SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૯૧) સંસારનાં બધાં કામ કરતાં મોક્ષનું કામ સર્વોપરી છે એમ હૈયે જ્યાં સુધી નહીં બેસે, ત્યાં સુધી આત્મા સંબંધી ઓળખાણ કે સદ્ગુરુની ઓળખાણ કરવા જેટલી યોગ્યતા જીવમાં આવતી નથી; અને યોગ્યતા વિના સાચી વાત કહેવામાં આવે તોપણ સમજતી નથી. માટે યોગ્યતા લાવવા પુરુષાર્થ હાલ કર્તવ્ય છે). (બો-૩, પૃ.૬૩, આંક ૫૧). 2 આરંભ-પરિગ્રહને દુ:ખોનું કારણ જણાવી, વૈરાગ્ય-ઉપશમનો ઉપદેશ કર્યો છે, તે વારંવાર વિચારી, જીવમાં જે લોભભાવ હોય, તે ઘટાડવાથી યોગ્યતા આવે છે. (બી-૩, પૃ. ૨૦૦, આંક ૧૯૯) 0 પ્રભુશ્રીજી કહેતા યોગ્યતા લાવો, યોગ્યતા લાવો.” એ યોગ્યતા બ્રહ્મચર્યથી આવે છે. (બો-૧, પૃ.૨૯૪, આંક ૪૬) T બોધ ગ્રહણ કરનાર સરળ, મધ્યસ્થ, ભૂલભરેલી વિપરીત માન્યતાઓથી રહિત, માત્ર આત્મકલ્યાણની જ ઈચ્છાવાળો હોવો જોઇએ; તથા જન્મજરામરણ આદિ દુઃખોને લીધે જેને સંસાર ઉપરથી અણગમો અથવા વૈરાગ્યભાવ આવ્યો હોય અને ક્રોધ, માન, માયા, લોભ આદિ શત્રુઓને જેણે મંદ કર્યા હોય અને તેમનો નાશ કરવા અને ઇન્દ્રિયોનો અને મનનો જય કરવા જેણે દૃઢ નિશ્ચય કર્યો હોય, તે પાત્ર ગણાય છે. (બી-૩, પૃ.૨, આંક પ૧) | વાંચવા-સાંભળવામાં આપણે કાળ ગાળીએ છીએ તે કરતાં, હવે વિચારવામાં વિશેષ વખત રોકી, દોષો જે જે જણાય તેના ઉપાય શોધી, નિર્દોષ થવાની દાઝ દિલમાં રાખતાં જઈશું તો જરૂર જ્ઞાનીના માર્ગને યોગ્ય થઇશું. (બી-૩, પૃ.૧૯૫, આંક ૧૯૭) I જેના પ્રારબ્ધમાં ભલું થવાનું હશે તેને પોતાનો દોષ ખૂંચશે અને કાઢવા પ્રયત્ન કરશે. માર્ગ શોધશે તે પામશે. પરમકૃપાળુદેવનું અનન્ય શરણ આ ભવમાં પામવું મહામુશ્કેલ છે. ઘણા પુણ્યનો ઉદય જોઇએ છે. જે સંસારમોહ અને કલ્પનાઓથી થતા જન્મમરણનો ત્રાસ પામ્યા છે અને સત્પષના દાસાનુદાસના ચરણકમળની રજ જેવા નિર્માલ્ય થઈ પડી રહેવાનો જેનો નિશ્ચય થાય, તે સને પાત્ર થાય અને સત્સંગયોગે પરમાર્થ-ભાવનાનું પોષણ પામે, પણ આ કાળ કલ્પનાઓને પોષે અને અહંભાવમાં આંજી નાખે તેવો છે. તેના પંજામાંથી છૂટવું મહામુશ્કેલ કામ છે. ડાહ્યા થવા જેવું નથી. નીચી મૂંડી રાખી, લઘુતા રાખી, સલ્હીલમાં વર્યા જવા જેવું છેજી, (બી-૩, પૃ.૧૬૪, આંક ૧૬૬) “પવિત્ર પુરુષોની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યક્દર્શન છે.' (૨૧-૧૧૦) એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે. એ કૃપાદ્રુષ્ટિને પાત્ર થવા જીવે કેમ વર્તવું ઘટે? અનીતિને માર્ગે ચાલનાર કદી પવિત્ર પુરુષોની કૃપાદ્રષ્ટિ નહીં પામે ! સાત વ્યસન – જુગાર, માંસ, દારૂ, ચોરી, વેશ્યાનો સંગ, પરસ્ત્રીગમન, શિકાર - મહાપાપમાં દોરનાર છે. તેમાં જ જેની વૃત્તિ રહેતી હોય તો તે ધર્મ શું આરાધી શકશે? (બી-૩, પૃ.૫૬, આંક ૪૨). T બને તો પત્રાંક ૪૫૪ મુખપાઠ કરી, તેમાં જણાવેલી યોગ્યતા પ્રથમ પ્રાપ્ત કરી, યોગ્યતા વધારતા જવાથી આપોઆપ ઘણા સંશયો સમાઈ જવા સંભવ છેજી. જેટલી જેને પોતાની લઘુતા, દીનતા સમજાઈ છે, તેટલી તેને સન્માર્ગપ્રાપ્તિ સુલભ છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy