SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૮૮) કારણ કે કોઈ પણ પ્રકારનો નિશ્ચયાત્મક વિચાર જણાવતાં જીવ નિમિત્ત લઇ, તેમાં અન્ય ઉપર આરોપવામાં કુશળ હોય છે. દરેક જીવ પોતાની માન્યતાનુસાર વર્તે છે. તે માન્યતામાંથી કોઈ ખસેડવા સમર્થ નથી. તે પોતે ખસે તો જ ખસે. જ્ઞાનીનો માર્ગ અનેકાંતિક છે. તેમાં એક આત્મહિત થાય એમ વર્તવું જોઇએ. અનેકાંતિક માર્ગમાં કોઇ નિષેધ ન હોય, પણ જેમાં આત્મહિત નથી, તે આત્માર્થી આચરે નહીં. જેથી સંસારમળ નષ્ટ થાય; રાગ-દ્વેષ મુકાય; મોહ, અવળી મતિ-માન્યતા મટે; અહંભાવ-મમત્વભાવ છૂટે તેમ પ્રવર્તશો એ વિનંતી છે. પરમકૃપાળુ પરમાત્મા શ્રી સદ્ગુરુ સાચા આશયે તમારા અંતરમાં આ વચનો ઉતારે, એ પ્રાર્થના છે. તે તમને સાચા રસ્તે દોરે એ પ્રાર્થના છે. તે માટે તમારા અંતરને કોઈ પણ પ્રકારના નિર્ણય કે આગ્રહ વગરનું કરી, સરળતા અને મધ્યસ્થતાથી એ વચનો વાંચશો, વિચારશો, એ જ ઇચ્છું છું.' (૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ લખાવેલ પત્ર) (બી-૩, પૃ.૮૪, આંક ૭૪) પરોપકાર 0 મહાપુરુષોએ જેને માટે ઘણાં વર્ષો ગાળ્યાં છે તે, સમજવા જેટલી શક્તિ આવ્યા પહેલાં, સમજાવવા જવાનો જીવનો અનાદિનો અભ્યાસ છે; તે ઉપર પરમકૃપાળુદેવે, નીચે જણાવું છું તેમાં, સખત પ્રહાર કર્યો છે તેનો પ્રથમ લક્ષ લેવા યોગ્ય છેજી, બીજી બધી વાત સમાગમ ક્રમે કરીને સમજાય તેમ છેજી. ‘હવે આપણો આત્મા કઈ દશામાં હાલ છે, અને તે ક્ષાયિકસમકિતી જીવની દશાનો વિચાર કરવાને યોગ્ય છે કે કેમ, અથવા તેનાથી ઊતરતી અથવા તેથી ઉપરની દશાનો વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ ? તે જ વિચારવું જીવને શ્રેયસ્કર છે; પણ અનંતકાળ થયાં જીવે તેવું વિચાર્યું નથી, તેને તેવું વિચારવું યોગ્ય છે એવું ભાસ્યું પણ નથી, અને નિષ્ફળપણે સિદ્ધપદ સુધીનો ઉપદેશ જીવ અનંત વાર કરી ચૂક્યો છે; તે ઉપર જણાવ્યો છે, તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂક્યો છે, વિચારીને - યથાર્થ વિચાર કરીને - કરી ચૂક્યો નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે, તેમ જ તે દશા (યથાર્થ વિચારદશા) વિના વર્તમાને તેમ કરે છે. પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્યા કરશે. કોઈ પણ મહાપુણ્યને યોગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા-ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે, એમ જાણી તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તેવો ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. વધારે શું કહીએ ? એક અક્ષર બોલતાં અતિશય-અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે; અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે; આ વાત કોઈ પણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર નથી. તીર્થકરે પણ એમ જ કહ્યું છે; અને તે તેના આગમમાં પણ હાલ છે, એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં, તોપણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે; માટે સેવનીય છે.” (૩૯૭)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy