SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૧ પાણી પહેલાં પાળ અથવા ઘર લાગ્યા પહેલાં કૂવો ખોદાવી, પાણીની સગવડ કરી રાખવી કે જેથી આફતમાંથી બચી જવાય. તેમ મરણ તો દરેકને આવવાનું છે; તો સમાધિમરણ કેમ થાય ? ઉપાધિનું દુઃખ કેમ ન લાગે ? વગેરે વિચારો વિચારવાન જીવે કરી લેવા ઘટે છે. તેને માટે સત્સંગની ઘણી જરૂર છે, તો તેવો અવકાશ મેળવી સત્સંગ કરતા રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૪૬૦, આંક ૪૮૨) T ઉપદેશછાયામાં (પૃ.૭૦૧) પરમકૃપાળુદેવે જણાવ્યું છે : ‘ બાપ પોતે પચાસ વર્ષનો હોય, અને તેનો છોકરો વીશ વર્ષનો મરી જાય તો તે બાપ તેની પાસેના જે દાગીના હોય તે કાઢી લે છે ! પુત્રના દેહાંતક્ષણે જે વૈરાગ્ય હતો, તે સ્મશાન વૈરાગ્ય હતો.'' વિચારવાન વૈરાગ્યની વૃદ્ધિ કરી, સમાધિમરણ માટે જાગ્રત થાય છે. (બો-૩, પૃ.૫૬૨, આંક ૬૨૭) બીજાને ઉપદેશ કરવામાં જીવ બહુ ડાહ્યો છે, પણ પોતાનો પ્રસંગ આવે ત્યારે ખબર પડે. સગરચક્રવર્તીના સાઠ હજાર પુત્રોને દૃષ્ટિવિષ સર્પે મારી નાખ્યા. તે વખતે ઇન્દ્ર, બ્રાહ્મણનું રૂપ લઇને નગ૨માં આવ્યો. પોતાના પુત્રનું મડદું લઇને ફરવા લાગ્યો. પછી રાજદરબારમાં આવ્યો. સગરચક્રવર્તીએ કહ્યું, ‘‘હે વિપ્ર ! તમે શા માટે રડો છો ? બધાનું મરણ તો થવાનું જ. તમે વિદ્વાન છો, માટે ધીરજ રાખવી જોઇએ.'' ત્યારે બ્રાહ્મણે કહ્યું, ‘‘તમારા પુત્રો જો મરી ગયા હોય તો ન રડો ? ઘીરજ રાખો ?'' રાજાએ કહ્યું, ‘‘હા.'' બ્રાહ્મણ બોલ્યો, ‘‘તમારા સાઠ હજાર પુત્રોએ અષ્ટાપદ પર્વત ઉપર તીર્થની રક્ષા કરવા માટે ગંગા નદી આણી; તેનું પાણી નીચે ભવનપતિ દેવોના ભવનમાં ભરાઇ ગયું, તેથી ત્યાંના નાગકુમાર દેવતાને ભયંકર ક્રોધ વ્યાપ્યો. પછી તે બહાર આવ્યો અને દૃષ્ટિવિષથી તે સર્વને મારી નાખ્યા છે.'' આટલું સાંભળ્યું કે રાજા મૂર્છા ખાઇને પૃથ્વી પર પડી ગયો. સંસારનું સ્વરૂપ એવું જ છે. માટે આત્માનું કામ પહેલાં કરી લેવું. વિચારવાન પુરુષો પહેલેથી જ આ સંસારમાં મારું કોઇ નથી, આમ હ્દયમાં ચોખ્ખું કરી રાખે છે. તેથી મરણનું દુ:ખ લાગતું નથી. વિચારવાન જીવો પોતાનાં પરિણામ તપાસે છે અને સંસાર પ્રત્યે કંઇક આસક્તિ હોય, તો તે છેદી નાખે છે. મરણના પ્રસંગે જીવને વિચાર આવે છે કે બધું નાશવંત છે, પણ પાછો ભૂલી જાય છે. વિચારવાન જીવો જ એ વૈરાગ્યને ટકાવી રાખે છે અને પોતાનું જીવન પલટાવી દે છે. (બો-૧, પૃ.૧૧૮, આંક ૩૦) D જ્ઞાનીપુરુષો કેવળજ્ઞાન થતાં સુધી મરણને સમીપ સમજીને વર્તે છે, એમ પરમકૃપાળુદેવે સ્પષ્ટ જણાવ્યા છતાં, આ જીવ પ્રમાદને વશ સમાધિમરણની તૈયારીમાં પ્રવર્તવા યોગ્ય વાત, મુલતવી રાખ્યા કરે છે, એ એક આશ્ચર્ય છે. વિચારવાનને જોકે મરણનો ભય કર્તવ્ય નથી, કારણ કે આત્માનું મરણ કદી થયું નથી, થતું નથી અને થશે પણ નહીં; તેમ છતાં સ્વરૂપનું અજ્ઞાન અને સ્વરૂપની વિસ્મૃતિને મરણ, વિચારવાન જીવો માને છે. કહ્યું છે કે ‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ?'' હવે પારકી પંચાત અને પર વસ્તુઓનું માહાત્મ્ય છોડી, રાગ-દ્વેષ ઘટાડી, શાંતિ હૃદયમાં સ્થાપવા સઘળો પુરુષાર્થ વા૫૨વા યોગ્ય છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy