SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૭૭. (૨૬) દીર્ઘદર્શી - જે કોઇ કામ કરે તેમાં લાંબી દ્રષ્ટિ ફોરવી, તેનાં શુભાશુભ ફળની તપાસ કરી ચાલવું. (૨૭) વિશેષજ્ઞ – દરેક વસ્તુનો તફાવત સમજી પોતાના આત્માના ગુણદોષની તપાસ કરવી. (૨૮) કૃતજ્ઞ (કર્યા કામનો જાણ) – કરેલો ઉપકાર તથા અપકારને સમજવો. (૨૯) લોકપ્રિય - વિનય આદિ ગુર્ણ કરી લોકપ્રિય થવું. (૩૦) લજ્જાળુ (લાજવાળો) – લાજ-મર્યાદામાં રહેવું. (૩૧) દયાળુ - દયાભાવ રાખવો. (૩૨) સુંદર આકૃતિવાન - ક્રૂર આકૃતિનો ત્યાગ કરવો, શરીરનો સુંદર આકાર રાખવો. (૩૩) પરોપકારી – પરને ઉપકારી થવું. (૩૪) અંતરંગ અરિ-જિત - કામ, ક્રોધ, લોભ, માન, મદ તથા હર્ષ એ છ અંતરંગ વેરીને જીતવા. (૩૫) વશીકૃત ઇન્દ્રિયગ્રામ - ઇન્દ્રિયોના સમૂહને વશ કરવાં, સર્વે ઇન્દ્રિયોને વશ કરવાનો અભ્યાસ કરવો. આ વિષે વિશેષ લક્ષ કરાવવા પરમકૃપાળુદેવે પત્રાંક ૪૩૧માં સમ્યકુદ્રષ્ટિ તથા કેવળજ્ઞાન સુધીના ખુલાસા જણાવ્યા છે, તે લક્ષમાં રાખવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૮૨, આંક ૩૮૭) મુમુક્ષતા D આપના પત્રમાં શુભ ભાવના તથા પોતાના દોષો દેખી કંટાળવા જેવું લખ્યું છે, તે એક રીતે યોગ્ય છે. મુમુક્ષતાની શરૂઆત જ પોતાના દોષો જોવામાં અપક્ષપાતતાથી થાય છે. પોતાના ગુણોને બદલે દોષો દેખવાનો અને તેને દૂર કરવાનો પુરુષાર્થ, જે કરે છે તે ધન્યવાદને પાત્ર છે; પણ ખેદ તો કોઈ રીતે કર્તવ્ય નથીજી. ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) જય પામવાનો માર્ગ, પરમકૃપાળુદેવે એ પત્રમાં પ્રગટ કહી દીધો છે અને તે વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી, હ્રયમાં સ્થિર કરવા યોગ્ય છે, એમ પણ જણાવ્યું છેજી. (બી-૩, પૃ.૫૨૧, આંક પ૬૬) પ્રમાદ તો દોષ છે જ, પણ જીવને પ્રમાદમાં રતિ રહી છે, એ મોટો દોષ છે. પ્રમાદ મારે ઓછો કરવો છે, એમ કરી જ્ઞાનીની આજ્ઞામાં કાળ ગાળશે, ત્યારે મુમુક્ષુતાની શરૂઆત થશે. (બો-૧, પૃ.૨૬૦, આંક ૧૬૮) રોદણાં રડવાથી કે માત્ર દોષ જોઈને અટકી રહેવાથી, આગળ વધાતું નથી. પોતાના દોષો દેખાય છે, તે મુમુક્ષતાની નિશાની છે. તે દોષોથી છૂટવાની ભાવના, તે માર્ગમાં આગળ વધારનાર છે. સાચી મુમુક્ષુતા આવ્ય, જીવને સંસાર ત્રાસદાયક કેદખાના જેવો લાગે, શરીર મળમૂત્રની ખાણ લાગે. આત્માને આવા ગંદા સ્થાનમાં રહેવું પડે છે, તેની સંભાળ રાખવી પડે છે અને તેના ઉપર મોહ થતાં, કર્મ બાંધી, નરકાદિ ગતિનાં તીવ્ર દુઃખો ઊભાં થાય, તેવી અંતર પરિણતિ થઈ જતી હોય, તે ખ્યાલમાં આવતાં જીવને કંપારી છૂટે, એટલું કોમળ અંતઃકરણ થયે, જ્ઞાની પુરુષની દશા સમજી, તેના બોધને બ્દયમાં ધારણ કરવા યોગ્ય જીવ થાય છે. તેવી દશા ન આવે ત્યાં સુધી “અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય' છું, એવું રટણ કરવા યોગ્ય છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy