SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૫) D વખતે બધાને એકઠાં થવાનો વખત ગોઠવી શકાય તેમ ન બની શકે તેમ હોય તો દરેકે, જેમ નિત્યનિયમ વગેરે ઘેર કે દેરાસરમાં થાય છે, તેમ એકાદ કલાક દિવસે કે રાત્રે સ્વહિતની વિચારણા, વાંચન, મુખપાઠ કે મુખપાઠ કરેલાનો વિચાર કરવા અર્થે ગાળવો ઘટે છેજી. તેમ નહીં કરવાથી, પરવસ્તુમાં ઘણો વખત જીવ તન્મય રહેવાથી દેહાધ્યાસની વૃદ્ધિ થાય, મુખપાઠ વગેરે પ્રત્યે રુચિ ઘટી જાય, મુખપાઠ થયું હોય તે ભૂલી જવાય અને વૈરાગ્ય-ઉપશમ મંદ પડી, વ્રતનિયમ નહીં જેવાં નામનાં જ પળાય. આમ ન થવા, વારંવાર ચેતતા રહેવાની જરૂર છેજી. પૈસાની કમાણી થાય છે કે નહીં, તેની જેમ ચીવટ રહે છે, તેમ સદ્વર્તન, છૂટવાની ભાવના, સમ્યત્વની પ્રાપ્તિની અભિલાષા, સમાધિમરણની મહેચ્છાઓ ઘટતી જાય છે કે વર્ધમાન થાય છે, તેની તપાસ અને કાળજી રાખવી ઘટે છેજી. મુમુક્ષુજીવનની આ પ્રથમ ભૂમિકા છે, તે નહીં સચવાય તો આગળ કેમ વધાય? તે વારંવાર, દરેકે અને એકઠા થાઓ ત્યારે સમૂહમાં પણ, ચર્ચવા યોગ્ય છેજી. પૈસા માટે જગતના જીવો જીવે છે, તેવું મુમુક્ષુનું જીવન ન થઈ જાય, તે અર્થે અલ્પ વિચાર લખ્યો છે, તે લક્ષમાં લેશોજી. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” (બી-૩, પૃ.૭૧૩, આંક ૮૬૩) D ભક્તિ, એ જ જીવનમાં મુખ્ય ધ્વનિ મુમુક્ષુને તો હોય, પણ જ્યાં સુધી મુમુક્ષતા પ્રગટી નથી, ત્યાં સુધી જ્ઞાનીની આજ્ઞામાં વિશેષ-વિશેષ વર્તાય તેમ કરવાથી, વૈરાગ્ય વધતાં, ભક્તિ સહજ સ્વભાવરૂપ થવા યોગ્ય છેજી. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહીં એક્કે ટળ્યો.' એ બધા એકઠા થાઓ ત્યારે વિચારશોજી અને શું કરવાથી આંટો ટળે ? શું કરી રહ્યા છીએ? તે તપાસી, જીવનપ્રવાહ સદાને માટે બદલાય, એવું કંઈક વિચારશોજી. (બી-૩, પૃ.૩૫૮, આંક ૩૫૮) || ગુડીવાડા આદિ સ્થળે પત્ર લખ્યો તો પત્ર વાંચનારને મોહમાં તણાવું થાય, તેવું વિશેષ લખાણ ન થાય, તેમ લક્ષ રાખવા વિનંતી છેજી. મુમુક્ષુનું લખાણ વૈરાગ્યવર્ધક અને સંસારની ક્ષણિકતા જણાવનાર હોવું ઘટે છે, તે તમારા લક્ષમાં છે છતાં સાધારણ સૂચના કરી છે કે કોઈને માહિતી આપતાં પણ, યથાર્થ વર્ણન કરતાં સામાના ઉપર કેવી અસર થશે ? તે લક્ષમાં રાખી લખાયું હોય તો હિતકારી છેજી. (બી-૩, પૃ.૩૧૩, આંક ૩૦૧) D પરસ્પર મુમુક્ષુઓનો સમાગમ કે પત્રવ્યવહાર પણ, આત્માર્થે થાય તો હિતકારી છે. અહંકાર ન થાય, માત્ર છૂટવાની ભાવનાથી મોક્ષમાર્ગની ચર્ચા, વાર્તા કે વિચારોની આપ-લે થાય, તે હિતકર્તા છેજી. (બો-૩, પૃ.૬૦૪, આંક ૬૯૪) I હે પ્રભુ! શરીરનાં દુ:ખને દુ:ખ માની, આ જીવ તેથી છૂટવા ઇચ્છે છે અને તેને માટે દવા, ઉપચાર, બને તેટલા કરવામાં પ્રમાદ કરતો નથી. તે ન કરવા એમ કહેવું નથી, પણ એ દુ:ખ જાય અને શરીર સારું કેમ થાય, ખાધેલું કેમ પચે ? શક્તિ કેમ આવે ? ઘરનાં કામકાજ કરતો ક્યારે થાઉં ? આવી
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy