SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૯s. 0 મોક્ષમાળાના વાંચનથી ઘણું જાણવાનું, શીખવાનું અને સદ્ભાવમાં ઘેરાવાનું બનશેજી. સત્સંગના વિયોગમાં પરમકૃપાળુદેવનાં વચનો અને ભક્તિભાવ, સ્મરણ વગેરેની આજ્ઞા મળી છે, તે આધારરૂપ છે. નિત્યનિયમ અખંડપણે પાળવા યોગ્ય છેજી. કષાયની મંદતા થયે, દેહદ્રષ્ટિ દૂર થવા સૂક્ષ્મ વિચારથી સન્દુરુષની દશા સમજવા વિશેષ-વિશેષ પુરુષાર્થ કર્તવ્ય છેજી. જેમ જેમ સગુરુના અચિંત્ય માહાભ્યનો પ્રફુલ્લિત ભાવ ફરશે તેમ તેમ આપણી દશા પણ વધતી જશે. સદ્ગુરુની ભક્તિ એ સર્વોત્તમ ઉપાય છેજી. (બો-૩, પૃ.૪૫૫, આંક ૪૭૬). D પુસ્તક અર્થે પુસ્તક વાંચવું નથી, પણ જીવની યોગ્યતા વધે અને જ્ઞાની પુરુષ પરમકૃપાળુદેવનાં વચનોનો મર્મ સમજવાની યોગ્યતા આવતા આત્મકલ્યાણ થાય, એ લક્ષ રાખવો ઘટે છેજી. આપ તો સમજુ છો. ખેદ કર્તવ્ય નથી, પણ લક્ષ ચકાય તો જીવ ક્યાંનો ક્યાં જતો રહે અને વાતડાહ્યો થાય એવો છે; તે ન થવા અર્થે, આત્માર્થની વૃદ્ધિ થાય તેમ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૭૨૨, આંક ૮૮૦) T જેમ જેમ પુસ્તક વાંચતા જશો અને શાંતભાવ વધતો જશે તેમ તેમ થતી શંકાઓ આપોઆપ શમાતી જશે. શાબ્દિક ખુલાસા કરતાં વૈરાગ્ય-ઉપશમમાં વિશેષ વૃત્તિ રહે તેમ વર્તવા ભલામણ છેજી. યોગ્યતા વધતાં જીવની નિર્મળતાએ સત્પષે જણાવેલ સદ્ભુત પરિણામી થવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૭૭૧, આંક ૯૮૩) D મુમુક્ષ-પ્રકરણ અને વૈરાગ્ય-પ્રકરણ શ્રી રામને પરિણામ પામ્યાં ત્યારે વસિષ્ઠગુરુએ ઉપદેશ આપ્યો. જ્યાં સુધી તેની યોગ્યતા ન હતી, ત્યાં સુધી ઉપદેશ આપ્યો નહીં. યોગ્યતા આવ્ય, સપુરુષને જે કહેવું છે તે સમજાય છે અને ત્યારે જ એમ થઈ જાય કે પુરુષને આ જ કહેવું હતું. (બો-૧, પૃ.૫, આંક ૫) [ આકુળતા કે અશાંતિને દૂર કરી સદાચરણ, વૈરાગ્ય વગેરે વડે યોગ્યતા વધારતા રહેવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૪૮૦, આંક ૫૧૦) ] વૈરાગ્યની વૃદ્ધિ કરવી, પણ કોઈ અવિચારી પગલું એકદમ ન લેવું. “પૂછતા નર પંડિતા.' બને તેટલી વડીલ, વિદ્વાન તથા માન્ય મુમુક્ષુની સલાહ અનુસાર સદ્વર્તન આદિમાં પ્રવર્તવું ઘટે છેજી. આજીવિકા જેટલું મળતું હોય તો ટયુશન વગેરેમાં વધારે વખત ગાળવા કરતાં ભક્તિમાં, વાંચનમાં વિશેષ કાળ જાય તેમ કરશો તો યોગ્યતા વધશે. યોગ્યતા વગર સંસાર ત્યાગવાથી કંઈ લાભ નથી. (બો-૩, પૃ.૭૪૧, આંક ૯૧૨) | તીવ્રજ્ઞાનદશા જીવને અબંધક રાખી શકે છે; એટલે આત્મા આત્મભાવમાં નિરંતર રહે તો નવો બંધ ન પડે; તે તો મહામુનિઓ પણ અંતર્મુહૂર્તથી ઉપરાંત શુદ્ધ ઉપયોગમાં રહી શકતા નથી, કારણ કે કર્મનો ઉદય વિષમભાવમાં ગબડાવી પાડે છે, વળી પાછા પુરુષાર્થ કરીને સમભાવમાં એટલે શુદ્ધભાવમાં આવી જાય છે; આમ ધ્યાનમાં ન રહેવાય ત્યારે સ્વાધ્યાયમાં અને સ્વાધ્યાયમાંથી ધ્યાનમાં રહેવાના પુરુષાર્થમાં મુનીશ્વરો પ્રવર્તે છે. તે દશાનો ખ્યાલ આવવો પણ આપણને દુર્લભ છે. છતાં તે ધ્યેય રાખી,
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy