SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬૩) મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.'' દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ.'' (બી-૩, પૃ.૭૮૭, આંક ૧૦૦૩) પરમકૃપાળુદેવની કૃપાથી નેહબંધનનું કારણ જે સ્ત્રી, તેનો વિયોગ થાય તો મુમુક્ષુ જીવે હર્ષ પામવા યોગ્ય છે. વાઘની બોડમાં વસવું સારું છે પણ સ્નેહ કરનારી સ્ત્રી ઉપર રાગ કરી, ચીકણાં કર્મ બાંધી, ભવોભવમાં રઝળવું સારું નથી. મુમુક્ષુ વિષે પરમકૃપાળુદેવ લખે છે કે મોહાસક્તિથી મૂંઝાઈ ક્ષણે-ક્ષણે મોક્ષના માર્ગમાં પ્રવર્તવું, તે મુમુક્ષુતા છે. તે ભાવ આપણા હૃદયમાં કેટલી વાર રહે છે અને મોહની મીઠાશ કેટલી વખત રહે છે, તે દરેક મુમુક્ષુએ પોતાના આત્માની દયા લાવીને, વારંવાર દરરોજ વિચારતા રહેવાની જરૂર છેજી. પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે “ઊંધી ઈટ છે' ત્યાં શું કહેવું ! જેના માટે રોવું જોઇએ એવા આત્માને આર્તધ્યાન આદિ કારણે કર્મ બાંધી, આ આત્મઘાતી જીવ કચડી મારે છે અને જેમાં પોતાનું કંઈ ન વળી શકે એવા મરણ આદિ પ્રસંગોને સંભારી-સંભારી, પોતે પોતાનો વેરી થાય છે. આવા પ્રકારે એક સદ્ગુરુનું શરણ, તેના ચરણમાં આત્માર્પણ, તેની કૃપાથી જે થાય તે ભલું માનવાની ભાવના વારંવાર સેવવાથી, જીવનું હિત થવાનો સંભવ છે. બીજો કોઈ બચવાનો આરો નથી. ખાટકીના કરતાં વધારે ઘાતકી વર્તન, આપણે આપણા આત્મા પ્રત્યે ચલાવીએ છીએ તે ક્યારે અટકીશું ? ક્યારે સગુરુના વારંવારના પોકારને કાનમાં પેસવા દઈશું ? ક્યારે આ સંસારભાવનારૂપ વિષને ઓકીને સદ્ગુરુની પ્રસન્નતાએ આપણી પ્રસન્નતા સમજીશું? આ વાત મારા આત્માને જ મેં કહી છે. કોઇએ ખોટું લગાડવા જેવું નથી. દુઃખીને દિલાસો આપવાને બદલે ડામ દે તેવું લખાયું છે, તેને સવળું કરીને, આત્મહિતની વિશેષ દાઝ જાગે, તેવું મારે-તમારે વર્તવાયોગ્ય છે. જેણે સાચા દિલથી સગુરુનું શરણું ગ્રહણ કર્યું હતું અને મરણાંતપ્રસંગે તે ટકાવી રાખ્યું, તેની સદ્ગતિમાં કોઈ પણ પ્રકારે શંકાનું કારણ સમજાતું નથી, પણ આ દુષ્ટાત્માની શી ગતિ થશે? તેણે શું કરવા ધાર્યું છે? (બો-૩, પૃ.૩૧૪, આંક ૩૦૩) || સહજ સ્વભાવે પરમકૃપાળુદેવની કૃપાએ જે બની આવે તે જોયા કરવા જેવું છેજી. સહનશીલતા, ક્ષમા, ધીરજ, સંતોષ, પરમ પુરુષના ઉપકારનું સ્મરણ, તેની હાજરી અનુભવવી આદિ સદ્ગુણો મુમુક્ષુ જીવે હૃદયગત કરી જાગ્રત-જાગ્રતદશા વધારવી ઘટે છેજી. મરણ તો અવશ્ય આવનાર છે; તે ભૂલવા યોગ્ય નથી; તેની તૈયારી કરી રાખવી ઘટે છેજી. (બી-૩, પૃ.૭૫૮, આંક ૯૫૩) | મુમુક્ષુ જીવે કઠણમાં કઠણ સાધનની પ્રથમ માગણી કરવી ઘટે છેજી. બાહ્ય અનુકૂળતા-પ્રતિકૂળતાનો લક્ષ જીવે ઘણા ભવમાં રાખ્યો છે. હવે તો આત્માને અનુકૂળ હોય તે જ કરવાનો દ્રઢ નિશ્ચય કરવો ઘટે છેજી. (બી-૩, પૃ.૭૮૭, આંક ૧૦૦૫)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy