેનું વર્તન સારું રાખવું એ નીતિ છે અને તે ધર્મને પાયો છે, તેમ જ પોતાના આત્મા પ્રત્યે પણ બેદરકારી ન રાખતાં, તેની દયા ખાઈ તેને જ્ઞાનીની આજ્ઞામાં પ્રવર્તાવવાનો લક્ષ રહે, તે ધર્મસ્વરૂપ છે. (બો-૩, પૃ. ૨૧૪, આંક ૨૧૨). ન્યાયનીતિથી વર્તવું એ ધર્મનો પાયો છે. પ્રાણ જાય પણ સત્ય આદિ નીતિનો ભંગ ન થાય, એમ વર્તે તે જીવને પુરુષનો બોધ પરિણામ પામે છે. માટે નુકસાન વેઠીને પણ આત્માને લૂંટાતો અટકાવવો. અનીતિથી કોઇ સુખી થયું નથી. તમને પણ તે અનુભવ હવે થયો છે; તો પાપભાવના તજી, ધર્મધ્યાનમાં વિશેષ લક્ષ રાખવા વિનંતી છેજી. સદાચાર હશે તો જ સત્સંગ સફળ થશે, એ ભૂલવા જેવું નથી. (બી-૩, પૃ.૭૪૯, આંક ૯૨૯) D અન્યાય ન કરે તો નીતિ કહેવાય. આ પ્રકારનો વ્યવહાર મને ન ઘટે એમ લાગતું હોય, તેમ છતાં લોભને લઈને તેવો વ્યવહાર કરે, તે અનીતિ જ છે. સાતેય વ્યસન અનીતિ છે. સાત વ્યસનનો ત્યાગ જીવ બરાબર પાળતો નથી. પાળે તો એમાં નીતિ બધી આવી જાય છે. આ વિપરીત કાળ વર્તે છે, માટે ક્ષણે-ક્ષણે સાવચેતી રાખવાની છે. (બો-૧, પૃ.૩૩૦, આંક ૭૮). જ્ઞાની પુરુષનો ઉપદેશ સર્વસંગપરિત્યાગ કરાવવાનો હોય છે. ન્યાયનીતિનું ધન પ્રાપ્ત કર્યું હોય, તે પણ મૂકવાનો ઉપદેશ છે, તો અન્યાયથી દ્રવ્યઉપાર્જન, અંશે પણ કરવાનો ઉપદેશ કેમ હોય? રાજ્યના કાયદા જેવા હોય, તે મુજબ વર્તવું જોઇએ. પોતાની આવક ઉપર વેરો, સરકારમાં ભરવાનો આવે તો સાચી રીતે આપવામાં આવે, તેથી ધન ઓછું થઈ જતું નથી. પોતાની ખોટી કલ્પના છે કે સરકારના કાયદા પ્રમાણે ચાલી શકાય તેવું નથી. તેમ કરવાથી પૈસાદાર થઇ જવાતું નથી. તેમ વેરો બરાબર સાચી રીતે ભરવાથી ભિખારી થઇ જવાતું નથી. નસીબમાં માંડ્યું હોય તેટલું જ રહે છે. તેને ગમે તે રસ્તે બચાવવા ધારીએ તો તેમ થઇ શકે તેમ નથી. તેમ કરવામાં ખોટા ચોપડા.બનાવવા પડે છે, તે પોતાને ચોરી કરવા જેવું લાગે છે કે નહીં ? જ્યારે પોતાને તે કરવું ઠીક ન લાગતું હોય તો
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy