SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૮૦) મને જણાવશો ?'' શિષ્ય હા પાડી, એટલે પોપટે કહ્યું : “હું આ પાંજરામાંથી કેવી રીતે મુક્ત થાઉં ? એટલું પૂછી લાવજો.'' બીજેથી થોડી-થોડી ભિક્ષા લઇ, શિષ્ય ગુરુ પાસે ગયો. ત્યાં તેણે પોપટની વાત તથા પ્રશ્ન ગુરુને જણાવ્યાં. જ્ઞાની ગુરુ એકદમ જમીન પર ગબડી પડયા. થોડી વાર હાથ-પગ હલાવી, મુખથી કંઈ અવાજ કરી, શાંત પા કલાક પડી રહ્યા. શિષ્ય ગભરાયો, શીત ઉપચાર કરવા લાગ્યો. પછી ભાનમાં આવ્યા હોય તેમ બેઠા થયા. બંનેએ ભોજન કર્યું. બીજે દિવસે ગોચરીનો વખત થયો, ત્યારે શિષ્ય ગુરુની આજ્ઞા લઇ, ભિક્ષા માટે વસ્તીમાં ગયો; પોપટને બધી બીના કહી. પોપટ સમજી ગયો. મહારાજ ગયા પછી “ચીં, ચીં' શબ્દ કરી, પાંખો ફફડાવી, તે સળિયા પરથી પાંજરામાં પડી ગયો. છોકરાં આવીને જુએ તો પોપટ બેભાન જણાયો, તેથી પાંજરું છોડી, અગાશીમાં વાવાશ ખુલ્લું કરીને, બધાં જમવા ગયાં; પોપટ પાંજરામાંથી નીકળી ઊડી ગયો. આ રહસ્યમય કથા બહુ વિચારવા યોગ્ય છે, તેમાં મુક્તિમાર્ગ દર્શાવ્યો છે.) આ વાર્તાનો યથાર્થ આશય તો જ્ઞાની જાણે છે, પરંતુ મુમુક્ષુએ પોતાની મુમુક્ષતા વધે, તેમ વિચાર કર્તવ્ય છેજી. આ જીવ આ સંસારમાં, પોપટની પેઠે લાલનપાલનમાં, સુખવૈભવમાં મગ્ન છે. તેને તે ડાહ્યા પોપટની પેઠે છૂટવાનો ભાવ જાગશે, ત્યારે પાંજરા સમાન આ સંસાર દુઃખરૂપ, પરાયો સ્વાધીનતાનો શત્રુ અને તજવા જેવો લાગશેજી. પોતાનું ડહાપણ પોતાને પરાધીનકર્તા, દુઃખકર અને બંધનકારક છે, એમ સમજાયું ત્યારે છૂટવાની શોધમાં તે રહેતો. પોતાને ઉકેલ ન આવ્યો, ત્યારે જેણે છૂટવાનો - ત્યાગનો વેષ ધારણ કર્યો હતો તેને જોઈને, તે ભાવ જાગ્રત થતાં, તેના ઉપર સેવાબુદ્ધિએ ઉપકાર થાય તેમ વચનપ્રવૃત્તિ, વિનય અને દાનની અનુમોદના કરી. પછી તેનામાં મુમુક્ષુતા હતી, તેથી તેણે જાણ્યું કે આ તો મારા પ્રશ્નનો ઉત્તર આપે તેમ નથી, પણ તેને દીક્ષા આપનાર જ્ઞાની હશે તો મને ઉત્તર મળશે એમ ધારી, જ્ઞાનીને પ્રશ્ન પુછાવ્યો. જ્ઞાનીએ, પોપટ સમજી શકે તેવી સાનથી, ઉપદેશરૂપ ચેષ્ટા કરી. તેનું વર્ણન જાણી, પોપટની મુમુક્ષુતાએ માર્ગ સમજી લીધો અને અનુકૂળ અવસરે તેનો અમલ કરી, (મોક્ષપ્રાપ્ત) મુક્ત થયો. પોતાની પરિસ્થિતિ વિચારી, સાંસારિક ડહાપણ માત્ર બંધનકારક છે, એમ જાણી સપુરુષનાં વચનનો, મુમુક્ષુત વધારી વિચાર કરવાથી, જે આશય અંતરમાં સમજાય, તે પ્રમાણે વર્તન કરવાથી, કર્મબંધ છૂટવાનો પ્રસંગ આ જીવને આવે, એમ એ વાર્તાનો મુખ્ય પરમાર્થ સમજાય છે. (બી-૩, પૃ.૨૪૦, આંક ૨૩૫) D મુમુક્ષુતાને જ સપુરુષને ઓળખવાની આંખતુલ્ય ગણી છે. અનાદિકાળથી જીવને મુમુક્ષુતા નથી આવી, એ જ મોટામાં મોટો દોષ, અનંત દોષોમાંનો એક મુખ્ય દોષ ગણાવ્યો છે. (બો-૩, પૃ.૧૯૯, આંક ૧૯૯)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy