SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૭૫) સર્વની પ્રકૃતિ સરખી હોતી નથી અને આપણું ધારેલું સંસારમાં પણ નથી થતું તો ધર્મની બાબતમાં આપણું ધાર્યું કરવાનો આગ્રહ, એ ઊંધી સમજ જ છે; પરમાર્થની જેને જિજ્ઞાસા વર્તે છે, તે જીવે તો “હું કંઈ જ જાણતો નથી' એવો વિચાર દૃઢ કરી, સદ્ગુરુશરણે રહેવા યોગ્ય છે. મારાથી સર્વ સારા છે. અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?' એ રોજ બોલીએ છીએ, તે આચરણમાં મૂકવાનો અવસર સમૂહમાં, રાજમંદિરમાં વર્તતા હોઇએ, ત્યારે છે. કોઈ પણ વાતની ખેંચતાણ ન થાય. (બી-૩, પૃ.૧૩૭, આંક ૧૩૮) T કળિકાળ કે દુષમકાળમાં નિમિત્તો તો, જીવને ધર્મથી દૂર લઈ જાય તેવાં સહેજે મળે છે, પણ જે જીવને કલ્યાણ કરવાની ભાવના જાગી છે, તેણે તેવાં નિમિત્તોમાં ન-છૂટકે વર્તવું પડતું હોય છતાં, સપુરુષને સમાગમ, બોધ થયો હોય તેની સ્મૃતિ, તેનું બહુમાનપણું, તેની ભાવના, તેણે આપેલા સ્મરણનું હરતાં-ફરતાં, બેસતા-ઊઠતાં વિસ્મરણ ન થાય તેમ વર્તવાની તત્પરતા, જિજ્ઞાસા, ભાવના રાખે તથા અમુક કાળ, દિવસના જાગ્રત કાળમાંથી કાઢી લઇ, તેમાં સપુરુષની વાણીનો વિચાર, સ્મરણ, ભાવના નિયમિતપણે કરે. (બી-૩, પૃ.૬૯, આંક પ૬) ન રમ, ન રમ બાહ્યાદિ પદાર્થો, રમ રમ મોક્ષપદે જ હિતાર્થે; આત્મકાર્ય જો તૂર્ત કરે તું, તો વર કેવળજ્ઞાન વરે તું. મૂક મૂક વિષય-માંસના ભોગ, છોડ છોડ નિજ તૃષ્ણા રોગ; કર કર વશ મન-ગજ જે ગાંડો, અંતરાત્મ પરમાત્મ જોડો. વ્યવહારપ્રસંગથી જીવ ઘેરાયેલો છે અને જ્યાં સુધી નિમિત્તાધીન છે ત્યાં સુધી, વ્યવહારના નિમિત્તમાં જીવ બંધની સામગ્રી એકઠી કર્યા કરે છે અને પુણ્ય વા પાપના પાશમાં ફસાયો જાય છે. પરંતુ વિચારવાન જીવ સંસાર અને સંસારનાં ફળથી ત્રાસ પામે છે, તેથી સંસારથી મુક્ત થવાય તેવી સમજણ પ્રાપ્ત થવાનું સાધન, જે સત્સંગ તથા સત્સંગ થતો બોધ, તેવાં ઉત્તમ નિમિત્ત તે પ્રાપ્ત કરતો રહે છે; તથા સત્સંગના વિયોગમાં તેની સ્મૃતિ, ઇચ્છા, ભાવના રાખ્યા કરે છે અને મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થતા આદિ ભાવનામાં પ્રવર્તી, ઇન્દ્રિયના વિષયોને સંકોચી, કષાયની મંદતા કરવાના પુરુષાર્થમાં વર્તી, યોગ્યતા વધારવાની સત્પષની આજ્ઞાનો લક્ષ રાખ્યા કરે છે. (બી-૩, પૃ.૬૧, આંક ૪૯) પોતાનો અને પરનો વખત ધર્મધ્યાનમાં જાય તેવાં નિમિત્તો વિચારવાન મેળવે છે. (બી-૩, પૃ.૧૨૨, આંક ૧૨૦)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy