SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪પ) ૫.પૂ. પ્રભુશ્રીજીનો આ ભવમાં થયો છે, તે ફળીભૂત થાય. ક્ષણિક, અસાર વસ્તુઓનો મોહ માત્ર અવિચારને લઇને અનંતકાળથી સેવાતો આવ્યો છે. તે સદ્ગરના બોધનો પરિચય થયે દૂર અવશ્ય થાય, તેવો યોગ ચૂકવા યોગ્ય નથીજી. (બી-૩, પૃ.૫૫૭, આંક ૬૧૮) D આપના પત્રોમાં જણાવેલા ભાવો જળવાઇ રહે તેમ કર્તવ્ય છેજ. મગજમાં વિચાર આવે તે લખી નાખીએ, તે કરતાં તેવા ભાવો વારંવાર દયમાં રહ્યા કરે તો તે ભાવનાનું સ્વરૂપ ગ્રહણ કરે છે. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.' એનું માહાભ્ય પ.પૂ. પ્રભુશ્રીજી એવું સચોટ કહેતા કે કોઈ વખત એમ થતું કે તેની પાછળ જ પડવું. ઘણા પોતાની ઇચ્છાએ (પ.પૂ. પ્રભુશ્રીજીને જણાવ્યા સિવાય) જંગલમાં જઈ બેભાન થતાં સુધી રટણ કરતા, કોઇ તેમ કરી થાકી જતા; પણ તે ભાવો ટકાવી રાખે તેનું કામ થાય છે. આરંભશૂરા ગુજરાતી ગણાય છે, પણ જીવતા સુધી શૂરવીરપણું જ્ઞાની પુરુષો માગે છે, તે રકમ ભરપાઈ કર્યું છૂટકો છેજી. (બી-૩, પૃ.૫૯૯, આંક ૬૮૪) 'यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृशी" પરમકૃપાળુદેવ પ્રત્યે, સાચા હૃયથી જે ભાવ જીવ કરે છે, તે લેખાના છેજી. એક પ.પૂ. પ્રભુશ્રીજી નવસારી પધારેલા ત્યારે બધાને પ્રશ્ન પૂછયો : “તમારે શું જોઈએ છે? તે બધા વિચારી મૂકજો.' એમ કહી તેઓ દિશાએ પધાર્યા. પરવારી પાછા પધાર્યા ત્યાં સુધી બધા વિચારમાં રહ્યા હતા. પાછા આવી, તેઓશ્રીએ દરેકને પૂછયું અને પછી સામટો ઉત્તર જણાવ્યો કે “જેણે જે ઉત્તમ જાણી માગણી કરી છે, તે ભૂલશો નહીં.” આ ઉપર વિચાર કરીએ તો જીવને જે સારા ભાવ આવે છે, તે ક્ષણિક રહી જતા રહે, તે ન થવું જોઈએ પણ પકડ કરવાની, ચોટ કરવાની જ્ઞાની પુરુષની ભલામણ, શિખામણ અને ભાર દઈને આગ્રહપૂર્વક જણાવવાની પ્રણાલી છે, તે લક્ષ રહે તો જીવને જાગૃતિનું કારણ છેજી. (બો-૩, પૃ. ૫૯૬, આંક ૬૭૮) આપણને આ મનુષ્યભવ, ઉત્તમ કુળ, સદ્ગુરુનો સમાગમ, સમ્બોધ અને મહામંત્રનો લાભ થયો છે, તેની સફળતા માટે બનતો પુરુષાર્થ કરી, મોક્ષમાર્ગમાં આગળ ને આગળ વધાય તેવા ભાવ દિન-પ્રતિદિન ચઢિયાતા કરતા રહેવાની જરૂર છે. (બી-૩, પૃ.૫૧૯, આંક ૫૬૩) T જે કંઈ કરતા હોઇએ વીસ દોહરા, ક્ષમાપના, આત્મસિદ્ધિ, છ પદનો પત્ર, સ્મરણમંત્ર આદિ, તેમાં ભાવ વધે તેમ કર્તવ્ય છે. કોઈ દવા ખાય તો સાથે અનુપાન કે ચરી પાળે છે, તેમ જ્ઞાનીની આજ્ઞા સાથે ભાવ એ ઉત્તમ અનુપાન છે, તેની વૃદ્ધિ કરવા પ્રતિદિન પ્રયત્ન કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૫૮૫, આંક ૬૬૧) D જ્યાં અશક્તિનું કારણ હોય ત્યાં ભાવ હોવા છતાં વિધિ ન બને, પણ મનમાં કેમ વર્તવું?' તેનો ખ્યાલ રહેવો જોઇએ. શ્રી ગૌતમસ્વામીને આનંદ શ્રાવકે છેલ્લી માંદગીમાં કહેલું, “હે ગુરુ ! મારાથી ચાલી શકાતું નથી, તેથી કૃપા કરીને મારી પથારી પાસે પધારો તો હું ચરણસ્પર્શ કરી કૃતાર્થ થાઉં.'' તેવી જ રીતે અશક્તિને કારણે સૂતાં-સૂતાં ભક્તિ કરવી પડે કે સ્તવન બોલવાં પડે તોપણ ભાવ સૂતો ન રાખવો. ‘મેં પુછાવી રજા મંગાવી છે' એમ ગણી, પ્રમાદ સેવ્યા કરવા યોગ્ય નથી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy