SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૨૬) બહુ કઠણ છે. મહાપુણ્ય હોય ત્યારે જાગે છે. જેટલી રુચિ જાગે, તેટલી આજ્ઞા આરાધાય. અને જેટલી આજ્ઞા આરાધાય, તેટલો લાભ થાય. (બો-૧, પૃ.૪૯, આંક ૨૪). D ગમે તેવાં શારીરિક કષ્ટો વેઠીને પણ, જેની ઉપાસના કરવા યોગ્ય છે, જેને માટે ઝૂરવા યોગ્ય છે, મરણિયા થવા યોગ્ય છે અને જેની પ્રાપ્તિથી અનંતકાળનાં દુઃખની નિવૃત્તિ થઇ પરમપદની પ્રાપ્તિ હોય છે, પરમ શાંતિ અનુભવાય છે, નિરંતર અનંત સુખ અનંતકાળ સુધી જેથી મળે છે, એવા અપૂર્વ પદાર્થની પ્રાપ્તિનું સાધન આત્મજ્ઞાની પુરુષની આજ્ઞા આ ભવમાં પ્રાપ્ત થઇ છે, તો તે અનન્ય ભાવે ઉપાસવા યોગ્ય છે, અત્યંત-અત્યંત તેમાં જાગૃતિ રાખવા યોગ્ય છે, એમ વિચારી એક ક્ષણ પણ સ્મરણમંત્રનું વિસ્મરણ ન થાય તથા આ જ યોગથી જીવને અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિ થવા યોગ્ય છે એવી શ્રદ્ધા દૃઢ કરી, અહોનિશ યથાશક્તિ પરમપ્રેમે પરમકૃપાળુદેવને શરણે તેની આજ્ઞાનું આરાધન, તેમાં તન્મયતા-એકતાન થવાય, તેમ કરતા રહેવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૪૫૪, આંક ૪૭૩) T કોઈ અમલદારે કંઇ ગામની માહિતી કે બીજી બાબતના ખુલાસા મગાવ્યા હોય કે ગામની રક્ષા કરવા વગેરેનું કામ સોંપ્યું હોય તો તેમાં રખે ભૂલ ન થાય, દંડપાત્ર ન થવાય એ બીકે, બહુ વિચારીને જાગૃતિપૂર્વક તે કામ કરીએ છીએ; તો જન્મમરણના ફેરા ટાળવા પરમકૃપાળુદેવની અનંત કરણાથી આપણને જે સત્સાધનની આજ્ઞા થઈ છે, તે જો ભાવપૂર્વક આરાધીએ તો જરૂર આત્મા વર્તમાનમાં શાંત થાય અને ભવિષ્યમાં પણ સુખી થાય. તે કામ સર્વોપરી સમજી, લૌકિકભાવ તજી, વારંવાર મરણની સ્મૃતિ કરતા રહી, આ ભવ-પરભવમાં હિતનું કારણ સમજી, આત્મકર્તવ્યરૂપ ભક્તિ, સદ્વાંચનસત્સંગ કરતા રહેવા સર્વને ભલામણ છે). (બો-૩, પૃ.૫૨૭, આંક પ૭૬) ભાઇ .. ના કાગળમાં બે તત્ત્વજ્ઞાન વાંચવા, મનન કરવા મંગાવે છે. તેને લખી જણાવશો કે વાંચવા જોઈએ તો તમારી પાસેથી લઈ જાય અને વાંચી રહે ત્યારે પાછું આપી દે. કંઈ કલ્યાણ કરવાની તેની જિજ્ઞાસા હોય તો આશ્રમમાં જઈ પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રમાણે તેમાંથી તે બતાવે તે ભક્તિ કરવા યોગ્ય છે, તો ત્યાં જઈ આજ્ઞા લેવાથી લાભ થશે, એમ જણાવશોજી. (બી-૩, પૃ.૭૮૦, આંક ૯૯૪) T કલ્યાણ પુરુષની આજ્ઞામાં રહેલું છે, ભાવપૂર્વક તે આજ્ઞા ઉઠાવનાર અવશ્ય મોક્ષગામી થાય છે. તમને તેવા ભાવ હોવાથી જે આજ્ઞાની ઊણપ છે, તે સદ્ગુરુકૃપાએ પૂર્ણ થાય, તે અર્થે આ પત્ર લખ્યો છેજી. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી ધામણ પધાર્યા ત્યારે તમને તેમનાં દર્શન થયેલાં, એમ તમારા ભાઈ જણાવે છે. તે આત્મજ્ઞાની મહાત્માએ પોતાના અંતકાળ પ્રસંગે જણાવેલું કે કોઈ મુમુક્ષુ, તરવાનો કામી, મોક્ષનું સાધન પૂછે તો તત્ત્વજ્ઞાનમાંથી ત્રણ પાઠ મુખપાઠ કરી, રોજ તેનું વિચારપૂર્વક આરાધન કરવાનું જણાવવું, એમ કહેલું. તે જ્ઞાની પુરુષની આજ્ઞાથી હવે હું “હે પ્રભુ! હે પ્રભુ ! શું કહું , દીનાનાથ દયાળ'' “યમ નિયમ સંજમ આપ કિયો'' અને “હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો' - આ ત્રણ પાઠ નિત્યનિયમ તરીકે જીવતા સુધી કરીશ, એમ પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી, આજ્ઞા માગી, તે સ્વીકારી, નિત્ય, ગમે ત્યાં, ગમે તેવી અવસ્થામાં પણ, એક વખત તો જરૂર ભણવા વિનંતી છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy