SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૩૯ જન્મજરામરણથી ત્રાસી ગયા હતા અને મોહ મહા બળવાન છે, માટે તેના ફંદામાં ફસાઈ ન જવાય તેવાં નિમિત્ત તે ગોઠવતા; તો આપણા જેવા પામર જીવો તે મોહની સામે લડાઈ કરવા ધારે તો આપણે તો ઘણી તૈયારીઓ કરવી ઘટે છે. મોહ, વિષય, વિકારનાં નિમિત્તોથી દૂર-દૂર ભાગતા રહેવું ઘટે છેજી. વિકાર થાય તેવી વાત, તેવી દ્રષ્ટિ કે તેવું નિમિત્ત મળતાં નાસી છૂટવાનું કર્તવ્ય ચૂકવું નહીં; નહીં તો મોહ ગળે ફાંસો નાખી, ચાર ગતિમાં ઘાંચીના બળદની પેઠે આંખે પાટા બાંધીને રખડાવશેજી. જેટલાં વર્ષ ગયાં તેટલાં હવે ગાળવાનાં નથી, આયુષ્યનો અલ્પ ભાગ બાકી રહ્યો છે તે જો સત્સંગમાં, સલ્ફાસ્ત્રના વાંચન-વિચારમાં ગળાય તો જિંદગીનો આખર ભાગ સુધરે. તે માટે સારાં નિમિત્તોની જરૂર છે. ત્યાં સત્સંગ આદિ સાધન મળવા અશક્ય જેવું છે; તો બધું છોડી, મારા આત્માની સંભાળ રાતદિવસ લેવાનું બને તેવું સ્થળ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ છે, ત્યાં સદાય રહેવાય તેવું ક્યારે બને ? તેવી સવારમાં ઊઠીને રોજ ભાવના કરવી અને અમુક મુદ્દતે તે બને તેવું છે એમ લાગે, તો તે દિવસ ગણતા રહેવું. જેમ વહેલું બને, તેવી ગોઠવણ કરતા રહેવું ઘટે છે. (બો-૩, પૃ. ૭૮૪, આંક ૧૦૦૧) 0 મોટા-મોટા મુનિવરોને પણ મહાજ્ઞાની એવા તીર્થકરે જાગ્રત-જાગ્રત રહેવા ભલામણ આપી છે તો આપણે બનતા બનાવોમાંથી, સારાં નિમિત્તોથી દૂર ન રહેવાય તેવી શિખામણ ગ્રહણ કરવા યોગ્ય છેજી. નિમિત્તાધીન વૃત્તિ ચલિત થઈ જાય તેવી હજી આપણી વૃત્તિ હોવાથી સત્સંગ, સલ્તાત્ર, સદ્વિચાર અને સપુરુષાર્થપરાયણ રહેવાની અતિ-અતિ આવશ્યકતા મને તો સમજાય છેજી. આપ વારંવાર લખો છો કે વ્યવહારના સંયોગો, મુશ્કેલીઓ અણધારી આવી પડે છે; પણ તે તે પ્રસંગોને જોઇએ તે કરતાં વિશેષ મહત્ત્વ અપાય છે અને સત્સંગ-ભાવનારૂપ કોમળ છોડની સંભાળ ઓછી લેવાય છે એમ લાગે છે. વ્યવહારરૂપ જટિલ વૃક્ષને બહુ પોપ્યું છે અને તેના જેટલી આ નવીન છોડની સંભાળ લેવાય તે માટે શું કરવા વિચાર રાખ્યો છે? (બી-૩, પૃ.૩૬૯, આંક ૩૭૩) બહુ દિવસથી આપનો સમાગમ થયો નથી તો મોરબી જતાં-આવતાં આશ્રમમાં પધારવા વિનંતી છેજી. પરમકૃપાળુદેવ જેવા સમર્થ પુરુષ પણ મુંબઈ તજી, વર્ષમાં એકાદ વખત આ ચરોતરની ભૂમિની ફરસના કરતા, તો આપણને તો ૫.પૂ. પ્રભુશ્રીજીની સ્મૃતિ તાજી થવાનું આ ઉત્તમ સ્થાન અનેક રીતે ઉપકારક છેજી. નિમિત્તાધીન જીવ છે; ત્યાં સુધી ઉત્તમ નિમિત્તોની ઉપાસના તે આત્મઉપાસનામાં અવલંબનભૂત છે. (બો-૩, પૃ.૫૫૬, આંક ૬૧૬) D આપણી ગફલતને લીધે બીજા જીવોને પુરુષ કે કલ્યાણનાં સાધનની આશાતનાનું નિમિત્ત થાય તે કર્મબંધનનું કારણ જાણી, ભવિષ્યમાં તેમ ન વર્તાય તેની ખાસ કાળજી રાખવી ઘટે છેજી. પરમકૃપાળુદેવનો ચિત્રપટ કોઇને ભક્તિ અર્થે ન વાપરવો હોય તો આપણે આપણી પેટીમાં રાખી, રોજ દર્શન-ભક્તિ આદિનું નિમિત્ત બનાવવું ઘટે છેજી, (બી-૩, પૃ.૬૭૫, આંક ૮૦૯) D ધર્મ એ વાત અંતરની છે, તેથી કોઈની કરાવી તે થતી નથી. બીજા નિમિત્ત માત્ર છે; અને શુભ નિમિત્તે ઘણાને શુભ ભાવના થાય છે અને વધે છે. માટે શુભ નિમિત્તો ઉપર શાસ્ત્રોમાં આટલો બધો ભાર
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy